Home /News /business /શું તમે Home Loan લેવાનું વિચારી રહ્યા છો? આટલા દસ્તાવેજોની પડશે જરૂર, જાણો તમામ વાતો

શું તમે Home Loan લેવાનું વિચારી રહ્યા છો? આટલા દસ્તાવેજોની પડશે જરૂર, જાણો તમામ વાતો

હોમ લોન (પ્રતીકાત્મક તસવીર)

Home Loan: ક્યાંથી લોન લેવી છે તે નક્કી કર્યા બાદ આવેદનપત્ર કાળજીપૂર્વક રીતે ભરો. તે સુનિશ્ચિત કરો કે કોઇ પણ કોલમ ખાલી ન રહી હોય. કારણ કે બેંક માટે આવેદનના વિવરણને બે વખત વેરિફાઇ કરવાનું કામ વધી જાય છે.

  નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ ગઈ છે. હવે બધું ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. ઓફિસો પણ ખુલી રહી છે. પોપર્ટી માર્કેટમાં પણ ચમક આવી રહી છે. આથી સ્વાભાવિક છે કે ઘરોની ખરીદીની સાથે સાથે હોમ લોન (Home Loan) લેનારાઓની સંખ્યા પણ વધે. ખાસ કરીને પગારદાર લોકો પાસે પૈસાની એટલી બચત ન હોવાને કારણે ઘર લેવા માટે સૌથી મોટો આધાર હોમ લોન જ હોય છે. જોકે, અનેક લોકોને હોમલોન સાથે સાથે જોડાયેલી તમામ વાતો, જેવી કે, દસ્તાવે જ (Loan documents), પ્રોસેસિંગ (Loan process) વગેરે વિશે માહિતી નથી હોતી. રિઝર્વ બેંકની તાજેતરમાં મળેલા બેઠક દરમિયાન પણ વ્યાજદરો યથાવત રાખવામાં આવ્યા છે. એટલે કે હોમ લોનના દરો હાલ સૌથી નીચેની સપાટી પર છે.

  હોમલોન માટે જરૂરી દસ્તાવેજોની યાદી

  ક્યાંથી લોન લેવી છે તે નક્કી કર્યા બાદ આવેદનપત્ર કાળજીપૂર્વક રીતે ભરો. તે સુનિશ્ચિત કરો કે કોઇ પણ કોલમ ખાલી ન રહી હોય. કારણ કે બેંક માટે આવેદનના વિવરણને બે વખત વેરિફાઇ કરવાનું કામ વધી જાય છે. તમારી પાસે પર્યાપ્ત સંખ્યામાં પાસપોર્ટ સાઇઝના ફોટાઓ પણ હોવા જોઇએ, જેની જરૂર આવેદનમાં ઘણી વખત પડશે. ઓખળના પ્રમાણ તરીકે તમારી પાસે નીચેનામાંથી ઓછામાં ઓછું એક ઓળખપત્ર હોવું જોઇએ. જોકે, કોઇ પણ સમસ્યાથી બચવા માટે તમામને એક વખત તપાસી લેવા.

  1) પાન કાર્ડ

  2) પાસપોર્ટ

  3) આધાર કાર્ડ

  4) ઇલેક્શન કાર્ડ

  5) ડ્રાઇવિંગ લાઇસન્સ

  તમારી ઉંમર સાબિત કરવા માટે તમારે એક દસ્તાવેજ બેન્ક કે ફાઇનાન્સ કંપની સામે પ્રસ્તુત કરવું પડશે. નીચેનામાંથી કોઇ પણ જરૂરીયાત અનુસાર વાપરી શકાય છે.

  1) આધાર કાર્ડ

  2) પાન કાર્ડ

  3) પાસપોર્ટ

  4) જન્મ પ્રમાણપત્ર

  5) 10માં ધોરણની માર્કશીટ

  6) બેંક પાસબુક

  7) ડ્રાઇવિંગ લાઇસન્સ

  અરજીકર્તાના વર્તમાન નિવાસનું પ્રમાણ પણ એક જરૂરીયાત છે અને તેનાથી સત્યાપિત કરવા માટે લોનદાતા સામે નીચેના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવી શકાય છે.

  1) બેંક પાસબુક

  2) વોટર આઇડી

  3) રાશન પત્રિકા

  4) પાસપોર્ટ

  5) સામાન્ય ઉપયોગ બિલ(ટેલીફોન બિલ, વીજળી બિલ, પાણી બિલ, ગેસ બિલ)

  6) એસઆઇસી પોલીસી રસીદ

  7) ગ્રાહકના સરનામાની પુષ્ટિ કરનાર કોઇ માન્યતા પ્રાપ્ત સાર્વજનિક સત્તાનો પત્ર

  હોમ લોન કે કોઇ બીજી લોન લેતા પહેલા, નાણાકીય સંસ્થા અરજીકર્તાની આવકની સારી રીતે તપાસ કરે છે. આ માત્ર આકરણી સુનિશ્ચિત કરવા માટે હોય છે કે શું વ્યક્તિ લોન ચૂકવવામાં સક્ષમ છે:-

  આ પણ વાંચો: 5,000 રૂપિયા સુધી ઘટી શકે છે હોમ લોનનો EMI, સાદી ગણતરીથી સમજો

  1) સેલેરીવાળા લોકો માટે

  ► ફોર્મ 16

  ► એમ્પ્લોયર તરફથી પ્રમાણિત પત્ર

  ► છેલ્લા 2 મહીનાની પે-સ્લિપ

  ► વેતન વૃદ્ધિ અથવા પ્રમોશન પત્ર

  ► છેલ્લા 3 વર્ષોનો ઇન્કમ ટેક્સ રિટર્ન

  સેલેરી વાળાની આવકના પ્રમાણ સિવાય તેમને અમુક રોકોણ પ્રમાણ (જેમ કે ટર્મ ડિપોઝિટ એટલે કે એફડી, શેર વગેરે) પણ પ્રસ્તુત કરવા પડશે.

  2) પોતાનો બિઝનેસ કરતા અરજીકર્તા

  ► છેલ્લા 3 વર્ષોનો ઇન્કમ ટેક્સ રિટર્ન

  ► કંપની/ફર્મની બેલેન્સ શીટ અને નફો-નુકસાન ખાતાનું માહિતી(સીએ દ્વારા વિધિવત પ્રમાણિત)

  ► વેપાર લાઇસેન્સ(કે કોઇ અન્ય સમકક્ષ દસ્તાવેજ)

  ► પ્રોફેશનલ પ્રેક્ટિસનું લાઇસન્સ(ડોક્ટર, સલાહકારો વગેરે માટે)

  ► સ્થાપનાની નોંધણીનું પ્રમાણ પત્ર(દુકાનો, કારખાનાઓ અને અન્ય સ્થાપનાઓ માટે)

  ► વ્યવસાયના સરનામાનું પ્રમાણ

  ► સંપત્તિના દસ્તાવેજ

  હોમ લોન માટે આવેદન કરતી સમયે યાદ રાખો કે હંમેશા સંપત્તિના દસ્તાવેજોને યોગ્ય રીતે ચકાસો. આવેદકને હોમ લોન તરીકે અપાઇ રહેલા પૈસાના અંતિમ ઉપયોગની આકરણી કરવામાટે તેમને એક મુખ્ય પરિબળ તરીકે લોન આપનારની સામે રજૂ કરવાની આવશ્યકતા હોય છે.

  આ પણ વાંચો: Home Loan લેવાનું વિચારી રહ્યા છો? આ 4 બાબત પર ધ્યાન આપવું આવશ્યક

  3) સંપત્તિના દસ્તાવેજોની યાદી

  ► સંબંધિત સોસાયટી/બિલ્ડર કોઇ વાંધા પ્રમાણ પત્રક

  ► ઘરના નિર્માણમાં રકમનો વિસ્તૃત અંદાજ

  ► રજીસ્ટર્ડ સેલ ડીડ, ફાળવણી પત્ર અથવા બિલ્ડર સાથે વેચાણનો સ્ટેમ્પ્ડ કરાર

  ► ઓક્યુપેસી સર્ટિફિકેટ(રેડી-ટૂ-મૂવ-ઇન પ્રોપર્ટી માટે)

  ► સંપત્તિ વેરાના બિલ, વીજળી બિલ, જાળવણી બિલ

  ► ફ્લેટની ખરીદી માટે અગાઉથી ચૂકવાયેલ રકમની રસીદ(મૂળભૂત દસ્તાવેજો જરૂરી છે)

  ► ઘર યોજનાનો એક માન્ય નમૂનો(ફ્લેટ ખરીદવા મામલે મૂખ્ય યોજના/ તળ યોજના)

  ► મહેસૂલ અધિકાર દ્વારા જાહેર કરાયેલ જમીન કર ચૂકવણીની રસીદ અને કબજા પ્રમાણપત્રની મૂળ રકમ

  ► ચૂકવણીની રસીદ અથવા બેંક ખાતાનું નિવેદન જેમાં બિલ્ડર અથવા વેચનારને કરવામાં આવેલ ચૂકવણી દર્શાવવામાં આવી હોય.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bank, આરબીઆઇ, હોમ લોન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन