મુંબઈની પ્રોપર્ટી બ્રોકરેજ ફર્મ Homesfy Realtyનો IPO આજે લોન્ચ થયો છે. કંપનીએ આજે શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. રોકાણકારોને પહેલા જ દિવસે 46 ટકાનો ફાયદો થયો છે. તેવામાં હવે આગળ શું કરવું?
ભારતીય શેર બજારો માટે 2022નું વર્ષ વોલેટાઈલ રહેવા છતાં વૈશ્વિક બજારોની તુલનાએ આકર્ષક રહ્યું હતું. મુંબઈની પ્રોપર્ટી બ્રોકરેજ ફર્મ Homesfy Realty આજે શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે. આ કંપનીનો શેર NSE, SME પર લિસ્ટ થશે. મોટાભાગના રોકાણકારો આજના લિસ્ટિંગ ડેનો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હાલ કંપની ગ્રે માર્કેટમાં સારું પ્રદર્શન કરી રહી છે, તેથી રોકાણકારો માટે આ સારા સમાચાર છે. 21 ડિસેમ્બરના રોજ આ કંપનીનો IPO (Initial public offering) ખુલ્યો હતો.
ગ્રે માર્કેટમાં શુ રેટ ચાલી રહ્યો હતો?
શેરબજારમાં કંઈ કંપનીનું લિસ્ટીંગ થશે, તે ગ્રે માર્કેટની પરિસ્થિતિના આધાર પરથી અંદાજ લગાવી શકાય છે. IPO બ્રોકરના રિપોર્ટ અનુસાર, આજે કંપનીના શેર રૂ. 24ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. લિસ્ટીંગ પહેલા આ એક સારો સંકેત છે. આ ટ્રેન્ડ આજે પણ રહેશે, તો કંપની રૂ. 221 (રૂ. 197 + રૂ. 24) પર લિસ્ટ થઈ શકે છે.
Homesfy Realtyના IPO અંગે જરૂરી માહિતી
IPO સાઈઝ- કંપનીના IPOની સાઈઝ રૂ. 15.86 કરોડ છે.
IPO પ્રાઈસ- રૂ. 197 ફિક્સ્ડ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે.
IPO ઓપનિંગ તારીખ- 21 ડિસેમ્બર, 2022
IPO ક્લોઝિંગ તારીખ- 23 ડિસેમ્બર, 2022
IPO લોટ સાઈઝ- એક રિટેઈલ રોકાણકાર ઓછામાં ઓછું અને વધુમાં વધુ રૂ. 1,18,200નું રોકાણ કરી શકાય છે. એટલે કે, 600થી વધુ શેર ખરીદી શકાશે નહીં.
IPO લિસ્ટીંગ- કંપની NSEમાં લિસ્ટ
કંપનીના શેરનું અલોટમેન્ટ 28 ડિસેમ્બર 2022ના રોજ થયું હતું.
Homesfy Realty કંપની વિશે જાણકારી
Homesfy Realty કંપની રહેઠાણ અને કોમર્શિયલ પર્પઝ માટે રિઅલ એસ્ટેટ ડેવલપર, રિટેઈલ ખરીદદાર, વેચાણકાર અને રોકાણકારોને રિઅલ એસ્ટેટ બ્રોકિંગ સર્વિસ પ્રદાન કરે છે. કંપની નવી સંપત્તિ માટે પણ ડીલ કરે છે. જેમાં રિઅલ એસ્ટેટ ડેવલપર્સને સંપત્તિ વેચવા અને ગ્રાહકોને સંપત્તિ ખરીદવામાં મદદ કરે છે.
કંપની ઈન-હાઉસ સેલ્સ ટીમ અને રેફરલ સેવાઓ માટે mymagnet પર લિસ્ટેડ થયેલ ડાયરેક્ટ સેલિંગ એજન્ટની મદદથી સંપત્તિનું સીધુ વેચાણ કરે છે. આ કંપનીએ મુંબઈ, પુણે, નોઈડા અને બેંગ્લોર આમ, કુલ 4 શહેરોમાં નેટવર્ક સ્થાપિત કર્યું છે અને કુલ 7 ઓફિસ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર