Home /News /business /Hot Stocks: જો તમારે ટૂંકા ગાળામાં મોટી કમાણી કરવી હોય તો Lupin, TVS ખરીદો અને ભારતીય હોટેલ્સ વહેંચો
Hot Stocks: જો તમારે ટૂંકા ગાળામાં મોટી કમાણી કરવી હોય તો Lupin, TVS ખરીદો અને ભારતીય હોટેલ્સ વહેંચો
Stock Investment: લ્યુપિન પર ખરીદીની સલાહ આપતાં ચંદન તાપડિયાએ કહ્યું કે આમાં રૂ. 820 નો ટાર્ગેટ જોવા મળી શકે છે. આમાં 2-3 અઠવાડિયામાં 7 ટકા રિટર્ન જોવા મળી શકે છે. સ્ટોક સ્ટ્રક્ચર પર, તેમણે કહ્યું કે શેરે રૂ. 760 પર હોલ્ડ સાથે તેજી બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ ફાર્મા સ્ટોકમાં સારી રિકવરી જોવા મળી છે.
Stock Investment: લ્યુપિન પર ખરીદીની સલાહ આપતાં ચંદન તાપડિયાએ કહ્યું કે આમાં રૂ. 820 નો ટાર્ગેટ જોવા મળી શકે છે. આમાં 2-3 અઠવાડિયામાં 7 ટકા રિટર્ન જોવા મળી શકે છે. સ્ટોક સ્ટ્રક્ચર પર, તેમણે કહ્યું કે શેરે રૂ. 760 પર હોલ્ડ સાથે તેજી બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ ફાર્મા સ્ટોકમાં સારી રિકવરી જોવા મળી છે.
Hot Stocks: ચંદન તાપડીયાના મતે, જ્યાં સુધી નિફટી 18,250 થી નીચેના સ્તરે રહેશે ત્યાં સુધી તાત્કાલિક સ્ટ્રક્ચર 17,950 ના નીચલા સ્તરે સપોર્ટ લેવા માટે દબાવ અનુભવશે. એ પછી 17,777 ના જોનમાં પ્રમુખ સપોર્ટ છે. પણ જો 18250 ના સ્તરથી ઉપર નિફટી ટકે છે તો એમાં સ્થિરતા રહેશે. એ પછી તે 18442-18500 ના સ્તર સુધી જઈ શકે છે. નિફટી વિષે પોતાનો મત રજુ કરીને ચંદન તાપડિયાએ આજે ત્રણ સ્ટોક વિષે પણ સજેશન આપ્યું. જેમાં ઘણું સારું પ્રદર્શન જોવા મળી શકે છે. જે આવનારા 2-3 અઠવાડિયામાં રોકાણકારોને કમાણી આપી શકે છે. જેમાં લ્યુપિન, ટીવીએસ મોટર અને ઇન્ડિયન હોટલ્સનો સમાવેશ થાય છે.
2 સ્ટોક્સની ખરીદી અને 1 વહેંચવાની સલાહ
લ્યુપિન (ખરીદો)
ચંદનનું કહેવું છે કે આ ભાવ વધારા તરફ આગળ વધી રહ્યું છે. જેમાં હાલમાં જ 720 નો જોન સપોર્ટ નજર આવી રહ્યો છે. એ જોન તેનું 50 DEMA પણ છે. જેમણે 760 ના નિર્ણાયક હોલ્ડ સાથે એક બુલિશ કેન્ડલ બનાવેલું છે.
તેમણે જણાવ્યું કે તેમને ફાર્મ સ્ટોકમાં સારી રિકવરી જોવા મળી છે. જે 730 રૂપિયાના સપોર્ટ સાથે 820-830 રૂપિયા તરફ પ્રયાણ કરી રહ્યું છે.
TVS મોટર્સ (ખરીદો)
તાપડીયાનું કહેવું છે કે વર્ષ 2022 ના સૌવથી મજબૂત કાઉન્ટરમાનું એક છે. સ્ટોકનો મેજર ટ્રેડ પોઝિટિવ છે. પાછલા 2 મહિનામાં 1176 રૂપિયાથી 1008 રૂપિયાના સ્તર પર રહ્યો છે. આવનારા સમયમાં આ સ્ટોક 970 રૂપિયાના સપોર્ટ સાથે 1100-1125 રૂપિયાના સ્તર તરફ જઈ શકે છે.
ચંદન તાપડીયાએ કહ્યું કે સ્ટોકે પાછળના 74 કારોબારી સત્રથી બ્રેકડાઉન જોયું છે. આ સ્ટોક 310-315 રૂપિયાના નીચેના સ્તરે બંધ રહ્યો છે. તે હજુ 270 રૂપિયા સુધી આવી શકે છે. તેમનું રેઝિસ્ટન્સ ઘટી રહ્યું છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સલાહકારના વિચારો છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લેવાનો આગ્રહ રાખો. NEWS 18 તમારા નફા નુકસાન માટે જવાબદાર રહેશે નહિ.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર