Hot Stocks: એક-બે અઠવાડિયામાં આ સ્ટૉક્સ આપી શકે છે બે આંકડામાં વળતર, શું તમારી પાસે છે?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Hot stocks by Shitij Gandhi: SMC Globalના ક્ષિતિજ ગાંધીનું કહેવું છે કે હવે ઉપર તરફ નિફ્ટિ માટે 16,800નું લેવલ મજબૂત રેજિસ્ટન્સનું કામ કરશે.

  • Share this:
    મુંબઈ: 24 ઓગસ્ટના રોજ નિફ્ટી (Nifty) એ ક્લોઝિંગ બેસિસ પર 16,600 આંકનું સ્તર ફરીથી મેળવી લીધી હતું. મેટલ, બેન્કિંગ અને ફાર્મા શેર (Pharma stocks)માં તેજીને પગલે બજારમાં રિકવરી (Market recovery) જોવા મળી હતી. ડીરેવેટિવ્સ પર નજર કરીએ તો કૉલ રાઇટર્સ શૉર્ટ કવરિંગ કરતા નજરે પડ્યા. જ્યારે પુટ રાઇટર્સ 16,500 અને 16,600 ની સ્ટ્રાઇક પર મોટી સંખ્યામાં ઓપન ઇન્ટરેસ્ટ જોડતા નજરે પડ્યા હતા.

    SMC Globalના ક્ષિતિજ ગાંધી (Shitij Gandhi,  SMC Global)નું કહેવું છે કે હવે ઉપર તરફ નિફ્ટિ માટે 16,800નું લેવલ મજબૂત રેજિસ્ટન્સનું કામ કરશે. આગામી ટ્રેડિગ સેશનમાં બજારમાં તેજી જોવા મળશે. 36,000-36,300ની રેન્જમાં બેંક નિફ્ટિને મજબૂત રેજિસ્ટેન્સનો સામનો કરવો પડી રહ્યો છે. જો બેન્ક Nifty આ લેવલ પાર કરી લે છે તો આગામી દિવસોમાં તેમાં 37,000નું સ્તર જોવા મળી શકે છે.

    Britannia Industries | LTP: Rs 3,812 | આ શેરને 4,300 રૂપિયાના લક્ષ્ય માટે 3,500 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે. આગામી બે-ત્રણ અઠવાડિયામાં આ શેર 13% જેટલું વળતર આપી શકે છે.

    SBI Life Insurance Company | LTP: Rs 1,160.30 | આ શેરને 1,295 રૂપિયાના લક્ષ્ય સાથે 1,070 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે-ત્રણ અઠવાડિયામાં આ શેરમાં 12% તેજી જોવા મળી શકે છે.

    HDFC Bank | LTP: Rs 1,558 | આ શેરને 1,752 રૂપિયાના લક્ષ્ય સાથે 1,440 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે-ત્રણ અઠવાડિયામાં આ શેરમાં 12% સુધી તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: શું એક ભારતીય નાગરિક પાસે એકથી અધિક પાસપોર્ટ હોઈ શકે છે? બેવડું નાગરિકત્વ શું છે? જાણો તમામ સવાલના જવાબ 

    રાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી બેંકમાં 1.59% હિસ્સો ખરીદ્યો

    દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) સરકારી કેનરા બેંકમાં (Canara Bank) 1.59% ભાગીદારી ખરીદી છે. BSE તરફથી જાહેર આંકડામાં આ માહિતી મળી છે. 24 ઓગસ્ટના રોજ જાહેર શેર હૉલ્ડિંગ સ્ટેટમેન્ટ (Share holding statement) પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ કેનરા બેંકમાં 1.59% ભાગીદારી એટલે કે બેંકના 2,88,50,000 સ્ટૉક ખરીદ્યા છે.

    આ પહેલા મંગળવારે સવારે Canra Bank તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેણે 16.73 કરોડ શેરના અલૉટમેન્ટને મંજૂરી આપી છે. બેંકનો 2,500 કરોડ રૂપિયાનો QIP (qualified institutional placement) બે દિવસ પહેલા જ 23 ઓગસ્ટના રોજ બંધ થયો હતો. QIP 17 ઓગસ્ટના રોજ ખુલ્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: