ઑટો ઇન્ડસ્ટ્રી (Auto Industry) ભારે મંદીનો સામનો કરી રહી છે અને તેની પાછળ સૌથી મોટું કારણ ગાડીઓની ઘટી રહેલી ડિમાન્ડ કહેવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને આકર્ષવા માટે કાર કંપનીઓ લાખો રૂપિયાનું ડિસ્કાઉન્ટર (Discount) આપી રહી છે. સાથોસાથ અનેક લોભામણી ઓફર્સ પણ આપી રહી છે. વેચાણ વધારવા માટે હોન્ડા (Honda) કંપની પણ પોતાની ગાડીઓ પર એક્સટેન્ડેડ વૉરંટી, ઇન્શ્યોરન્સ અને એસેસરીઝથી લઈને ચાર લાખ રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Honda Amaze
કોમ્પેક્ટ સિડાન સેગમેન્ટ હોન્ડાની વધુ એક પોપ્યુલર કાર Honda Amaze પર ડીલર્સ 53 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટર આપી રહ્યા છે. તેમાં મેન્ટેનન્સ પ્રોગ્રામ્સ અને એક્સટેન્ડેડ વૉરંટી સામેલ છે. અમેઝ આપને 1.2 પેટ્રોલ અને 1.5 ડીઝલ એન્જિનમાં મળે છે.
Honda City
આ કાર હોન્ડાની સૌથી વધુ વેચાતી ગાડીઓ પૈકીની એક છે અને આજે પણ તે મિડસાઇઝ સિડાન સેગમેન્ટની સૌથી પોપ્યુલર ગાડીઓમાં સામેલ છે. Honda Cityના ટોપ એન્ડ વેરિઅન્ડ પર આપને 70 હજાર રૂપિયા સુધીનો લાભ મળી શકે છે.
Honda WR-V
Honda WR-V પર 55 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે આ કારના તમામ વેરિઅન્ટ્સ પર છૂટ મેળવી શકો છો. આ કાર દેખાવમાં ઘણી આકર્ષક લાગે છે અને SUV જેવી ફીલ આપે છે.
હાલમાં લોન્ચ થયેલી લક્ઝરી કાર Honda Civic ઉપર પણ કંપની 85 હજાર રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. સિવિક હાલ માર્કેટમાં Hyundai Elantra અને Skoda Octaviaને જોરદાર ટક્કર આપી રહી છે.
Honda-BRV
હોન્ડાની વધુ એક મોટી કાર Honda-BRV ઉપર પણ શાનદાર ઓફર્સ મળી રહી છે. આ કારને કોમ્પટીટિવ પ્રાઇસ પર લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ આ 7-સીટર કાર SUVને બદલે MPVની ફીલ વધુ આપે છે, જે તેની ડિમાન્ડ ઘટવાનું મોટું કારણ હોઈ શકે છે. આ કારના તમામ વેરિઅન્ટ્સ પર કંપની 1.20 લાખ રૂપિયા સુધીના લાભ આપી રહી છે.
Honda CR-V
ફિફ્થ જનરેશન Honda CR-V ભારતમાં ગયા વર્ષે લોન્ચ થઈ હતી. પરંતુ આ કારની ડિમાન્ડ ઝડપથી ઘટી છે, જેના કારણે કંપની તેની પર ચાર લાખ રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ આપી રહી છે. Honda CR-V 1.6 લીટર અને 2.0 લીટર એન્જિનની સાથે આવે છે, જે ક્રમશ: 120hp અને 154 hpનો પાવર આપે છે.