નવી દિલ્હી: ઘરનું ઘર બનાવવા માંગતા લોકો માટે અત્યારે સારો મોકો છે. હાલ મોટાભાગની બેંકો ઓછા દરે હોમ લોન ઑફર કરી રહી છે. bankbazaar.comના આંકડાઓ અનુસાર, લગભગ 16 બેંક અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ 7 ટકાથી ઓછા વ્યાજ દરની સાથે 75 લાખ રૂપિયાની હોમ લોન આપે છે. આ ઉધારદાતાઓમાં ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા અને સરકારની માલિકીવાળી પંજાબ એન્ડ સિંધ બેંક 6.65 ટકાના વ્યાજદરોથી શરૂ થતી સૌથી સસ્તી લોન આપી રહી છે. જયારે ભારતીય સ્ટેટ બેંક અને HDFC જેવી મોટી લોન દાતા બેંકોમાં હોમલોન માટે વ્યાજનો દર ક્રમશઃ 6.95 અને 7 ટકા છે.
પ્રોપર્ટી ખરીદવા માટે હોમ લોન લેવાને બદલે જે લોકો પહેલાથી જ હોમલોન ચૂકવી રહ્યા છે, તેઓ પોતાના બોજને ઓછો કરવા માટે લોનદાતાઓને સ્વિચ કરીને ઓછા દરોનો લાભ લઇ શકે છે. આ ખાસ કરીને તે લોન પર લાગૂ થાય છે જેમણે 1 ઓક્ટોબર, 2019 પહેલા હોમ લોન લીધી હતી. જ્યારે રેપો લિંક્ડ લેડિંગ રેટ રિજીમ અસ્તિત્વમાં આવ્યું કે જેણે પોલીસી રેટ ટ્રાંસમિશનને વધુ પ્રભાવી બનાવી દીધું હતું.
બેંક બઝારના રિસર્ચ પેપર અનુસાર, સપ્ટેમ્બર,2019માં સૌથી ઓછા હોમલોન દર 8.40 ટકા હતા. હાલ જુલાઇ 2021માં ઓફર પર સૌથી ઓછા હોમલોન દર 6.49-6.95 ટકાની રેન્જમાં છે. વર્ષ 2020માં માર્ચ અને મે મહિનામાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા RLLRની સાથે સંયુક્ત 115 બેસિસ પોઇન્ટ રેટની શરૂઆતના કારણે વ્યાજ દરોમાં ઘટાડો થયો છે. જો તમારી હાલની હોમલોનના દર અને અન્ય બેંક દ્વારા હાલ ઓફરમાં અપાઇ રહેલ લોનના દર વચ્ચે 35-50 બેસિસ પોઇન્ટ્સનો તફાવત છે, તો તમારે અન્ય લોનદાતા પાસે જવું જોઇએ. જોકે તપાસ માટે તમે હાલની બેંક સાથે વાતચીત કરો અને જાણો કે શું તે ઓછા દર સાથે મેચ થાય છે. જો બેંક સંમત થાય છે તો તમે નવા દસ્તાવેજો બનાવવાનો સમય અને પ્રયાસ બંને બચાવી શકશો.
NHBની વેબસાઇટ પર તમામ લિસ્ટેડ(BSE) ખાનગી અને જાહેર બેંક અને HFCના હોમલોન પરના વ્યાજદર આપેલા છે, જેમાં રૂ. 75 લાખથી વધુની હોમલોન પરની ઓફરો આપવામાં આવી છે. વેબસાઇટ પર જે બેંકો/HFCના ડેટા આપવામાં આવ્યા નથી, તેમના પર વિચાર કરવામાં આવ્યો નથી. આ તમામ ડેટા 1 જુલાઇ, 2021 અનુસાર તમામ બેંકો/HFCની વેબસાઇટ પરથી એકત્રિત કરવામાં આવ્યા છે.
બેંકો/HFCના આ ડેટા તેમના વ્યાજદરના આધારે ચડતાક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. જેથી જે બેંકો/HFC સૌથી ઓછા વ્યાજદર આપી રહી છે, તેમને ઉપર રાખવામાં આવી છે અને જે બેંકો/HFC સૌથી વધુ હોમલોન વ્યાજ દર આપી રહી છે, તેને નીચે રાખવામાં આવી છે. રૂ. 75 લાખની લોન પર બેંકો/HFC દ્વારા આપવામાં આવેલો સૌથી નીચો દર ધ્યાનમાં લેવામાં આવ્યો છે. EMIની ગણતરી 20 વર્ષના હિસાબે 75 લાખ રૂપિયાની લોન માટેના વ્યાજ દરના આધારે કરવામાં આવી છે. (EMIની ગણતરી માટે પ્રોસેસિંગ અને અન્ય ચાર્જ ઝીરો માનવામાં આવે છે). ( Moneycontrol PF team)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર