નવી દિલ્હીઃ દેશના સૌથી વેચાતા સ્કૂટર Honda Activaના 6G વર્જનને કંપની ડિસેમ્બરમાં કેશબેક સ્કીમની સાથે ઉપલબ્ધ કરાવી રહી છે. એટલે કે તમે આ સ્કૂટરને ડિસેમ્બરમાં ખરીદશો તો 5,000 રૂપિયા સુધીના કેશબેકનો ફાયદો ઉઠાવી શકો છો. જો તમે ક્રિસમસ કે નવા વર્ષ પર શાનદાર સ્કૂટર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ તમારા માટે સારી ડીલ હોઈ શકે છે. નોંધનીય છે કે ભારતમાં એક્ટિવા એક ટૉપ સેલિંગ સ્કૂટર છે જે વર્ષોથી લોકોની પહેલી પસંદ રહી છે.
આ ઓફર માત્ર સ્કૂટરને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે માસિક હપ્તાની રીતે ખરીદવા પર મળી રહી છે. આ ઉપરાંત કંપની આ સ્કીમ હેઠળ સરળતાથી સ્કૂટરને ફાઇનાન્સ કરવાની પણ સુવિધા આપી રહી છે. Honda Activa લાંબા સમયથી દેશભરમાં પોતાના શાનદાર પ્રદર્શનના કારણે પ્રચલિત છે. હાલમાં કંપનીએ તેનું છઠ્ઠું જનરેશન મૉડલને અહીંના બજારમાં રજૂ કર્યું છે.
Hondaએ લૉન્ચ કર્યું Activa 6Gનું Anniversary Edition
Hondaએ 20 વર્ષ પૂરા થવાની ઉજવણી કરવા માટે Honda Activa 6Gનું સ્પેશલ એડિશન લૉન્ચ કર્યું છે. સતત વધતી પ્રતિસ્પર્ધા છતાં એક્ટિવા ટૉપ પોઝીશન પર કાયમ છે. ત્યાં સુધી કે અનેક વર્ષોથી આ કંપનીનું ટૉપ સેલિંગ સ્કૂટર છે જેને ગ્રાહક જબરદસ્ત રિસ્પોન્સ આપી રહ્યા છે.
Honda Activa 6G બે વેરીયન્ટ- સ્ટાન્ડર્ડ અને ડીએલએક્સમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 66,816 રૂપિયા અને 68,316 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. સ્પેશલ એડિશન હોન્ડા એક્ટિવા 6G એક નવી કલર સ્કીમમાં ઉપલબ્ધ છે જેને મેટ મેચ્યોર બ્રાઉન કહેવામાં આવે છે. તેમાં કલર-મેચ્ડ ગ્રેબ રેલ્સ, એમ્બોસ 20મી એનીવર્સરી લોગો, ગોલ્ડન એક્ટિવા લોગો અને બોડીવર્ક પર સિલ્વર સ્ટ્રાઇપ્સ પણ મળે છે.
Honda Activa 6G 20 સ્પેશલ એડિશનમાં આપને ફુલ-એલઇડી હેડલેમ્પ (DLX વેરિયન્ટ), એક ફ્યૂઅલ ફિલર કેપ અને એનાલોગ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યા છે. આ સ્પેશલ એડિશનમાં હાલના એક્ટિવા 6G વાળું જ 110cc ફ્યૂઅલ-ઇન્જેક્શન એન્જિન લગાવવામાં આવ્યું છે જે 7.38bhpનો મેક્સિમમ પાવર અને 8.79Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર