આ દિવાળીએ 6 આકર્ષક ઓફર્સની સાથે ઘરે લઈ આવો Honda Activa

આ દિવાળીએ 6 આકર્ષક ઓફર્સની સાથે ઘરે લઈ આવો Honda Activa
Honda Activa ખરીદવા પર તમે 11 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો

Honda Activa ખરીદવા પર તમે 11 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો

 • Share this:
  નવી દિલ્હીઃ બજાજ બાદ સ્કૂટર સેગમેન્ટમાં પોતાની અલગ ઓળખ ઊભી કરનારી હોન્ડા એક્ટિવા (Honda Activa)ને તમે આ દિવાળી આકર્ષક ઓફર (Diwali Offer) પર ખરીદી શકો છો. હોન્ડાએ કસ્ટમર માટે દિવાળી (Diwali 2020)ને ખાસ બનાવવા માટે પોતાની સૌથી પસંદગી પામેલા સ્કૂટર પર 6 આકર્ષક ઓફરની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, હોન્ડા એક્ટિવા દેશમાં સૌથી વધુ વેચાતું ટૂ-વ્હીલર વાહન છે. એક્ટિવાએ નવી સિદ્ધિ 2018માં 2 કરોડ યૂનિટ સેલ કરવાની સાથે જ મેળવી હતી. આવો હવે જાણીએ હોન્ડાની એ આકર્ષક ઓફર જે આ દિવાળીએ મળવાની છે...

  11 હજાર રૂપિયાની બચત- હોન્ડા એક્ટિવા (Honda Activa) ખરીદવા પર તમે 11 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ બચત કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર એન અન્ય ઓફર મેળવીને મળશે.  આ પણ વાંચો, દિવાળી પહેલા બનો લખપતિ, આ 1 રૂપિયાની નોટ આપને કરશે માલામાલ!

  100 ટકા સુધીનું ફાઇનાન્સ- આ દિવાળી તમે હોન્ડા એક્ટિવા (Honda Activa)ને 100 ટકા ફાઇનાન્સ કરી ઘરે લઈ આવી શકો છો. તેના માટે આપને માત્ર આરટીઓ, ઇન્સ્યોરન્સ અને પ્રોસેસિંગ ફી આપવી પડશે.

  આ પણ વાંચો, TVS Apache RTR 200 4V: TVSએ લૉન્ચ કરી દમદાર બાઇક, નવા રાઇડિંગ મોડ્સ અને હાઇટેક ફીચર્સથી સજ્જ

  7.99 ટકાના પ્રારંભિક વ્યાજ પર ફાઇનાન્સ- હોન્ડા એક્ટિવા (Honda Activaને તમે 7.99 ટકાના પ્રારંભિક વ્યાજ દર પર ખરીદી શકો છો.

  50 ટકા EMI ઓફર- આ ઓફરમાં કંપની તરફથી શરૂઆતના 3 મહિના માટે 50 ટકા EMIની ઓફર આપવામાં આવી રહી છે.

  ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર કેશબેક ઓફર- જો તમે હોન્ડા એક્ટિવા (Honda Activa)ની ચૂકવણી ક્રેડિટ (Credit Card) કે ડેબિટ કાર્ડ (Debit Card)થી કરો છો તો તમને 5 હજાર રૂપિયા સુધીનું કેશબેક મળશે.

  આ પણ વાંચો, દિવાળી પહેલા Tata Motorsની આ કારો પર મળી રહ્યું છે 65 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

  Paytm ઓફર- આ ઓફરમાં જો તમે હોન્ડા એક્ટિવા (Honda Activa)ની ચૂકવણી પેટીએમ (paytm)ના માધ્યમથી કરો છો તો આપને 7500 રૂપિયા સુધીનું કેશબેક મળશે.
  Published by:Mrunal Bhojak
  First published:November 06, 2020, 11:23 am