નવી દિલ્હી. હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ પોતાના Activa 125 સ્કૂટર પર 3,500 રૂપિયાના કેશબેક (Cash back Offer)ની જાહેરાત કરી છે. હોન્ડાના જણાવ્યા અનુસાર આ ઓફર 30 જૂન સુધી લાગુ રહેશે. બીજી તરફ, આ ઓફરમાં હોન્ડા (Honda)એ કેટલીક શરતો પણ રાખી છે. જેમાં આ ઓફર આપને SBI Credit Cardથી ચૂકવણી કરતો જ મળશે. બીજી તરફ, આ ઓફરનો તમે ફાયદો ઉઠાવવા માંગો છો અને EMI પર હોન્ડા એક્ટિવા (Honda Activa 125) ખરીદવા માંગો છો તો આપને ઓછામાં ઓછું 40 હજાર રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. ત્યારબાદ જ તમે કેશબેક ઓફરનો ફાયદો ઉઠાવી શકશો.
Honda Activa 125ની કિંમત- હોન્ડા એક્ટિવા 125 ત્રણ વેરિયન્ટમાં મળે છે. જેમાં Standard, Alloy અને Deluxe વેરિયન્ટ સામેલ છે. હોન્ડા એક્ટિવાના એન્ટ્રી લેવલ Standard વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત 71,674 રૂપિયા છે. બીજી તરફ, Alloy model અને Deluxeની કિંમત 75,242 રૂપિયા અને 78,797 રૂપિયા છે.
Avail 5% Cashback on SBI Credit Card EMI* on the purchase of Honda Activa 125! Now enjoy exciting offers as you welcome home your favourite Honda 2Wheeler. To book online now, please visit https://t.co/CZHlogC4e8. (*T&C apply) #Activa125pic.twitter.com/0sBJhgJaaq
Honda Activa 125ના ફીચર્સ- કંપનીએ આ સ્કૂટરમાં સાઇલન્ટ સ્ટાર્ટ ACG સ્ટાર્ટર મોટરનો ઉપયોગ કર્યો છે. આ સ્કૂટરમાં LED હેડલાઇટ્સની સાથે સેમી ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટર કલસ્ટર આપવામાં આવ્યું છે. તેનાથી સેમી ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટર કલસ્ટરમાં ઓટો મીટર, ફ્યૂઅલ ગેઝ અને સ્પીડોમીટર જેવી જાણકારી જોવા મળે છે. સ્કૂટરનું કુલ વજન 107 કિલોગ્રામ છે. તેમાં કંપનીએ 5.3 લીટરની ક્ષમતાનું ફ્યૂઅલ ટેન્ક આપે છે.
Honda Activa 125નું એન્જિન- આ સ્કૂટર (Honda Activa 125)માં કંપનીએ 109.51 ccની ક્ષમતાનું સિંગલ સિલિન્ડર યુક્ત એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 8.79Nmના ટોર્ક અને 7.79PSનો પાવર જનરેટ કરે છે. પાવરના મુકાબલામાં આ સ્કૂટર BS4 મોડલથી થોડું ઓછું છે પરંતુ કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 10 ટકાની વધારાની માઇલેજ પ્રદાન કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર