Home /News /business /

Home Lone : આ 10 બેંકો સૌથી ઓછા વ્યાજ દરે આપી રહી છે હોમ લોન

Home Lone : આ 10 બેંકો સૌથી ઓછા વ્યાજ દરે આપી રહી છે હોમ લોન

હોમ લોન

રેપોરેટ પ્લસ બેન્ક સ્પ્રેડ અથવા માર્જિન RLLRનું નિર્માણ કરે છે. RBI અનુસાર લોન લેનાર પાસેથી એક્સટર્નલ બેન્ચમાર્ક સિવાય સ્પ્રેડ, માર્જિન અને રિસ્ક પ્રીમિયમ વસૂલી શકાશે. RBI દર બે મહિનામાં રેપોરેટ રિવાઈઝ કરી શકે છે.

    1 ઓક્ટોબર 2019ના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ એક આદેશ જાહેર કર્યો છે. તમામ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્ક, લોકલ એરિયા બેન્ક, ફાયનાન્સિંગ બેન્કોને તમામ રિટેઈલ લોનને વ્યાજદરો સાથે જોડવાનો આદેશ આપ્યો છે. જેમાં રેપોરેટ (repo rate) એક્સટર્નલ બેન્ચમાર્ક માટે હોમ લોન શામેલ છે.

    આ તમામ આદેશોનું પાલન કરવા માટે મોટાભાગની કોમર્શિયલ બેન્કોએ ફ્લોટિંગ રેટ લોનને RBI ના રેપોરેટ સાથે એક્સટર્નલ બેન્ચમાર્ક તરીકે જોડવાનો નિર્ણય કર્યો છે. રેપોરેટ લિંક્ડ લેન્ડીંગ રેટ (RLLR) રેપોરેટ સાથે જોડાયેલ છે.

    રેપોરેટ પ્લસ બેન્ક સ્પ્રેડ અથવા માર્જિન RLLRનું નિર્માણ કરે છે. RBI અનુસાર લોન લેનાર પાસેથી એક્સટર્નલ બેન્ચમાર્ક સિવાય સ્પ્રેડ, માર્જિન અને રિસ્ક પ્રીમિયમ વસૂલી શકાશે. RBI દર બે મહિનામાં રેપોરેટ રિવાઈઝ કરી શકે છે. તમામ લોન લેનાર માટે સ્પ્રેડ એકસમાન હોય છે, પરંતુ રિસ્ક પ્રીમિયમ તમામ લોકો માટે અલગ અલગ હોય છે. જે લોકો નિશ્ચિત માસિક આવક ધરાવે છે, તેમની સરખામણીએ સેલ્ફ એમ્પ્લોયીડ વ્યક્તિઓ પાસેથી રિસ્ક પ્રીમિયમ વધુ વસૂલવામાં આવે છે.

    આ પણ વાંચો -સોનામાં રોકાણ કરીને મેળવી શકો છો મસમોટો નફો, અપનાવવી પડશે આ સ્ટ્રેટજી

    આ 10 બેન્કો સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન પ્રોવાઈડ કરે છે


    નિશ્ચિત માસિક આવક ધરાવતા લોકો માટે હોમ લોન પર વ્યાજદર (Salaried home loan interest rate)





































































    બેન્કRLLRન્યૂનતમ વ્યાજદરમહત્તમ વ્યાજદર
    પંજાબ નેશનલ બેન્ક7.506.88.05
    બેન્ક ઓફ ઈન્ડિયા7.256.908.60
    એક્સિસ બેન્ક7.007.007.30
    કેનેરા બેન્ક7.37.059.25
    ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક6.857.057.30
    કરુર વૈશ્ય બેન્ક7.457.159.35
    બેન્ક ઓફ મહારાષ્ટ્ર7.707.308.70
    યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા7.707.409.10
    પંજાબ & સિન્ડ બેન્ક7.507.408.25
    ઈન્ડિયન બેન્ક7.707.408.15

    સેલ્ફ એમ્પ્લોયીડ વ્યક્તિઓ વ્યક્તિઓ માટે હોમ લોન પર વ્યાજદર (Self employed home loan interest rate)





































































    બેન્કRLLRન્યૂનતમ વ્યાજદરમહત્તમ વ્યાજદર
    પંજાબ નેશનલ બેન્ક7.507.008.15
    બેન્ક ઓફ ઈન્ડિયા7.256.908.75
    એક્સિસ બેન્ક7.007.057.35
    ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક6.857.057.30
    કેનેરા બેન્ક7.307.109.30
    કરુર વૈશ્ય બેન્ક7.457.159.35
    બેન્ક ઓફ મહારાષ્ટ્ર7.707.559.20
    યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા7.707.409.10
    યૂકો બેન્ક7.807.407.60
    બેન્ક ઓફ બરોડા7.457.458.80

    EMI ક્યારે બદલાઈ જાય છે?

