શું તમને મળશે લોનની EMI પર છૂટ! જાણો બેંકો તરફથી જાહેર કરાયેલા નિયમો વિશે

News18 Gujarati
Updated: March 31, 2020, 6:02 PM IST
શું તમને મળશે લોનની EMI પર છૂટ! જાણો બેંકો તરફથી જાહેર કરાયેલા નિયમો વિશે
શું તમને મળશે લોનની EMI પર છૂટ! જાણો બેંકો તરફથી જાહેર કરાયેલા નિયમો વિશે

ગ્રાહકોને રાહત આપવા માટે RBIએ બેંકોને ત્રણ મહિનાની EMIમાં છૂટ આપવા કહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus Impact on India)ના કારણે ભારતમાં થયેલા લોકડાઉન (Lockdown)ના કારણે લોકો ઘરમાં છે. આવા સમયે ગ્રાહકોને  રાહત આપવા માટે RBIએ બેંકોને ત્રણ મહિનાની EMIમાં છૂટ આપવા કહ્યું છે. જેથી બેંકોએ લોનની EMI નહીં આપવાની સુવિધા બધા ગ્રાહકોને આપવાનો નિર્ણય કર્યો છે. એક-એક કરીને બેંકોએ ગાઈડલાઇન જાહેર કરવાનું શરુ કરી દીધું છે. તેના મતે જો તમે માર્ચ મહિનાની EMI આપી ચૂક્યા છો તો ફક્ત બે મહિના સુધી છૂટ મળશે. આ મામલા સાથે જોડાયેલા બધા સવાલોના જવાબ અમે તમને અહીં બતાવી રહ્યા છીએ.

સવાલ - કઈ-કઈ લોન પર લાગુ પડશે?

જવાબ - હાઉસિંગ લોન (Housing Loan)લોન એંગેસ્ટ પ્રોપર્ટી (Loan Against Property)ઓટો લોન (Auto Loan), એજ્યુકેશન લોન (Education Loan), પર્સનલ લોન (Personal Loan).

આ પણ વાંચો - સાવધાન! કોરોના વાયરસને લઈને કોઈને April Fool બનાવ્યા તો જવું પડશે જેલમાં

સવાલ - EMI પર છૂટ મેળવવા માટે બેંકને શું કહેવું પડશે?
જવાબ - આ નિર્ણય બધી લોન લેનાર પર લાગુ પડશે. જો EMI નથી આપવી તો કશું જ કરવાનું નથી. જો EMI આપવા માંગો છો તો બેંકને જાણ કરો-સવાલ - ક્યાંથી ક્યાંથી સુધી છૂટ મળશે?
જવાબ - 1 માર્ચ 2020થી 31 મે 2020 સુધી આવનાર EMIમાં છૂટ મળશે. જો માર્ચમાં EMI આપી ચૂક્યા છો તો બે મહિના એટલે કે એપ્રિલથી મે સુધી છૂટ મળશે.

સવાલ - લોન એકાઉન્ટ પર શું અસર પડશે?
જવાબ - લોનનો ગાળો 3 મહિના વધી જશે. 3 મહિના દરમિયાન થતું વ્યાજ આગળ વસૂલવામાં આવશે. આગળની EMI સાથે વ્યાજને એડજસ્ટ કરવામાં આવશે.

સવાલ - શું મારો સિબિલ સ્કોર ખરાબ થશે?
જવાબ - ક્રેડિટ રેટિંગ પર કોઈ અસર પડશે નહીં

સવાલ - જૂનું બાકી હોય તો શું થશે?
જવાબ - 1 માર્ચ પહેલા કોઈ Default/overdue છે તો ચકાવવું પડશે. જૂની બાકી રકમ ટાળવામાં આવશે નહીં. પૈસા નહીં ભરો તો પેનલ્ટી લાગશે

(લક્ષ્મણ રોય, ઇકોનોમિક પોલિસી એડિટર -CNBC આવાજ)
First published: March 31, 2020, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading