Home /News /business /

Hot Stocks (08 જૂન, 2022): આજે TCS, Vedanta, Titan સહિત આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

Hot Stocks (08 જૂન, 2022): આજે TCS, Vedanta, Titan સહિત આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) Vedanta (GREEN) : ક્રૂડ અને મેટલમાં તેજીથી શેરમાં ખરીદીની આશા.

    2) Hindustan Copper (GREEN): ઝારખંડની ખાણમાં સાતમી જૂનથી ફરીથી કામ શરૂ થયું. પર્યાવરણ મંત્રાલય પાસેથી લીઝ રિન્યૂ થયા બાદ કામ શરૂ થયું.

    3) JK cement (GREEN) : પ્રમોટરે છ જૂનના રોજ 14,000 શેર ખરીદ્યા.

    4) Deepak Fertilizers (GREEN) : MOSL સાથે કંપનીની બેઠક, અપગ્રેડની આશાથી શેરમાં તેજીની શક્યતા.

    5) EIL (GREEN) : આજે શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

    6) Linde India (GREEN) : આજે શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

    7) TCS (GREEN) : આજે શેરમાં શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે.

    8) Titan (GREEN) : આજે શેરમાં પુલબેક જોવા મળી શકે છે.

    9) Infosys (Red): ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર ફરીથી ટેક્નિકલ ખામી જોવા મળી. ઇન્કમ ટેક્સ વિભાગનું પોર્ટન ઇન્ફોસિસ તરફથી બનાવવામાં આવ્યું છે. ઇન્ફોસિસ તરફથી બહુ ઝડપથી આ સમસ્યા દૂર કરવાની વાત કરવામાં આવી છે.

    10) LIC (Red) : શેરમાં આજે દબાણમાં કામકાજ થાય તેવી સંભાવના છે.

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) HOEC (Green) : Goldman Sachs તરફથી ટૂંકાગાળા માટે ક્રૂડ ઓઇલનો ટાર્ગેટ વધારવામાં આવ્યો. Goldman Sachs તરફથી ટાર્ગેટ $125થી વધારીને $140 કરાયો.

    2) OIL INDIA (Green) : Goldman Sachs તરફથી ટૂંકાગાળા માટે ક્રૂડ ઓઇલનો ટાર્ગેટ વધારવામાં આવ્યો. Goldman Sachs તરફથી ટાર્ગેટ $125થી વધારીને $140 કરાયો.

    3) ONGC (Green) : Goldman Sachs તરફથી ટૂંકાગાળા માટે ક્રૂડ ઓઇલનો ટાર્ગેટ વધારવામાં આવ્યો. Goldman Sachs તરફથી ટાર્ગેટ $125થી વધારીને $140 કરાયો.

    4) CHENNAI PETRO (Green): Goldman Sachs તરફથી ટૂંકાગાળા માટે ક્રૂડ ઓઇલનો ટાર્ગેટ વધારવામાં આવ્યો. Goldman Sachs તરફથી ટાર્ગેટ $125થી વધારીને $140 કરાયો.

    5) MRPL (Green): Goldman Sachs તરફથી ટૂંકાગાળા માટે ક્રૂડ ઓઇલનો ટાર્ગેટ વધારવામાં આવ્યો. Goldman Sachs તરફથી ટાર્ગેટ $125થી વધારીને $140 કરાયો.

    6) IOC (Green) : Goldman Sachs તરફથી ટૂંકાગાળા માટે ક્રૂડ ઓઇલનો ટાર્ગેટ વધારવામાં આવ્યો. Goldman Sachs તરફથી ટાર્ગેટ $125થી વધારીને $140 કરાયો.

    7) GODREJ PROPERTIES (Red) : આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરી શકે છે. શેર દબાણ હેઠળ રહી શકે છે.

    8) MACROTECH DEV (Red): આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરી શકે છે. શેર દબાણ હેઠળ રહી શકે છે.

    9) OBEROI REALTY (Red) : આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરી શકે છે. શેર દબાણ હેઠળ રહી શકે છે.

    10) DLF (Red) : આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરી શકે છે. શેર દબાણ હેઠળ રહી શકે છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી રોકાણ માટેની સલાહ જે તે બજાર નિષ્ણાતની છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટની નહીં. રોકાણ પહેલા સર્ટિફાઇલ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. )
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર