Home /News /business /Hot Stocks: માર્કેટના ધબડકા વચ્ચે આ શેર્સમાં ટૂંકાગાળામાં તગડું રિટર્ન મળવાની શક્યતા, જાણો કેમ?

Hot Stocks: માર્કેટના ધબડકા વચ્ચે આ શેર્સમાં ટૂંકાગાળામાં તગડું રિટર્ન મળવાની શક્યતા, જાણો કેમ?

શેરબજારમાં ટૂંકાગાળામાં તગડી કમાણી કરવી હોય તો નિષ્ણાતોના પસંદગીના આ શેર્સમાં મળી રહ્યો છે મોકો.

માર્કેટના કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે બજારમાં હાલ ભલે છેલ્લા 2 સેશન અને આજે પણ નબળી ચાલ રહી હોય જોકે બજારનો ઓવરઓલ ટ્રેન્ડ તેજીનો છે અને આ કડાકાઓ તેજ પ્રવાહમાં વચ્ચે વચ્ચે આવતા નાના નાના ઘટાડા સમાન છે. તેવામાં તમે આ તકનો ઉપયોગ કરીને કેટલાક વેલ્યુ શેરને ઓછી કિંમતે ખરીદી શકો છો. જેમાં માર્કેટમાં તેજી આવતાની સાથે જ આગામી થોડા દિવસોમાં જોરદાર તેજી જોવા મળશે.

વધુ જુઓ ...
  મુંબઈઃ વૈશ્વિક માર્કેટમાં નબળા સંકેતોને કારણે 22 ઓગસ્ટના દિવસે સતત બીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. નિફ્ટી દૈનિક ચાર્ટ પર તો ઘટાડાની પેટર્ન દર્શાવે છે પરંતુ લાંબાગાળાના ચાર્ટ પર તેજીના સંકેત મળી રહ્યા છે. માટે હાલના ઘટાડાને ખરીદીની તક તરીકે ઉપયોગ કરવો જોઈએ. નીચેની તરફ નિફ્ટીને 17330નો પહેલો સપોર્ટ જોવા મળે છે જે જૂનના બોટમ 15183થી શુક્રવારના 17992ના હાઈ સુધીનો 23.6 ટકાનો રિટ્રેસમેન્ટ છે. શેરબજારના નિષ્ણાત HDFC Securitiesના નંદિશ શાહ આ અંગે વધુ જણાવતા કહે છે કે 20 ડે EMA (એક્સપોન્શિયલ મૂવિંગ એવરેજ) નો સપોર્ટ પણ નિફ્ટીના રિટ્રેસમેન્ટ સ્તર સાથે સંયોગ બનાવી રહ્યો છે.

  Insurance: સ્ટડી વિઝા પર વિદેશ જવાનો પ્લાન છે? આવી ટ્રાવેલ પોલિસી આપી શકે રાહત અને સુરક્ષા

  આ સાથે તેમણે બજારની આગામી સ્થિતિ અંગે ટેક્નિકલ બાબતોને ધ્યાને રાખીને વધુમાં કહ્યું કે, તેવામાં નિફ્ટી માટે 17300- 17400ના સ્તરે એક મજબૂત સપોર્ટ દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે અમારું માનવું છે કે બજારનો ઓવરઓલ ટ્રેન્ડ તેજીનો છે. હાલના સમયમાં જોવા મળતી નબળાઈ તેજ પ્રવાહ વચ્ચે આવતા સામાન્ય ધીમા પ્રવાહ જેવા છે. ત્યારે અમારી સલાહ છે કે વર્તમાન સ્તરેથી 17300-17400 તરફ આવતા કોઈપણ ઘટાડાને ખરીદીના મોકા તરીકે જોવો જોઈએ અને 17000 પર સ્ટોપલોસ રાખવો જોઈએ. ત્યારે આવો નિષ્ણાત પાસેથી જાણીએ એવા શેર્સના બાય કોલ જેમાં આગામી મહિના દોઢ મહિનામાં જોરદાર કમાણી થઈ શકે છે.

  Bajaj Electrics: Buy | LTP રુ.1246 |

  બજાજ ઈલેક્ટ્રોનિક્સમાં 1170 રુપિયના સ્ટોપલોસ સાથે અને રુ. 1325-1400 રુપિયના લક્ષ્ય સાથે ખરીદી કરી શકો છો. આગામી 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 12 ટકાનું માતબર રિટર્ન મળી શકે છે.

  Explainer: ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ રેટ કઈ FDમાં રોકાણ કરવું છે વધુ ફાયદાકારક?

  Grindwell Norton: Buy | LTP રુ. 2096 |

  ગ્રાઈંડવેલ નોટર્નમાં રુ. 1990ના સ્ટોપ લોસ સાથે અને 2220-2300 રુપિયાના લક્ષ્ય સાથે ખરીદારી કરી શકો છો. આગામી 1 મહિનામાં આ સ્ટોકમાં 10 ટકા જેટલું વળતર મળી શકે છે.

  Century Textiles Industries: Buy | LTP રુ. 847|

  સેન્ચ્યુરી ટેક્સટાઈલ્સમાં 800 રુપિયાના સ્ટોપ લોસ સાથે 910-940 રુપિયાના લક્ષ્ય સાથે આ શેરને હાલ તમે ખરીદી શકો છો. જેમાં આગામી 3-4 સપ્તાહમાં 11 ટકા જેટલું મતબર રિટર્ન મળી શકે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Expert opinion, Hot stocks, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन