Home /News /business /Stocks in News: કમાણીના શેર (23 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં આજે ટ્રેડ લઈને કરી શકો છો મોટી કમાણી

Stocks in News: કમાણીના શેર (23 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં આજે ટ્રેડ લઈને કરી શકો છો મોટી કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) IOC <GREEN> : સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો. શેરની કિંમત વધી શકે.

2) BPCL <GREEN> : સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો. શેરની કિંમત વધી શકે.

3) HPCL <GREEN> : પેટ્રોલ ડીઝલની કિંમત વધતા શેરની કિંમત વધી શકે.

4) BEL <GREEN> : DAC તરફથી 8,357 કરોડ રૂપિયાના રક્ષા સોદાને મંજૂરી આપવામાં આવી.

5) PARAS DEFENCE <GREEN> : DAC તરફથી 8,357 કરોડ રૂપિયાના રક્ષા સોદાને મંજૂરી આપવામાં આવી. કંપની નાઇટ સાઇટ ઇક્વિપમેન્ટ, રડાર અને હળવી ગાડીઓ ખરીદશે.

6) BSE <GREEN> : NORGES BANK તરફથી 953.29 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 3,00,000 શેરની ખરીદી.

7) HCL TECHNOLOGIES <GREEN> : ઇન્ટીગ્રેટેડ આઈટી સર્વિસ માટે કંપનીએ NEORIS સાથે કરાર કર્યો.

8) COFORGE <GREEN> : આથે ગ્રોથ સ્ટૉક ફોકસમાં રહેવાની આશા. આજે શેરમાં ખરીદી જોવા મળી શકે.

9) GUJARAT GAS (GREEN) : કંપનીએ સીએનજીની કિંમત ત્ણ રૂપિયા વધારી. ભાવ 70.53 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો.

10) GLAND PHARMA <GREEN> : ઝેફરીઝ તરફથી ખરીદીની સલાહ. ટાર્ગેટ 4,578 રૂપિયા પ્રતિ શેર.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ વધારો

અમારી બીજી ટીમના કેપ્ટન છે સુમિત મેહરોત્રા (Sumit Mehrotra). સુમિત મેહરોત્રાની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) ASIAN PAINTS (GREEN) : પ્રમોટર નેહલ વકીલે કંપનીમાં ભાગીદારી વધારીને 1.32% કરી.

2) BRIGADE ENT (GREEN) : બેંગલુરુમાં કંપની 66 એકર જમીનમાં રેસિડેન્સિયલ પ્રોજેક્ટ બનાવશે.

3) BHANSALI ENGG (GREEN) : સંતૂર પ્લાન્ટ ક્ષમતાના વિકાસ માટે MP પ્રદૂષણ બોર્ડે મંજૂરી આપી.

4) ADANI PORT (GREEN) : પોર્ટનું વોલ્યૂમ વધીને 30 કરોડ મેટ્રિક ટન સુધી પહોંચ્યું.

5) IRB INFRA (GREEN) : ફેબ્રુઆરીમાં કંપનીની પેટા કંપની JVથી આવક 17.3 ટકા વધીને 277 કરોડ રૂપિયા પહોંચી.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો આ શેર કરાવી શકે છે મોટી કમાણી

6) Tata steel (GREEN) : માંગમાં વધારો અને કિંમત વધવાથી કંપનીને ફાયદો થશે. કંપનીએ સ્ટીલની કિંમતમાં વધારો કર્યો. શેરમાં તેજીની આશા.

7) JSW STEEL (GREEN) : કંપનીએ સ્ટીલની કિંમત વધારી, શેરની કિંમતમાં તેજીની આશા.

8) HAL (GREEN) : DAC તરફથી 8357 કરોડ રૂપિયાના રક્ષા સોદાને મંજૂરી આપી.

9) Indiabulls real Estate (GREEN) : CREDAI મહારાષ્ટ્ર તરફથી કંપનીઓને કામ રોકવાનું કહેવામાં આવ્યું. કાચા માલની કિંમત વધતા બાંધકામ રોકવાનું કહ્યું.

10) ONGC (Red) : 181 રૂપિયાના ભાવ પર રેજિસ્ટન્સ. બ્રેન્ટનો ભાવ 119 ડૉલર નીચે આવ્યો.
First published:

Tags: Investment, Share market, Stock tips