મધના બિઝનેસમાં મહિને કરો રૂપિયા 1 લાખ સુધીની કમાણી, સરકાર પણ કરશે આર્થિક મદદ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

જો તમે તમારો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક શાનદાર અવસર છે. તમે હની હાઉસ અને હની પ્રોસેસિંગ પ્લાન્ટ (Honey procession plant) લગાવી શકો છો.

  • Share this:
મુંબઈ: કેન્દ્ર સરકાર સતત ગ્રામીણ ઉદ્યોગોનું ટર્નઓવર વધારવા પર ભાર મૂકી રહી છે. જે અંતર્ગત ગત ગુરૂવારે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી (Nitin Gadkari)એ પણ એક ઇવેન્ટમાં કહ્યું કે, સરકાર ખાદીની સાથે અન્ય ગ્રામીણ ઉદ્યોગોને વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, રેસ્ટોરન્ટ, એરલાઇન્સ અને હોટલ્સમાં પીરસવામાં આવતી ચામાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ (Honey business) વધારવા પર વિચાર કરી રહ્યા છીએ. જો સરકાર તેના આ પ્લાનને અમલમાં મૂકશે તો મધની માંગ જરૂર વધશે. જેને ધ્યાનમાં રાખીને આજે અમે તમને મધના બિઝનેસ વિશે જણાવશું. અમે તમને જણાવશું કે, તમે આ બિઝનેસ કઇ રીતે સેટ કરી શકો છો અને કઇ રીતે કમાણી કરી શકો છો.

મધનો બિઝનેસ શરૂ કરવાનો ઉત્તમ અવસર

આપને જણાવી દઇએ કે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે (KVIC) છેલ્લા બે વર્ષથી પણ ઓછા સમયમાં દેશમાં ખેડૂતો અને બેરોજગાર યુવાનોને મધમાખી પાળવા માટે એક લાખથી વધુ બોક્સ આપ્યા છે. આયોગે આ હની મિશન અંતર્ગત કર્યુ છે. જો તમે તમારો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક શાનદાર અવસર છે. તમે હની હાઉસ અને હની પ્રોસેસિંગ પ્લાન્ટ (Honey procession plant) લગાવી શકો છો.

આ પણ વાંચો: આવતીકાલે (ચોથી ઓગસ્ટ) એક સાથે ખુલશે ચાર IPO, બેંક બેલેન્સ રાખો તૈયાર!

મીણ અને પોલથી પણ થશે કમાણી

થોડા દિવસ પહેલા ખાદી ગ્રામોદ્યોગ વિભાગે હની મિશન યોજના શરૂ કરી છે. તેના દ્વારા જો કોઇ ખેડૂત વધુ પૈસા કમાવવા ઇચ્છે છે તો આ બિઝનેસ શરૂ કરીને વધુ કમાણી કરી શકે છે. લોકો હની મિશન અંતર્ગત મધમાખી પાલન કરી વધુ કમાણી કરી શકે છે. હવે તેવી ટેક્નિક આવી છે કે તેના દ્વારા મધ કાઢતી સમયે મધમાખીઓ મરતી નથી. મીણ અને પોલન પણ બને છે. તેનાથી ન માત્ર ખેડૂત પરંતુ બેરોજગાર યુવાનો પણ તેને રોજગારી તરીકે અપનાવી રહ્યા છે.

આ પણ વાંચો: પરિવારમાં સભ્યોની સંખ્યા વધે ત્યારે આ રીતે વધારો વીમા કવચ અને મૂડી રોકાણનો વ્યાપ

સરકાર પણ કરશે મદદ

જો તમે આ યોજના અંતર્ગત હની પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવા માંગો છો તો કમીશન દ્વારા તમને 65 ટકા લોન આપવામાં આવે છે અને ખાદી ગ્રામોદ્યોગ તમને 25 ટકા સબસીડી પણ આપશે. એટલે તમારે માત્ર 10 ટકા પૈસા લગાવવાના રહેશે.

આ પણ વાંચો: શું છે e-RUPI, કેવી રીતે કરશે કામ? જાણો તમને મૂંઝવતા તમામ સવાલના જવાબ

મળશે 16 લાખ રૂપિયાની લોન

કેવીઆઇસીનું કહેવું છે કે જો તમે વાર્ષિક 20 હજાર કિલોગ્રામ મધ તૈયાર કરી શકો છો, જેની કિંમત 250 રૂપિયા પ્રતિ કિગ્રા છે, તેમાંથી 4 ટકા વર્કિંગ લોસ પણ સામેલ કરવામાં આવે તો તમારું વાર્ષિક વેચાણ 48 લાખ રૂપિયાનું થશે. તેમાં તમામ ખર્ચાઓ જે લગભગ 34.15 લાખ રૂપિયા હશે તેને બાદ કરી દેવામાં આવે તો તમે વાર્ષિક લગભગ 13.85 લાખની કમાણી કરશો. એટલે કે તમે દર મહિને 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published: