Home /News /business /આ શેરોમાં મળી શકે છે ડબલ ડિજિટ રીટર્ન, જાણો આગામી 2-3 સપ્તાહના ‘BUY’ કોલ્સ

આ શેરોમાં મળી શકે છે ડબલ ડિજિટ રીટર્ન, જાણો આગામી 2-3 સપ્તાહના ‘BUY’ કોલ્સ

આ શેરોમાં મળી શકે છે ડબલ ડિજિટ રીટર્ન, જાણો આગામી 2-3 સપ્તાહના ‘BUY’ કોલ્સ

Hot Stocks: એક્સપર્ટે કહ્યું આ શેરમાં રોકાણ કરીને ડબલ ડિજિટમાં વળતર મળશે. શેરબજારના ઉતાર ચઢાવ વચ્ચે ટેક્નિકલ ચાર્ટ દર્શાવે છે કે આ શેર્સમાં તગડી કમાણી થઈ શકે.

હેલ્ધી કરેક્શન બાદ માર્કેટ (Healthy Correction in Stock Market)માં ઉથલપાથલ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. નવી સીરીઝના પ્રથમ દિવસની નીચી અથવા ઊંચી સીરીઝ સમગ્ર સીરીઝમાં મજબૂત સપોર્ટ અને બચાવ તરીકે કામ કરે છે. શુક્રવારનો ઘટાડો 17,647 રહ્યો હતો, જે બુલ્સ રોકાણકારો માટે સારો સંકેત સાબિત થયો છે. અપસાઇડ પર 17,450એ મહત્વનો રેઝિસ્ટન્સ હશે અને 17,600-17,800 આગામી રેઝીસ્ટન્સ લેવલ હશે.

ફોરેઇન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટરે (FII) ઇન્ડેક્સ ફ્યુચરમાં 87 ટકા શોર્ટ પોઝિશન્સ સાથે ઓક્ટોબર સિરીઝની શરૂઆત કરી હતી, જે અત્યંત ઓવરસોલ્ડ વિસ્તાર છે. તેનો અર્થ એવો પણ થાય છે કે માર્કેટ હેજિંગ (Market hedging) છે, જે ડાઉનસાઇડને મર્યાદિત કરશે અને શોર્ટ કવરિંગ રેલી માટે અવકાશ હશે. બેન્ક નિફ્ટી તેની 50-દિવસની મૂવિંગ એવરેજ (38,994)થી ઉપર બંધ થઇ શકે છે અને તે તેના 20-DMA તરફ આગળ વધી શકે છે, જે 39,700ના લેવલની આસપાસ છે. ડાઉનસાઇડ પર 38,500 મજબૂત સપોર્ટ લેવલ તરીકે કામ કરશે.

આ પણ વાંચોઃ રોકાણકારો પોઝિટિવ, દરેક કેટેગરીમાં ઓવરસબ્સક્રાઈબ, ગ્રે માર્કેટમાં પણ મજબૂત સંકેત 

આગામી 2-3 સપ્તાહ માટે બાય કોલ્સ (BUY Calls for Next 2-3 Weeks)

અપાર ઇન્ડસ્ટ્રીઝ: બાય | LTP: રૂ. 1,435.55 | સ્ટોપ-લોસ: રૂ. 1,300 | ટાર્ગેટ: રૂ. 1,600 | રીટર્ન: 11 ટકા


બજાર મજબૂત બુલિશ મોમેન્ટમમાં છે, તે બુલિશ ફ્લેગ ફોર્મેશનના બ્રેકઆઉટ સાથે ટૂંકાગાળાના કોન્સોલિડેશનમાંથી બહાર આવી રહ્યું છે. તેમાં એક નવો એક્સાન્સન ફેઝ દેખાઇ રહ્યો છે, જેમાં નજીકનો ટાર્ગેટ રૂ. 1,600 છે.

ડાઉનસાઇડ પર રૂ. 1335એ સપોર્ટ લેવલ છે. આરએસઆઈ અને એમએસીડી બંનેમાં સકારાત્મક ક્રોસઓવર જોઈ શકાય છે અને તે ઓવરબૉટ થાય તે પહેલાં હજુ પણ વધુ ઉપર જઇ શકે છે.

આ પણ વાંચોઃ એક્સપર્ટ્સને આ 5 શેર્સમાં દેખાયો 50 ટકા સુધીની કમાણીનો મોકો, રોકાણની આપી સલાહ

કેમ્પસ એક્ટિવવેર: બાય | LTP: રૂ. 596.25 | સ્ટોપ-લોસ: રૂ. 560 | ટાર્ગેટ: રૂ. 666 | રીટર્ન: 12 ટકા


કાઉન્ટર 20-DMA પર તાત્કાલિક આધાર સાથે ક્લાસિકલ અપસ્લોપિંગ ચેનલ ફોર્મેશનમાં આગળ વધી રહ્યું છે. તે તાજેતરના પુલબેક દરમિયાન 20-DMA પર બુલિશ પિન બાર કેન્ડલસ્ટિક પેટર્નની સાક્ષી હતી. રૂ. 616ની હાઇ અગાઉની સ્વિંગ અવરોધક છે. આના ઉપર રૂ. 666ના સ્તર તરફ રેલીની અપેક્ષા રાખી શકીએ છીએ.

ડાઉનસાઇડ પર 20-દિવસની મૂવિંગ એવરેજ (DMA) મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે, જે હાલમાં રૂ. 555ના સ્તરે છે. RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) એ 55 સપોર્ટ લેવલથી પોઝિટિવ ક્રોસઓવર જોયું છે અને MACD સેન્ટરલાઇનની ઉપર ટ્રેડ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ સંતાનોને વિદેશમાં ભણાવવા છે? આ રહ્યો ફુલપ્રુફ પ્લાન ક્યારેય રુપિયાની તંગી નહીં નડે

લેમન ટ્રી હોટેલ્સ: બાય | LTP: રૂ. 91.1 | સ્ટોપ-લોસ: રૂ. 84 | ટાર્ગેટ: રૂ. 106 | રીટર્ન: 16 ટકા


કાઉન્ટર મજબૂત અપટ્રેન્ડમાં છે અને બુલિશ ફ્લેગ ફોર્મેશનનો બ્રેકઆઉટ જોઈ રહ્યા છીએ. તે ઓલ-ઇમ્પોર્ટન્ટની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને 20-DMA સપોર્ટ પૂરો પાડે છે. સાપ્તાહિક સમયમર્યાદા પર તે રૂ. 90ના મલ્ટી-મન્થ રિઝીસ્ટન્સની ઉપર બંધ થયો હતો. જે ફ્રેશ એક્સ્પાન્સન ફેઝ તરફ દોરી શકે છે. મોમેન્ટમ ઈન્ડિકેટર્સ વર્તમાન મોમેન્ટમને ટેકો આપવા માટે પોઝીટીવ રીતે તૈયાર છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Investment tips, Share market, Stock market Tips

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन