Home /News /business /Hot Stocks: નિફ્ટીમાં બહુ ઝડપથી 17640-17800નું લેવલ શક્ય; 2-3 અઠવાડિયામાં બે આંકડામાં કમાણી માટે આ શેર્સમાં કરો રોકાણ

Hot Stocks: નિફ્ટીમાં બહુ ઝડપથી 17640-17800નું લેવલ શક્ય; 2-3 અઠવાડિયામાં બે આંકડામાં કમાણી માટે આ શેર્સમાં કરો રોકાણ

હોટ સ્ટોક્સ

Hot Stocks today: આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ શેરમાં 465 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 545 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી બે-ત્રણ અઠવાડિયામાં આ શેરમાં 10 ટકા સુધીની તેજી જોવા મળી શકે છે.

    સંતોષ મીણા, સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ: આજે એટલે કે બુધવારે (30 માર્ચ) ભારતીય શેર (Stock Market) બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ નિફ્ટી 200-DMA (Day moving average- 17,052) સાથે 17,000ની મનોવૈજ્ઞાનિક સ્તરને સન્માન આપી રહ્યો છે. નિફ્ટીમાં ડેલી ચાર્ટ (Daily chart) પર 17,000ના સ્તરથી બુલિશ ફ્લેગ ફોર્મેશનનું બ્રેક આઉટ જોવા મળે તેવી સંભાવના બની રહી છે. નિફ્ટીમાં 100-DM (આશરે 17,330)માં ઉપર આવનારી કોઈ પણ તેજી તેને 17,490-17,640-17,800 તરફ લઈ જઈ શકે છે. જયારે નીચેની બાજુએ 17,000 પર ખૂબ જ મજબૂત બેઝ નજરે પડે છે. 16,800ના સ્તર પર મોટો સપોર્ટ જોવા મળી રહ્યો છે.

    બેંક નિફ્ટી 20-DMA (Day moving average- 35,166) સાથે 35,000ની મનોવૈજ્ઞાનિક સ્તરનું સન્માન કરી રહ્યો છે. જોકે, તેના માટે 36,700-37,000 પર વિઘ્ન નજરે પડે છે. જો નિફ્ટી બેંક આ સ્તરને પાર કરે છે તો પછી તે 38,000 તરફ એમ મોટી શોર્ટ કવરિંગ રેલી જોવા મળી શકે છે. નીચેની બાજુએ બેંક નિફ્ટી માટે 35,500 પર તત્કાલિક સપોર્ટ છે. જ્યારે 35,000 પર મોટો સપોર્ટ છે.

    આ દરમિયાન આજે અમે તમને ત્રણ શોર્ટ ટર્મ પિક્સ વિશે જણાવી રહ્યા છે. આ એવા શેર છે જેમાં આગામી બે ત્રણ અઠવાડિયામાં જોરદાર કમાણી થઈ શકે છે.

    1) ICICI Prudential Life Insurance Company: Buy | LTP: Rs 495.5 | SL: 465 | TG: 545


    આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ શેરમાં 465 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 545 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી બે-ત્રણ અઠવાડિયામાં આ શેરમાં 10 ટકા સુધીની તેજી જોવા મળી શકે છે. આ શેર ડેલી ચાર્ટ પર બુલિશ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર ફોરર્મેશન સાથે બૉટમ આઉટ થતું નજરે પડી રહ્યો છે. શેર તેની 20-DMA (Rs 471)ના મોમેન્ટમ ઇન્ડીકેટર્સ પર પોઝિટિવ ડાઇવર્સિસ સાથે સન્માન આપતો નજરે પડે છે. ઉપરની બાજુએ 530-533 રૂપિયાના સ્તર પર આ શેર માટે તાત્કાલિક વિઘ્ન જોવા મળે છે, જ્યારે 545 રૂપિયા તેનું નવું ટાર્ગેટ લેવલ છે.

    આ પણ વાંચો: આ ટેક્સટાઇલ કંપનીએ શેર બાયબેકની કરી જાહેરાત

    2) Suven Pharmaceuticals: Buy | LTP: Rs 621 | SL: 590 | TG: 700


    સૂવેન ફાર્મામાં 590 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 700 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 13 ટકા સુધી રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: સોનાની કિંમતમાં આજે આવ્યો મોટો ઉછાળો

    3) Bank of Baroda: Buy | LTP: Rs 111.5 | SL: 105 | TG: 125


    બેંક ઑફ બરોડા શેરમાં 105 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 125 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 11 ટકાનું રિટર્ન મળી શકે છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી સલાહ જે તે બ્રોકરેજ હાઉસની છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટના નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock Marekt, Stock tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन