મોદી સરકાર ભારતને વિશાળ Manufacturing Hub બનાવવા કટિબદ્ધ : અમિત શાહ

મોદી સરકાર ભારતને વિશાળ Manufacturing Hub બનાવવા કટિબદ્ધ : અમિત શાહ
ગૃહ મંત્રી અમિત શાહ (ફાઇલ ફોટો)

કૉર્પોરેટ ટૅક્સ ઘટાડવાના અંગે ગૃહ મંત્રીએ કહ્યુ કે, હું વડાપ્રધાન અને નાણા મંત્રીને આવા સાહસિક પગલાં લેવા માટે અભિનંદન આપું છું

 • Share this:
  નવી દિલ્હી : નાણા મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ કૉર્પોરેટ ટૅક્સ (Corporate tax) ઘટાડવાનો પ્રસ્તાવ કર્યો છે. તેની સાથે જ સરકારે મિનિમમ અલ્ટરનેટ ટૅક્સ (MAT)માં પણ રાહત આપી છે. કેન્દ્ર સરકાર (Central Government)ના આ નિર્ણયથી શૅર બજાર (Stock Markets)માં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શૅર બજારમાં ઉછાળાના કારણે રોકાણકારોને 5.82 લાખ કરોડથી વધુનો ફાયદો થયો છે. સરકારના આ નિર્ણયને કેન્દ્રીય ગૃહ મંત્રી (Home Minister) અમિત શાહ (Amit Shah)એ વધાવતાં કહ્યું કે, આ નિર્ણયથી આપણા દેશની કૉર્પોરેટ્સ વિશ્વને ટક્કર આપી શકશે અને આપણા માર્કેટ રોકાણકારોને વધુ આકર્ષી શકશે.

  ગૃહ મંત્રીએ પોતાના પહેલા ટ્વિટમાં કહ્યું કે, કૉર્પોરેટ ટૅક્સમાં છૂટ આપવાની ઘણી લાંબા સમયથી માંગ હતી, જે હવે હકીકત બની ગઈ છે. આ નિર્ણયના કારણે આપણી કૉર્પોરેટ કંપનીએ વિશ્વની અન્ય કંપનીઓને ટક્કર આપી શકશે તથા આપણા માર્કેટ વિદેશી રોકાણકારોને વધુ આકર્ષશે.  આ પણ વાંચો, કંપનીઓને ટૅક્સમાં મોટી છૂટ આપવાની નાણામંત્રીની જાહેરાત

  અમિત શાહે બીજા ટ્વિટમાં કેન્દ્ર સરકારની નિતીએ વિશે પ્રકાશ પાડતાં કહ્યું કે, ભારતને વિશાળ મૅન્યૂફેક્ચરિંગ હબ (Manufacturing Hub) બનાવવા માટે મોદી સરકાર (Modi Government) કટિબદ્ધ છે. અગાઉ અને આજે જાહેર કરવામાં આવેલી જાહેરાતો જેમાં FDIમાં રાહત આપવાથી આ ઉદ્દેશ્ય પાર પાડવામાં મદદરૂપ થશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણને આવા સાહસિક પગલાં લેવા માટે અભિનંદન પાઠવું છું.

  આ પણ વાંચો, 28 વર્ષમાં અર્થવ્યવસ્થા માટે સરકારનો સૌથો મોટો નિર્ણય, નિષ્ણાતોએ કહ્યું- 'આ દિવાળી છે'
  Published by:News18 Gujarati
  First published:September 20, 2019, 15:01 pm

  ટૉપ ન્યૂઝ