નવી દિલ્હી: હોન્ડા ભારતમાં એક્ટિવા સ્કૂટરની સાથે પોતાની સફળતાનો આનંદ લઇ રહી છે. હોન્ડા એક્ટિવા વર્તમાનમાં સૌથી વધુ વેચાનાર સ્કૂટર છે અને તેનું કંપનીના વેચાણમાં 50 ટકાથી વધુનું યોગદાન છે. હોન્ડા એક્ટિવા માસિક વેચાણમાં ટૉપ-10 સ્કૂટરોની યાદીમાં ટૉપ પર રહે છે. ત્યાં જ તાજેતરમાં કંપનીએ એક્ટિવા 6G નું એચ-સ્માર્ટ વેરિયન્ટ લોંન્ચ કર્યું હતું. 2023 હોન્ડા એક્ટિવા રેંજ કુલ 3 વેરિયન્ટમાં ઉપલબ્ઘ છે અને માત્ર ટૉપ સ્પેક મોડલમાં સ્માર્ટ ચાવીનું ફિચર મળે છે. જેમા થ્રી સ્ટેપ એડજસ્ટેબલ રિયર સસ્પેંશન પણ છે.
ત્યાં જ મોટરસાઇકલ રેંજની વાત કરીએ તો આ સેગમેન્ટમાં હીરો સ્પ્લેન્ડરનો દબદબો રહ્યો છે. હીરો સ્પ્લેન્ડર રેંજ સાથે, હીરો ગ્રામીણ ગ્રાહકો વચ્ચે પણ ખુબ જ લોકપ્રિય છે. આ એવું સ્થાન છે જ્યાં હોન્ડા એક મજબૂત પથને આગળ વધારવાની યોજના બનાવી રહ્યું છે. હોન્ડા ભારતમાં 15 માર્ચે એક નવી 100 સીસી મોટરસાઇકલને લોંચ કરવા જઇ રહી છે. જે સીધી રીતે હીરો સ્પ્લેન્ડર સાથે મુકાબલો કરશે.
Bringing the trust of Honda to your home in just a few more days. Stay tuned for the new Honda Ki Sau.
— Andrew | SuperNormal (🍯) (@AndrewChol5) March 3, 2023
વર્તમાનમાં કંપનીના પોર્ટફોલિયોમાં સીડી 110 ડ્રીમ સૌથી સસ્તી લોકપ્રિય બાઇક છે અને તેની કિંમત 71,113 રૂપિયા છે. તે પોતાનું 110 સીસી એન્જીન લીવો સાથે શેર કરે છે. આ એન્જીન 7,500 આરપીએમ 8.7 બીએચપીનો પાવર અને 5,500 આરપીએમ પર 9.3 એનએમનો ટૉર્ક આપે છે. ડોન્ડા સીડી 100ને સ્પ્લેન્ડર પ્લસની નજીક સ્થિત કરાયું છે અને આગામી મોડલની કિંમત ઓછી અને વધુ ઈંધણ-કુશળ પાવરટ્રેનની સાથે જનતાને આકર્ષિ શકે છે.
ત્યાં જ પોર્ટફોલિયોમાં તેમની ઉપર Honda Shine અને SP 125 છે જે 125cc એન્જિન સાથે આવે છે. જો કે તેનો કટ્ટર હરીફ હીરો 100cc પ્લેટફોર્મ (97.2cc) ઓફર કરે છે. આ એન્જિન HF Deluxe અને Splendor Plus સાથે આપવામાં આવે છે, જે દેશમાં સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ છે.
હોન્ડાએ આજે ભારતીય બજાર માટે તેની આગામી 100cc મોટરસાઇકલનું પ્રથમ સત્તાવાર ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં અભિનેતા જિમી શેરગિલને ગ્રામીણ ફેર સેટઅપમાં દર્શાવવામાં આવ્યો છે, જે એ હકીકતને હાઇલાઇટ કરે છે કે હોન્ડા ગ્રામીણ સેગમેન્ટમાં આ નવી મોટરસાઇકલને ટાર્ગેટ કરવા જઇ રહી છે.
100 cc કમ્યુટર તેના બજાર હિસ્સાને વધુ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અટકળો સૂચવે છે કે TVS Ntorq 125 જેવા સ્પોર્ટી સ્કૂટરને ટક્કર આપવા માટે Honda એક નવું 125cc સ્કૂટર વિકસાવી રહી છે. કંપની નજીકના ભવિષ્યમાં Royal Enfield 350 cc મોટરસાઇકલ સાથે સ્પર્ધા કરવા માટે તેના 350 cc પોર્ટફોલિયોને પણ વિસ્તારશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર