મુંબઈ. GEPL CAPITAL, Vidnyan Sawant: નિફ્ટી50 15,671 સુધી ઘટ્યા બાદ ફરી ઉપરની તરફ જતો દેખાયો છે. નિફ્ટી 15,823 પર રહેવામં સફળ રહ્યો છે, જે ઓગસ્ટ 2021 પછી સૌથી નીચલું સ્તર છે. વીકલી ચાર્ટ પર નજર કરીએ તો નિફ્ટી50 15,800 આસપાર CIP (Change inPolarity) બનાવી રહ્યો છે. દરરોજના ચાર્ટ પર નજર કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં નિફ્ટી હાયર ટૉપ અને હાયર બૉટમ પેટર્ન બનાવી રહ્યો છે. બીજા ટેક્નિકલ ઇન્ડિકેટર્સ પર નજર કરીએ તો ડેલી ચાર્ટ પર સ્થિત RSI બુલિશ ડાયવર્ઝન બતાવી રહ્યો છે અને હાયર હાઈ અને હાયર લો પેટર્ન બની રહી છે. આ વાત કંઈક સારું થવાનો શુભ સંકેત આપે છે.
નિફ્ટી માટે વિઘ્ન
નિફ્ટી માટે પ્રથમ વિઘ્ન 16,959 અને ત્યારબાદ 17,027 છે. આ બે પડાવ બાદ પણ 17,490 અને 17,639ના સ્તર પર વિઘ્ન છે. નીચેની બાજુએ નિફ્ટી માટે પ્રથમ સપોર્ટ 15,834 પોઇન્ટ પર છે. તે પછી બીજો સપોર્ટ 15,450 પર છે, જે મોટો સપોર્ટ છે.
નિફ્ટી ઇન્ડેક્સ હાલ બાઉન્સબેકના મોડમાં લાગી રહ્યો છે. આશા રાખી શકાય કે આગામી દિવસોમાં નિફ્ટી 16,959-17,027નું સ્તર સ્પર્શ કરી શકે છે. જો તે નીચેની બાજુએ સરકે છે તો 15,834નું સ્તર પણ તોડી શકે છે. જો આવું થશે તો આ ઘટાડો 15,671 અને 15,450 સુધી જઈ શકે છે.
આ દરમિયાન બજાર એક્સપર્ટ દ્વારા ત્રણ એવા બાય કૉલ આપવામાં આવ્યા છે, જેમાં બે-ત્રણ અઠવાડિયામાં સારી એવી કમાણી થઈ શકે છે.
1) Infosys: Buy | LTP: Rs 1,826 | આ શેરમાં 1,650 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,230 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપવામાં આવી છે. આ શેરમાં આગામી બે-ત્રણ અઠવાડિયામાં 22 ટકા સુધી વળતર મળી શકે છે.
2) GNFC: Buy | LTP: Rs 630.50 | આ શેરમાં 570 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 812 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. આગામી બે-ત્રણ અઠવાડિયામાં આ શેરમાં 29 ટકા સુધી વળતર મળી શકે છે.
3) TCS: Buy | LTP: Rs 3,621 | આ શેરમાં 3,380 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 4,360 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપવામાં આવી છે. આ શેરમાં આગામી બે-ત્રણ અઠવાડિયામાં 20 ટકા સુધી વળતર મળી શકે છે.
(ખાસ નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સના વિચાર અને રોકાણ માટેની સલાહ તેમની વ્યક્તિગત હોય છે, વેબસાઇટ કે તેમના મેનેજમેન્ટની નહીં. ન્યૂઝ18 ગુજરાતી યૂઝર્સને રોકાણ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર