Home /News /business /ફેડરલ બેન્ક, જેકે પેપર, બોરોસિલ ટૂંકાગાળામાં આપી શકે છે બે આંકડાનું વળતર, આવું છે તજજ્ઞનું મંતવ્ય

ફેડરલ બેન્ક, જેકે પેપર, બોરોસિલ ટૂંકાગાળામાં આપી શકે છે બે આંકડાનું વળતર, આવું છે તજજ્ઞનું મંતવ્ય

આ શેર્સ ટૂંકાગાળામાં આપી શકે છે બે આંકડામાં વળતર, આવું છે તજજ્ઞનું મંતવ્ય

Hot Stocks for Short Term Investment: શેરબજારમાં સતત ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે. તેવામાં ક્યા શેરમાં તમારે રોકાણ કરવું જોઈએ કે જેનાથી તમને અસ્થિર માર્કેટમાં પણ ડબલ ડિજિટમાં રિટર્ન મળી શકે? તો આવો જાણીએ માર્કેટના એક્સપર્ટ અને રિસર્ચ ફર્મ GEPL કેપિટલના ટેક્નિકલ રિસર્ચના AVP વિદ્યાન સાવંત પાસેથી કે ક્યા શેર છે જેમાં ટેક્નિકલ પાસા તેજીના સંકેત આપી રહ્યા છે.

વધુ જુઓ ...
શેરબજારમાં અસ્થિરતાનું બહોળું પ્રમાણ જોવા મળ્યું છે. પણ હવે વિકલી ચાર્ટ જોતા ઇન્સાઈડ બાર કેન્ડલસ્ટીક પેટર્ન બનતી હોવાનું ફલિત થઈ રહ્યું છે. જે 20 સપ્તાહના SMA (સિમ્પલ મૂવિંગ એવરેજ)ના સપોર્ટમાં પ્રાઈઝની અસ્થિરતામાં ઘટાડો સૂચવે છે. તેવું GEPL કેપિટલ ખાતે ટેકનિકલ રિસર્ચ AVP વિદ્વાન સાવંતનું માનવું છે.

ડેઇલી ટાઇમફ્રેમમાં પ્રાઈઝ ત્રણ દિવસની રેન્જમાં ફરી રહી છે, જે ફરીથી અસ્થિરતામાં ઘટાડાની પુષ્ટિ કરે છે. ડેઇલી ટાઇમફ્રેમ પર RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) નીચા ટ્રેંડમાં છે, જે ઇન્ડેક્સની ઘટતી મોમેન્ટમને પ્રતિબિંબિત કરે છે.

ઓવરઓલ ચાર્ટ પેટર્ન જોતાં અમને લાગે છે કે નિફ્ટીનો ટ્રેન્ડ 16,747 – 16,747ની વચ્ચે સાઇડવે રહી શકે છે. 17,500થી ઉપર તરફ જાય અથવા ડાઉનસાઈડ 16,747થી નીચે ઉતરી જાય તો જ ઇન્ડેક્સ ટ્રેન્ડિંગનો તબક્કો જોઈ શકે છે.

આ પણ વાંચોઃ Rakesh Jhunjhunwalaની જેમ શેરમાં કરોડો કમાવવા છે? જાણો ક્યા સિક્રેટ ફોર્મ્યુલાનો યુઝ કરતાં હતા તેઓ

આગામી 2-3 અઠવાડિયા માટે અહીં ત્રણ બાય કોલ આપવામાં આવ્યા છે.


શેરબજારમાં સતત ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે. તેવામાં ક્યા શેરમાં તમારે રોકાણ કરવું જોઈએ કે જેનાથી તમને અસ્થિર માર્કેટમાં પણ ડબલ ડિજિટમાં રિટર્ન મળી શકે? તો આવો જાણીએ માર્કેટના એક્સપર્ટ અને રિસર્ચ ફર્મ GEPL કેપિટલના ટેક્નિકલ રિસર્ચના AVP વિદ્યાન સાવંત પાસેથી કે ક્યા શેર છે જેમાં ટેક્નિકલ પાસા તેજીના સંકેત આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ આ દેશી ઓટો કંપનીઓ રોકાણકારોને બનાવી દીધા માલામાલ, ટૂંકાગાળે અને લાંબાગાળે બંનેમાં કમાણી જ કમાણી 

ફેડરલ બેંક: | એલટીપી: રૂપિયા 124.90 | સ્ટોપ-લોસઃ 109 રૂપિયા | ટાર્ગેટ: રૂપિયા 150 | રિટર્ન: 20 ટકા


માર્ચ 2020માં લો જોવા મળ્યા બાદ ફેડરલ બેન્ક લોવર હાઈ કે લોવર લો સુધી પહોંચી શકી નથી. જે શેરમાં તેજીનું સેન્ટિમેન્ટ દર્શાવે છે.

ઇન્વર્સ હેડમાં નેકલાઈનને અડક્યા બાદ શોલ્ડર પેટર્ન જોવા મળી છે. જે શેરમાં અપસાઇડ પર ઉછાળો દર્શાવે છે અને અપટ્રેન્ડમાં ચાલુ રહેવાનો સંકેત આપે છે.

નિફ્ટી સામે રેશિયો ચાર્ટમાં આ સ્ટોક સ્પષ્ટ આઉટપરફોર્મર જણાય છે. વિકલી ટાઇમફ્રેમ પર જોવા મળેલા RSI ભાવની ક્રિયા સાથે સુમેળમાં આગળ વધી રહ્યું છે, જ્યારે 50ના આંકથી ઉપર ટકાવી રાખવાથી કિંમતોમાં મજબૂત મોમેન્ટમ પ્રતિબિંબિત થાય છે

આગળ જતાં આ સ્ટોકના ભાવ ભાવ 150 રૂપિયાના લેવલ સુધી ઊંચા જશે તેવું અપેક્ષા છે. આ સ્ટોકમાં સ્ટોપ-લોસ બંધ ધોરણે 109 રૂપિયા હોવો જોઈએ.

આ પણ વાંચોઃ Stock Marketના ઉતારચઢાવથી પરેશાન છો? એક્સપર્ટે કહ્યું આ 150 શેરમાં મળી રહ્યા છે તેજીના સંકેત

જેકે પેપરઃ | બાય એલટીપી: 395 રૂપિયા | સ્ટોપ-લોસઃ 370 રૂપિયા | ટાર્ગેટ: 480 રૂપિયા | રિટર્ન: 21 ટકા


જેકે પેપર હાલમાં તેના રેકોર્ડની નજીક ટ્રેડ કરી રહ્યું છે. આ બાબત સ્ટોક પહેલાથી જ મજબૂત ગતિમાં હોવાનું જણાવે છે. સ્ટોકમાં ટ્રેન્ડ ધીરે ધીરે વધી રહ્યો છે, જે પ્રાઇસ ટ્રેન્ડમાં તેજી તરફ ઇશારો કરે છે

350ના લેવલની આસપાસ આ શેરમાં પોલારિટીમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જે ભાવમાં તેજીનું સેન્ટિમેન્ટ વધવાના સંકેત આપે છે. સ્ટોકે 50 અને 200 દિવસની EMA (એક્સપોનિકલ મૂવિંગ એવરેજ)ની ચાવીરૂપ મૂવિંગ એવરેજને વટાવી દીધી છે, જે અપટ્રેન્ડ હજુ પણ અકબંધ હોવાનું સૂચવે છે.

દૈનિક તેમજ સાપ્તાહિક ટાઇમ ફ્રેમ પર RSI 50ની ઉપર છે. જે ભાવમાં વેગનો સંકેત કરે છે. આ સ્ટોકનો ભાવ 480 રૂપિયાના સ્તર સુધી ઊંચા જશે તેવી અપેક્ષા છે. સ્ટોપ-લોસ બંધ ધોરણે 370 રૂપિયા હોવો જોઈએ.

આ પણ વાંચોઃ આજના સમયમાં રૂ. 10 લાખનું રોકાણ ક્યાં કરવું? સ્મોલ કે લાર્જકેપમાં? જાણો શું કહે છે શ્યામ શેખર

બોરોસિલ: | ખરીદો એલટીપી: 431.65 રૂપિયા | સ્ટોપ-લોસઃ 380 રૂપિયા | ટાર્ગેટ 550 રૂપિયા | રિટર્ન: 27 ટકા


બોરોસિલે હાયર હાઇ, હાયર લો ફોર્મેશનમાં પ્રવેશવાનું શરૂ કર્યું છે. જે ઓક્ટોબર 2022માં ઈન્વર્સ હેડ અને શોલ્ડર પેટર્નની નેકલાઇનને અડકી સ્ટોકમાં અપસાઇડ પર ઉછાળો જોવા મળ્યો છે. જે અગાઉના અપટ્રેન્ડમાં ચાલુ રહેવાનો સંકેત આપે છે.

ડેઇલી ચાર્ટ પરના ભાવ અપર બોલિંગર બેન્ડની આસપાસ ફરે છે, જે કિંમતોમાં વધઘટ દર્શાવે છે. ડેઇલી તેમજ વિકલી ટાઇમફ્રેમ પર RSIએ બ્રેકઆઉટ દર્શાવ્યું છે. જે સ્ટોકમાં મજબૂત મોમેન્ટમ બિલ્ટ-અપ સૂચવે છે.

આ સ્ટોકમાં ભાવ 550 રૂપિયાના લેવલ સુધી ઉપર જશે તેવી અપેક્ષા છે. સ્ટોપ-લોસ બંધ ધોરણે 380 રૂપિયા હોવો જોઈએ.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Expert opinion, Hot stocks, Share market, Stock market Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन