Home /News /business /

Hot Stocks: બે-ત્રણ અઠવાડિયામાં બે આંકડામાં રિટર્ન માટે RIL સહિત આ શેર ખરીદો, જાણો કારણ

Hot Stocks: બે-ત્રણ અઠવાડિયામાં બે આંકડામાં રિટર્ન માટે RIL સહિત આ શેર ખરીદો, જાણો કારણ

હોટ સ્ટોક્સ

Stock Market: વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી સાઇડવેઝ મોડ પર છે. અમને લાગે છે કે આગામી દિવસોમાં નિફ્ટી 17,185-17842ના દાયરામાં જશે. તેને 17,185 પર મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. જો 17,185નું સ્તર તૂટે છે તો તે 16,824ના સ્તર સુધી પહોંચી શકે છે.

વધુ જુઓ ...
  Vidnyan Sawant, GEPL Capital: ચાલુ અઠવાડિયામાં નિફ્ટી (Nifty) 16,800ની મહત્ત્વપૂર્ણ સપાટી નજીક ટ્રેડ કરી રહ્યો છે. ત્યાંથી તેમાં મોટા ઉછાળાની સંભાવના છે, જે નીચેના સ્તરે મજબૂત માંગ દર્શાવે છે. ડેઇલી ચાર્ટ (Daily chart) પર નિફ્ટીએ હાયર ટૉપ અને હાયર બૉટમ બનાવ્યો અને ફરી એક વખત 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ (SMA-17185)થી ઉપર બની રહ્યો છે. જેનાથી બજારમાં પૉઝિટિવ અંડરટોનનો સંકેત મળે છે. નિફ્ટી માટે ઉપરની બાજુએ તાત્કાલિક વિઘ્ન 17,468 અને 17,842 પર નજરે પડી રહ્યં છે. ત્યાર બાદ 18,000ની સપાટી પર મોટું વિઘ્ન નજરે પડે છે. તેના માટે નેગેટિવ સપોર્ટ 17,185 (200 દિવસ SMA) પર છે. જો તે તેનાથી તૂટે છે તો બાદમાં 16,824ના સ્તર (વીકલી લૉ) પર સપોર્ટ નજરે પડી રહ્યો છે.

  વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી સાઇડવેઝ મોડ પર છે. અમને લાગે છે કે આગામી દિવસોમાં નિફ્ટી 17,185-17842ના દાયરામાં જશે. તેને 17,185 પર મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. જો 17,185નું સ્તર તૂટે છે તો તે 16,824ના સ્તર સુધી પહોંચી શકે છે.

  અહીં GEPL Capital તરફથી આગામી બે-ત્રણ અઠવાડિયા માટે બાય કૉલ આપવામાં આવ્યા હોય તેવા ત્રણ શેરની માહિતી આપવામાં આવી છે. આ શેરમાં તમને ડબલ ડિજિટની વળતર મળી શકે છે.

  1) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) । સ્ટૉપલૉસ: 2,550 । ટાર્ગેટ: 3,346 । વળતર: 20%

  GEPL કેપિટલના વિજ્ઞાન સાવંતે (Vidnyan Sawant) કહ્યુ કે, નવા લાઇફ ટાઇમ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે. અમે શેરની કિંમતમાં વૃદ્ધિ અને વૉલ્યૂમમાં વધારો જોયો છે, જે સ્ટૉકમાં ઉછાળાનો સંકેત આપે છે. અમને આશા છે કે શેર 3,123 રૂપિયા તરફ આગળ વધશે. જ્યાંથી તે 3,346 રૂપિયા તરફ જઈ શકે છે. અમે ડેઇલી ક્લૉજિંગ આધારે 2,550 રૂપિયાનો સ્ટૉપલૉસ આપીએ છીએ.

  આ પણ વાંચો: ઘરેલૂ બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝ આ રિયલ્ટી સ્ટૉક્સ પર બુલિશ

  2) દીપક ફર્ટિલાઇઝર્સ (Deepak Fertilizers) । સ્ટૉપલૉસ: 655 । ટાર્ગેટ: 943 । વળતર: 33%

  જીઈપીએલ કેપિટલના વિજ્ઞાન સાવંતે બીજા શેર તરીકે દીપક ફર્ટિલાઇઝર્સ પર દાંવ લગાવવાની સલાહ આપી છે. તેમના કહેવા પ્રમાણે આ શેરમાં છેલ્લા બે અઠવાડિયામાં ફ્રેશ ઓલ ટાઇમ હાઈ બન્યો છે. આ શેરની કિંમત 823 રૂપિયા સુધી વધી શકે છે. જો ભાવ 823 રૂપિયા ઉપર બન્યો રહે છે તો 943 રૂપિયા તરફ જઈ શકે છે. આ માટે અમે 655 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવાની સલાહ આપીએ છીએ.

  આ પણ વાંચો: શું વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) ભારતીય બજારમાં પરત ફરશે?

  3) ગુજરાત અલ્કલીઝ એન્ડ કેમિકલ્સ (Gujarat Alkalies and chemicals) । સ્ટૉપલૉસ: 855 । ટાર્ગેટ: 1235 । વળતર: 26%

  ગુજરાત અલ્કલીઝે સૉશર પેટર્ન પર એક મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે, જે જાન્યુઆરી 2018ના વૉલ્યૂમ સાથે બની રહ્યું છે. સ્ટૉક જૂન 2020થી મામૂલી ઉતાર-ચઢાણ સાથે 20 અઠવાડિયાની SMAથી ઉપર છે. જેનાથી આ શેરમાં મધ્યમથી લાંબી અવધી માટે મજબૂત પોઝિટિવ વલણનો સંકેત મળે છે. વિજ્ઞાન સાવંતે કહ્યુ કે, અમે આશા કરીએ છીએ કે આ શેર 1,092 રૂપિયા તરફ આગળ વધશે. જો તે 1,092 રૂપિયાની સપાટી પાર કરે છે તો તે 1,235 રૂપિયાના સ્તર તરફ જઈ શકે છે. આ માટે 855 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો.

  (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock market, Stock tips

  આગામી સમાચાર