    RBI સર્ક્યુલર અનુસાર બેન્કોએ દર ત્રણ મહિને એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલ હોમ લોનના વ્યાજદરને રિસેટ કરવો જોઈએ. એક્સટર્નલ બેન્ચમાર્ક રેટમાં ફેરફાર થાય તેના ત્રણ મહિનામાં જ ગ્રાહકોને સૂચિત કરવાના રહેશે. રિસ્ક રેટીંગ એક પરિબળ છે, જેના કારણે લોન પરના વ્યાજદર પર અસર થાય છે. કેટલીક બેન્કો ગ્રાહકોના જોખમના સ્તરને રેન્ક કરવા માટે આંતરિક રિસ્કના મૂલ્યાંકન માટે ટીમને નિયુક્ત કરવામાં આવે છે. કેટલીક બેન્કોમાં ક્રેડિટ બ્યૂરોએ તૈયાર કરેલ ક્રેડિટ સ્કોર રિપોર્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે મજબૂત ક્રેડિટ સ્કોર ખૂબ જ જરૂરી છે. જો તમે બેન્કમાં લોન માટે અરજી કરો છો અને તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો ઓછું રિસ્ક પ્રીમિયમ વસૂલ કરવામાં આવે છે. આ કારણોસર લોન પરના વ્યાજદરમાં વધઘટ થાય છે. જેનાથી એક્સટર્નલ રેટમાં ફેરફાર થાય છે.

    હોમ લોન પરના વ્યાજદર અંગેના સવાલ

    પોલિસી રેપોરેટ શું છે?


    RBIની વેબસાઈટ પર RBI દ્વારા સમયાંતરે રેપોરેટ અથવા પોલિસી રેપોરેટ દર્શાવવામાં આવે છે.

    રેપોરેટમાં વધઘટ થાય તો રિવર્સ રેપોરેટ પર શું અસર થાય છે?


    રેપોરેટમાં વૃદ્ધિ થશે ROI પણ વધશે જેનાથી EMIમાં પણ વધારો થશે. રેપોરેટમાં ઘટાડો થશે ROI પણ ઘટળે જેનાથી EMIમાં પણ ઘટાડો થશે.

    ઉદાહરણ તરીકે જોવા જઈએ તો RBI રેપો લિંક્ડ એક્સટર્નલ બેન્ચમાર્ક હેઠળ 15 ઓક્ટોબર 2019ના રોજ લોનની ચૂકવણી કરવામાં આવે છે. RBI રેપોરેટ વાર્ષિક 5.15% છે, જેમાં 400નો સ્પ્રેડ માર્જિન બેઝ પોઈન્ટ હોય છે. જેના કારણે વાર્ષિક વ્યાજદર 9.15% રહેશે. આ રેપોરેટ 1 જાન્યુઆરી 2020 સુધી સ્થિર રહેશે. 1 જાન્યુઆરી 2020ના રોજ લોનને 31 ડિસેમ્બર 2019ના રોજ RBI રેપોરેટ સાથે રિસેટ કરવામાં આવશે.

    ફુલ ટેન્યોર ફિક્સ્ડ રેટ લોન એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે કેવી રીતે જોડાયેલ છે?


    ફુલ ટર્મ ફિક્સ્ડ રેટ લોન એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલ હોતા નથી. લોનની અવધિ માટે આ નિશ્ચિત રેટ છે.

    બેન્ચમાર્ક સાથે જોડાયેલ ફ્લોટિંગ રેટ લોનને રિસેટ કરવાનો અર્થ શું છે?


    માર્કેટ ડિરેક્શન અનુસાર લોનની અવધિ દરમિયાન લોન પર વ્યાજદર સ્થિર ના હોય, તેને ફ્લોટિંગ રેટ લોન તરીકે ઓળખવામાં આવે છે. ફ્લોટિંગ રેટ લોનના મામલે લોનનો બેન્ચમાર્ક રેટ પ્રિ-ડિફાઈન્ડ ફ્રિક્વન્સી પર રિવાઈઝ થાય છે. RBIના દિશાનિર્દેશ અનુસાર એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલ ફ્લોટિંગ રેટને ત્રણ મહિનામાં ઓછામાં ઓછો એકવાર રિસેટ કરવો જોઈએ.
    First published:

    Tags: Cheapest home loan banks, Home loan EMI

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन