Home /News /business /

Stocks in News Today, 25 માર્ચ, 2022: એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને કરી શકો છો મોટી કમાણી

Stocks in News Today, 25 માર્ચ, 2022: એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને કરી શકો છો મોટી કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) TATA CONSUMER PRODUCTS <GREEN> : 29 માર્ચ બોર્ડની બેઠક. ઇક્વિટી મારફતે ફંડ મેળવવા પર થશે ચર્ચા.

    2) MOTHERSON SUMI <GREEN> : બોઇંગ તરફથી કંપનીને ઓર્ડર મળ્યો. કૉમર્શિયલ વિમાનોના ઇન્ટીરિયર પાર્ટ્સના સપ્લાય માટે ઓર્ડર મળ્યો.

    3) KALPATARU POWER TRANSMISSION <GREEN> : એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે 14.5 લાખ શેર ખીદ્યા. SBI મ્યુચ્યુઅલ ફંડે ભાગીદારી વધારીને 7.25 ટકા કરી.

    4) SHAILY ENGINEERING PLASTICS <GREEN> : લાઇટહાઉસ ઇન્ડિયા ફંડે ઓપન માર્કેટમાંથી 2.27 લાખ શેર ખીદ્યા. ભાગીદારી 6.62 ટકામાંથી વધારીને 9.10 ટકા કરી.

    5) EXIDE INDUSTRIES <GREEN> : હલ્દિયામાં પેટા કંપનીનો પ્લાન્ટ શરૂ. શેરની કિંમતમાં તેજીની આશા.

    6) PNB HOUSING FINANCE <GREEN> : ઘરની ખરીદી કરી રહેલા લોકો માટે કસ્ટમાઇઝ હોમ લોન આપવા માટે SBI સાથે કરાર કર્યો.

    7) MTAR TECHNOLOGIES <RED> : કંપનીમાં 250-300 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ સંભવ.

    8) DEV INFORMATION TECHNOLOGY <GREEN> : બ્લૉકચેન ટેક્નોલોજી માટે કંપનીને ઓર્ડર મળ્યો.

    9) SHRIRAM PROPERTIES <GREEN> : પ્રમોટરોએ ખુલ્લા બજારમાં 39,000 શેર ખરીદ્યા.

    10) LAURUS LABS <GREEN> : Kaletraના જેનરિક વર્ઝન માટે USFDA તરફથી મંજૂરી મળી.

    આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ત્રણ દિવસમાં 2.40 રૂપિયાનો વધારો

    અમારી બીજી ટીમના કેપ્ટન છે સુમિત મેહરોત્રા (Sumit Mehrotra). સુમિત મેહરોત્રાની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) Kotak Mahindra Bank (GREEN) : યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાએ બેંકમાં 0.57 ટકા ભાગીદારી ખરીદી.

    2) Ruchi Soya (GREEN) : પ્રથમ દિવસે FPO 11 ટકા ભરાયો, શેરમાં તેજીની આશા.

    3) Zen Technologies (GREEN) : ભારતીય સેના તરફથી કંપનીને મોટો ઓર્ડર મળ્યો.

    4) PNC Infra (GREEN) : ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી કંપનીને મોટો ઓર્ડર મળે તેવી આશા.

    5) Spencers Retail (GREEN) : ઉત્તર પ્રદેશના સીએમ પદના શપથ લેશે યોગી. શેરમાં તેજીની આશા.

    આ પણ વાંચો: જાતે જ કરો ટેક્સની ગણતરી, સરળ ઉદાહરણથી સમજો

    6) United spirits (GREEN) : ગઈકાલના ઘટાડા બાદ આજે શેરની કિંમતમાં તેજી જોવા મળી શકે છે.

    7) Jubilant Food (GREEN) : આજે શેરમાં શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે.

    8) IOC (RED) : મૂડીઝના કહેવા પ્રમાણે કંપનીને મોટું નુકસાન થવાની સંભાવના.

    9) BPCL (RED) : મૂડીઝના અહેવાલ પ્રમાણે કંપનીને નુકસાન થવાની સંભાવના.

    10) UPL (GREEN) : CLSA તરફથી શેરમાં ખરીદીની સલાહ. એજન્સીએ શેર દીઠ 1,100 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર