મધમાખી ઉછેર ઉપર સરકાર આપે છે 100% સુધીની સહાય, યોજનાઓ જાણીને શરૂ કરી શકો છો Startup

મધમાખી ઉછેરના વ્યવસાય દ્વારા મધ અને મીણએ બે મહત્વની ઉપજો તથા મધમાખીના ડંખનું ઝેર, રોયલ જેલી, પ્રોપોલીસ અને પરાગરજ જેવી અન્ય ઉપજો પ્રાપ્ત થાય છે.

મધમાખી ઉછેરના વ્યવસાય દ્વારા મધ અને મીણએ બે મહત્વની ઉપજો તથા મધમાખીના ડંખનું ઝેર, રોયલ જેલી, પ્રોપોલીસ અને પરાગરજ જેવી અન્ય ઉપજો પ્રાપ્ત થાય છે.

  • Share this:
    ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) કોરોના મહામારીને કારણે અનેક લોકોએ રોજગારી (Emloyment) ગુમાવી છે. ત્યારે લોકો વિવિધ પ્રકારનાં ધંધાઓ અજમાવી રહ્યાં છે. ત્યારે આપણે આજે એક એવા ધંધા અંગે વાત કરવાના છે જેમાટે સરકાર પણ સહાયતા (Government help in Bussiness startup) કરે છે. આ ધંધો છે મધમાખી ઉછેર. ભારત મુળભૂત રીતે એક કૃષિ પ્રધાન અને વિવિધ વનસ્પતિની દ્રષ્ટિએ સમૃધ્ધ દેશ છે.

    અહીં લોકો ખેતી તથા તેના પર આધારીત ઉદ્યોગો ઉપર નભે છે. ખેતી આધારીત ઉદ્યોગો જેવા કે ડેરી, મત્સ્ય ઉદ્યોગો, મરઘા પાલન, રેશમના કીડા ઉછેર તથા મધમાખી ઉછેરનો સમાવેશ થાય છે. આ બધા ઉદ્યોગોમાં મધમાખી ઉછેર એ ખૂબ જ અગત્યનો ખેતી આધારીત ઉદ્યોગ છે. એક અહેવાલ પ્રમાણે કહેવામાં આવે છે કે, ભારત દેશ 1200 લાખ મધપૂડા ઉછેરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દેશનાં 60 લાખ લોકોને આજીવિકા મળી રહે તેમ છે. વૈજ્ઞાનીક પધ્ધતિથી જો મધમાખીનો ઉછેર કરવામાં આવે તો 12 લાખ ટન મધ ઉત્પાદન કરી શકાય તેમ છે.

    SBI Recruitment 2021: ગુજરાત સહિત અન્ય રાજ્યમાં 6 હજારથી વધુ નોકરીઓ, આ રીતે કરો આજે જ અરજી

    જંગલમાંથી મધ એકત્ર કરવાની પધ્ધતિ ઘણા સમયથી ચાલતી આવી છે. મધ અને તેના ઉત્પાદનની વધતી જતી માંગને કારણે મધમાખી ઉછેર એક અલાયદા વ્યવસાય તરીકે આગળ આવી રહ્યો છે. મધમાખી ઉછેરના વ્યવસાય દ્વારા મધ અને મીણએ બે મહત્વની ઉપજો તથા મધમાખીના ડંખનું ઝેર, રોયલ જેલી, પ્રોપોલીસ અને પરાગરજ જેવી અન્ય ઉપજો પ્રાપ્ત થાય છે. તો આજે આપણે મઘમાખી ઉછેર માટે સરકાર દ્વારા કેવી કેવી સહાય આપવામાં આવે છે તેની પર એક નજર કરીએ.

    ન્યૂકલીઅસ સ્ટોકના ઉત્પાદન માટે (જાહેર ક્ષેત્ર માટે)

    -યુનિટ કોસ્ટ- રૂ.૨૦.૦૦ લાખ
    -જાહેરક્ષેત્રે ખર્ચના ૧૦૦% સહાય
    -એક જ વાર- MIDH ગાઇડલાઇન મુજબ
    -યોજનાનું નામ- એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

    અમદાવાદની આ મહિલાઓ કચરામાંથી કમાણી કરી બને છે આત્મનિર્ભર

    બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે

    -યુનિટ કોસ્ટ- રૂ.૧૦.૦૦ લાખ-ખર્ચના ૪૦% કે જે ઓછામાં ઓછા ૨૦૦૦ કોલોની/વર્ષ ઉત્પાદન કરે-એક જ વાર
    -MIDH ગાઇડલાઇન મુજબ
    -રાજય સરકારની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય
    .-યોજનાનું નામ- એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

    મધમાખી સમૂહ (કોલોની)

    -યુનિટ કોસ્ટ- રૂ.૨૦૦૦ / ૮ ફ્રેમની કોલોની માટે-ખર્ચના ૪૦% સહાય-૫૦ કોલોની / લાભાર્થી સુધીની મર્યાદા-એક જ વાર
    -MIDH ગાઇડલાઇન મુજબ
    -રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય
    .-યોજનાનું નામ- એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

    મોદી મંત્રીમંડળનાં સંભવિત વિસ્તરણમાં ગુજરાતના નેતાઓનો લાગી શકે છે નંબર, ચર્ચામાં આ નામ છે મોખરે

    મધમાખી હાઇવ

    -યુનિટ કોસ્ટ- રૂ.૨૦૦૦/ હાઇવ-ખર્ચના ૪૦% સહાય-૫૦ કોલોની / લાભાર્થી સુધીની મર્યાદા
    -એક જ વાર-MIDH ગાઇડલાઇન મુજબ
    -રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
    -યોજનાનું નામ- એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

    હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે

    -યુનિટ કોસ્ટ- રૂ.૨૦૦૦૦/ સેટ-ખર્ચના ૪૦% સહાય-એક સેટ/લાભાર્થી સુધીની મર્યાદા-એક જ વાર
    -MIDH ગાઇડલાઇન મુજબ
    -રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
    -યોજનાનું નામ- એચ.આર.ટી – ૨, 3, ૪, ૯, ૧૩,૧૪
    Published by:Kaushal Pancholi
    First published: