નવી દિલ્હી : ઘર માટે લેવામાં આવેલી આવેલી હોમ લોનની (Home loan)સમય કરતા પહેલા કરવામાં આવતી ચૂકવણી લોન લેનાર માટે એક ફાયદાકારક ડીલ સાબિત થઈ શકે છે. વ્યાજમાંથી આવકને કારણે તમે સમય કરતા પહેલા લોનની ચૂકવણી કરો તેવુ બેન્કો ઈચ્છતી નથી. તમારી લોનની ચૂકવણી કરવાની સૌથી સ્માર્ટ રીત એ છે કે તમે નાના નાના પ્રી પેમેન્ટ (Home loan Prepayment) દ્વારા તમારી લોનને વહેલી તકે ક્લિયર કરી દો.
જ્યારે તમે કોઈ નાણાંકીય સંસ્થા પાસેથી હોમ લોન લો છો, ત્યારે તમારે તેને માસિક ઈન્સ્ટોલમેન્ટમાં ચૂકવવાની હોય છે. લોન આપનાર તમારા ખાતામાંથી આ રકમ ઈન્સ્ટોલમેન્ટમાં ઉપાડે છે. ઈએમઆઈ (EMI)ના 2 ભાગો છે. પ્રથમ મુદ્દલ અને બીજું વ્યાજ. ઉદાહરણ તરીકે, જો તમારી ઈએમઆઈ રૂ. 10,000 છે, તો તેનો એક ભાગ તમારા વ્યાજની ચૂકવણી તરફ જશે. જ્યારે બીજો મુખ્ય રકમ ઘટાડવા તરફ જશે. આ સમીકરણ સમય સાથે બદલાતા રહે છે.
પ્રી પેમેન્ટમાં શું હોય છે
જ્યારે પણ તમે પ્રી પેમેન્ટ કરો છો, ત્યારે તેનો સીધો ઉપયોગ તમારી મૂળ રકમ ઘટાડવા માટે થાય છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. કેમ કે જો તમારી મુદ્દલ ઓછી હશે તો તેના પર વ્યાજની ગણતરી તે જ રકમ ઉપર કરવામાં આવશે. ઓરિજિનલ મુદ્દલ જેટલી ઓછી લોન લેનાર માટે તેટલું જ સારું. આ તમને વ્યાજ ઘટાડવામાં મદદ કરશે અને તમે જે સમય લોન લીધી હતી, તેના કરતાં વહેલા લોનની ચુકવણી પણ કરી શકાશે.
માની લો કે તમે 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની લોન લીધી છે. તમારો વ્યાજ દર 7.5 ટકા પર નિશ્ચિત છે. તમે દર મહિને રૂ. 16,111નો હપ્તો ચૂકવો છો. આ રીતે 20 વર્ષ પછી તમારી લોન 38.7 લાખ રૂપિયા થઈ જશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તમે માત્ર વ્યાજ પેટે 18 લાખ રૂપિયાથી વધુ ચૂકવ્યા છે. બીજી તરફ, જો તમે દર મહિને રૂ. 1,000ની પ્રી પેમેન્ટ કરો છો, તો 20 વર્ષમાં તે તમારા 29 ઈએમઆઈ જેટલી થશે. મતલબ કે તમારી લોન લગભગ 2 વર્ષ પહેલા પૂરી થઈ જશે.
લોન લેતા પહેલા મેળવી લો પ્રી પેમેન્ટ અંગે જાણકારી
જો તમે કાર, બાઇક અથવા ઘર પર લોન લેવા જઇ રહ્યા છો, તો તમારા લોન આપનાર પાસેથી પ્રી પેમેન્ટની સંપૂર્ણ જાણકારી મેળવવી સલાહનીય છે. એ પણ નિશ્ચિત કરો કે તમે ઓનલાઈન પ્રી પેમેન્ટ કરી શકો છો કે નહીં. શું તમારે દરેક પ્રીપેમેન્ટ માટે બેન્કમાં જવું પડશે. પ્રીપેમેન્ટ દ્વારા તમે લોન જલ્દી પતાવી અને આરામદાયક જીવન જીવી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર