Home /News /business /

Hondaની બાઇક સાથે તહેવારની સિઝનમાં મળશે 43,000 રૂપિયાનું ઇનામ, ફટાફટ ઉઠાવો લાભ

Hondaની બાઇક સાથે તહેવારની સિઝનમાં મળશે 43,000 રૂપિયાનું ઇનામ, ફટાફટ ઉઠાવો લાભ

હોન્ડાની આ બાઇક સાથે 43 હજાર રૂપિયાનું ઇનામ.

Honda H’ness CB-350, Honda Motorcycle લૉંચ થયા બાદ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે પોતાની બિગવિંગ રેન્જ ડિલરશીપનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે.

    નવી દિલ્હી: તાજેતરમાં Honda H’ness CB-350, Honda Motorcycle લૉંચ થયા બાદ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમેટેડે પોતાની BigWing રેન્જ ડીલરશીપનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે. જાપાનની આ ઑટોમોબાઇલ કંપનીએ મુંબઈ અને બેંગલુરુમાં પોતાના બે નવા સ્ટોર શરૂ કર્યા છે. આ ઉપરાંત હોન્ડાએ H'ness CB 350 પર ઑફર આપવાની જાહેરાત કરી છે. HBS-CB-350 માટે જાહેર કરવામાં આવેલા એક પ્રસ્તાવ પ્રમાણે Honda 2Wheelers India એ રિટેલ ફાઇનાન્સ ડીલ માટે ICICI બેંક સાથે ભાગીદારી કરી છે. જેમાં મર્યાદિત સમય માટે ગ્રાહકોને વાહનોના ઑન-રોડ મૂલ્યના 100 ટકા સુધી ફાઇનાન્સ આપવામાં આવશે. આ ઉપરાંત વ્યાજદર 5.6 ટકાથી શરૂ થાય છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તમામ વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવે તો 43,000 રૂપિયા સુધીની બચત થાય છે. આ ઉપરાંત 4,999 રૂપિયાથી EMIની સુવિધા આપવામાં આવે છે.

    તાજેતરમાં લૉંચ કરવામાં આવેલી ડીલરશિપ પર કંપનીનું કહેવું છે કે Honda BigWing Topline હોન્ડાના પ્રીમિયમ મોટરસાઇકલ ગ્રાહકોને પશ્ચિમ અને દક્ષિણમાં એક અલગ જ અનુભવ આપશે. જેમાં ગત વર્ષે હરિયાણાના ગુરુગ્રામમાં લૉંચ BigWing Topline સામેલ છે.

    આ પણ વાંચો: 

    43 હજાર રૂપિયાની છૂટથી તહેવારોમાં ઉત્સાહ વધ્યો

    હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગ ડાયરેક્ટર યાદવેન્દ્રસિંહ ગુલેરિયાનું કહેવું છે કે સપ્ટેમ્બરમાં અમારી નવી મોટરસાઇકલ H’ness CB-350એ મધ્યમ કદની મોટરસાઇકલ સવારો માટે નવો ઉત્સાહ રજૂ કર્યો છે. આ અંગે અમને શરૂઆતથી જ સારી પ્રતિક્રિયા મળી રહી છે. અમારું નવું પગલું હકીકતમાં એક નવો જ અનુભવ આપવા માટે BigWingનો વિસ્તાર કરવાનું છે. જેમ જેમ તહેવાર નજીક આવી રહ્યા છે તેમ તેમ 43 હજાર રૂપિયા સુધીના લાભ અંગે ઉત્સાહ વધી રહ્યો છે.

    આ પણ જુઓ-

    હોન્ડાના પ્રીમિયમ મોટરસાઇકલને રિટેલ અને ટૉપ મેટ્રો શહેરમાં BigWing Topline અને અન્ય ડિમાન્ડ વાળા સેન્ટરોમાં Big Wing લીડ કરે છે. Marquee Honda BigWing Toplineમાં હોન્ડાની તમામ પ્રીમિયમ મોટરસાઇકલ સામેલ થશે, જેમાં H’ness CB-350, 2020 CBR1000RR-R Fireblade, 2020 CBR1000RR-R Fireblade SP અને 2020ની ટ્વીન એડવેન્ચર ટૂરર સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bike, Bonus, Discount, Festival, Honda

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन