Home /News /business /Hot Stocks: કલ્યાણ જ્વેલર્સ સહિતના શેર્સમાં ટૂંકાગાળામાં બમ્પર કમાણીની તક, આ છે કારણો

Hot Stocks: કલ્યાણ જ્વેલર્સ સહિતના શેર્સમાં ટૂંકાગાળામાં બમ્પર કમાણીની તક, આ છે કારણો

શેરબજારમાં કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ સૂચવેલા આ શેરમાં કરો રોકાણ.

Hot stocks in Share Market: બજારમાં વોલેટાઈલ માર્કેટ વચ્ચે પણ કેટલાક શેર્સમાં શોર્ટ ટર્મમાં તગડું રિટર્ન મળી શકે છે. નિષ્ણાતો મુજબ આ શેર્સ હાલ તેના 20 ડે મૂવિંગ એવરેજથી સ્માર્ટ રિકવરી કરતા જોવા મળી રહ્યા છે અને આગામી 2-3 મહિનામાં તગડું રિટર્ન આપી શકે છે.

વધુ જુઓ ...
અમેરિકામાં ફરી વ્યાજ દર વધવાની શક્યતાને કારણે દુનિયાભરના શેર બજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજાર પણ તેમાં અપવાદ નથી અને સતત ત્રીજા દિવસે દબાણમાં જોવા મળ્યું હતું. જોકે, વોલેટાઈલ (Volatile) કારોબારમાં ઘણી મોટી કંપનીઓના શેર (Stocks)ના શાનદાર પ્રદર્શનના આધારે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી (BSE Sensex and NSE Nifty) બંને કમબેક કરવામાં સફળ રહ્યા હતા.

નિફ્ટીમાં 20-DMA (ડેઇલી મૂવિંગ એવરેજ)થી સ્માર્ટ રિકવરી જોવા મળી છે અને ડેઇલી ચાર્ટ પર બુલિશ પિયર્સિંગ લાઇન કેન્ડલસ્ટિક પેટર્નની રચના થઈ હોવાનું ફલિત થયું છે. જે બુલ્સની મજબૂત પકડ સૂચવે છે. ઉપર તરફ 17,700નો 9-DMA અવરોધરૂપ બની રહેશે અને જો નિફ્ટી આ લેવલ પાર કરવામાં સફળ રહે તો 18,000-18,100 ઝોન તરફ નવી ચાલની અપેક્ષા રાખી શકીએ. જ્યારે ડાઉનસાઈડ તરફ જો નિફ્ટી તેના 20-DMA 17,350ની નીચે સરકી જાય તો 17,000ના 200-DMA તરફની ચાલની શક્યતા છે.

PPF ખાતું ખોલીને બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ અને બચત

અહીં નોંધનીય છે કે, બેન્ક નિફ્ટીએ શાનદાર દેખાવ કર્યો હતો અને 20-DMA પર બુલિશ સ્પાઇનિંગ કેન્ડલસ્ટિક ફોર્મેશનની રચના કરી હતી. જો કે, 39,000 અવરોધ રહેશે. ઉપરની તરફ આપણે મનોવૈજ્ઞાનિક 40,000ના આંકડા તરફ આગળ વધવાની અપેક્ષા રાખી શકીએ છીએ. બીજી તરફ ડાઉનસાઇડ તરફ 38,000એ સપોર્ટ છે. જો તે આ લેવલથી નીચે સરકી જાય છે તો આપણે 37,200-36,800ના સ્તર તરફની ચાલની અપેક્ષા રાખી શકીએ છીએ.

એફ એન્ડ ઓ એક્સપાયરી પહેલા ડેરિવેટિવ ડેટાની વાત કરવામાં આવે તો PCR (પુટ કોલ રેશિયો) 1ના સ્તર પર હોવાનું જણાય છે અને FIIsની સ્થિતિ વધુ મંદીનો સંકેત આપી રહી નથી. ઓપન ઇન્ટરેસ્ટ ડિસ્ટ્રીબ્યુશન પર નજર કરીએ તો 17,500 મજબૂત સપોર્ટ જેવો લાગે છે, જ્યારે 18,000ની કોલ સ્ટ્રાઇક ઊંચા ઓપન ઇન્ટરેસ્ટ ધરાવતી હોવાથી 18,000ની કોલ સ્ટ્રાઇકમાં મુખ્ય અવરોધ ઊભો થયો છે.

Radhakishan Damaniના આ શેરમાં એક વર્ષમાં રુપિયા ડબલ, શું હજુ પણ કમાણીની તક છે?

વિશ્વના ઇક્વિટી બજારો યુ.એસ. ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલના ભાષણ પર નજર રાખીને બેઠા છે. તે સિવાય અમેરિકન ડોલર ઇન્ડેક્સ, ક્રૂડ ઓઇલના ભાવ અને ચીન-તાઇવાન સંબંધિત સમાચારો વૈશ્વિક ઇક્વિટી બજારોમાં વ્યસ્ત રહેશે. પરિણામે વૈશ્વિક સંકેતો મહત્વપૂર્ણ બની જાય છે.

આગામી 2-3 અઠવાડિયા માટે અહીં ત્રણ બાય કોલ આપવામાં આવ્યા છે.

વિનાઈલ કેમિકલ્સ (ભારત) : | એલટીપી: 378 રૂપિયા | સ્ટોપ-લોસઃ 337 રૂપિયા | ટાર્ગેટ: રૂપિયા 464 | રિટર્ન: 22 ટકા

કાઉન્ટર ક્લાસિકલ અપટ્રેન્ડમાં છે અને તેમાં તેના અપટ્રેન્ડને ફરી શરૂ કરવા માટે ચડતા ટ્રાયેંગલની ફોર્મેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બ્રેકઆઉટ વધતા વોલ્યુમ સાથે એકરુપ છે અને તે વ્યાપક બજારમાં નબળાઇ હોવા છતાં બ્રેકઆઉટ લેવલથી ઉપર ટકાવી રાખવાનું મેનેજ કરે છે. તે મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં સકારાત્મક પૂર્વગ્રહ સાથે તેની તમામ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજથી ઉપર કારોબાર કરી રહી છે. ડાઉનસાઇડ પર રૂ. 356નું લેવલ મજબૂત સપોર્ટ લેવલ તરીકે કામ કરશે. જેની નીચે રૂ. 337 આગામી સપોર્ટ લેવલ છે. તે તેના 20-DMAને આદર આપી રહ્યું છે, જે ટ્રેન્ડ સ્ટ્રેન્થનો ક્લાસિક સંકેત છે.

આ મોટી કંપની 3000 લોકોને નોકરીમાંથી છુટ્ટા કરશે, શેરની કિંમતોમાં કડાકો બોલ્યો

વેલસ્પન કોર્પ: બાય | એલટીપી: 234 રૂપિયા | સ્ટોપ-લોસઃ 207 રૂપિયા | ટાર્ગેટ: રૂપિયા 284 | રિટર્ન : 21 ટકા

કાઉન્ટરમાં અનેક બુલિશ સેટઅપ જોવા મળી રહ્યા છે, જ્યાં આપણે બુલિશ કપ અને હેન્ડલ ફોર્મેશનના બ્રેકઆઉટની સાથે સમપ્રમાણ ટ્રાયેંગલની ફોર્મેશનનું બ્રેકઆઉટ જોઈ શકીએ છીએ. તે 20, 50 અને 100-ડીએમએના ક્લસ્ટરમાં મજબૂત બેઝ બનાવી રહ્યું છે. ત્યાં રૂ. 240એ હોરિઝોન્ટલ રેઝિસ્ટન્ટ લાઇન છે. આની ઉપર અમે 280 રૂપિયાના સ્તરે તેજીની અપેક્ષા રાખી શકીએ છીએ. જ્યારે ડાઉનસાઈડ તરફ રૂપિયા 207નો સપોર્ટ છે.

કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા: બાય | એલટીપી: 77.35 રૂપિયા | સ્ટોપ-લોસઃ 68 રૂપિયા | ટાર્ગેટ: 94 રૂપિયા | વળતર: 21 ટકા

મંગળવારના ટ્રેડિંગ સેશનમાં કાઉન્ટરમાં હેવી વોલ્યુમ સાથે લાંબાગાળાનું ડાઉનસ્લોપિંગ ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સ જોવા મળ્યું હતું અને તે 6 મહિનાની ઊંચી સપાટીની ઉપર બંધ થવામાં સફળ રહ્યું હતું. ટૂંકા સમયગાળામાં બુલિશ ફ્લેગની ફોર્મેશનનું બ્રેકઆઉટ છે, જે વધુ વેગ પેદા કરે છે.

ઉપરની તરફ 84 રૂપિયાનો રેઝિસ્ટન્સ છે. આનાથી ઉપર આપણે 94 રૂપિયા તરફની ચાલની અપેક્ષા રાખી શકીએ છીએ. જ્યારે ડાઉનસાઇડ પર કોઈ પુલબેક પર રૂ. 69 મજબૂત ડિમાન્ડ લેવલ છે. મોમેન્ટમ ઇન્ડિકેટર ટ્રેન્ડની વર્તમાન તાકાતને ટેકો આપી રહ્યા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Hot stocks, Investment tips, Share market, Stock market Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन