હોમ લોનના વ્યાજદર 15 વર્ષના તળિયે, શું લોન લેવાનો આ યોગ્ય સમય છે કે વ્યાજદર હજુ ઘટશે?

હોમ લોનના વ્યાજદર 15 વર્ષના તળિયે, શું લોન લેવાનો આ યોગ્ય સમય છે કે વ્યાજદર હજુ ઘટશે?
પ્રતીકાત્મક તસવીર

Home Loan Interest Rates: હોમ લોન માટેની આ હરીફાઈ એટલી ગળાકાપ થઈ છે કે, એસબીઆઈ દ્વારા હવે પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવે છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં હાઉસિંગ લોનનું સેગમેન્ટ 14 લાખ કરોડનું છે. જેના માટે બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ વચ્ચે વ્યાજદર ઘટાડાની ગળાકાપ હરીફાઈ જામી છે. આ હરીફાઈના પરિણામે હાઉસિંગ લોનના દર 15 વર્ષના તળિયે પહોંચી ગયા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી, અને કોટક મહિન્દ્રાએ વ્યાજ ઘટાડી નાખ્યા છે, તેમજ અન્ય બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પણ વ્યાજ ઘટાડવા માટે તૈયાર છે.

  કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા 10 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરવમાં આવ્યો હતો. પરિણામે વ્યાજદર 6.65 ટકાએ પહોંચી ગયો હતો. પગારદાર અને વ્યવસાયિક એમ બંને માટે આ વ્યાજદરનો લાભ મળે છે. જોકે, વ્યાજદર લોન લેવા ઇચ્છુક વ્યક્તિના ક્રેડિટ સ્કોર અને લેટીવી એટલેકે લોન ટુ વેલ્યુ ઉપર આધારિત રહે છે.  બીજી તરફ જે દિવસે કોટક મહિન્દ્રાએ વ્યાજદર ઘટાડ્યા તે જ દિવસે એસબીઆઈએ પણ દરમાં 70 બીપીએસનો ઘટાડો કર્યો હતો. 31 માર્ચ 2021 સુધીમાં લોન લેવા ઇચ્છુકને 6.70 ટકાના દરે પણ લોન ઓફર થાય છે. બે દિવસ બાદ એચડીએફસીએ પણ 5 બેસીસ પોઇન્ટ ઓછા કરી વ્યાજદર 6.75 ટકા સુધી ઘટાડ્યો હતો.

  આ પણ વાંચો: પાલનપુર: ટ્ર્ક પલટી જતાં 38 ઘેટાં-બકરાનાં મોત, હાઇવે પર સર્જાયા કમકમાટી જન્માવે તેવા દ્રશ્યો

  હોમ લોન માટેની આ હરીફાઈ એટલી ગળાકાપ થઈ છે કે, એસબીઆઈ દ્વારા હવે પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવે છે. વ્યાજદરમાં રાહતની ઓફરનો લાભ સીબીલ સ્કોર ઉપર આધારિત છે. લોન માટે યોનો દ્વારા એપ્લાય કરી 5 બેસીસ પોઇન્ટ જેટલી વધુ રાહત મેળવી શકે છે. મહિલાઓને વધુ 5 બેસીસ પોઇન્ટની રાહત એસબીઆઈ દ્વારા આપવામાં આવે છે.

  આ પણ વાંચો: અમદાવાદ: સોલા વિસ્તારમાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા, લૂંટના ઈરાદે હત્યાની આશંકા

  હાઉસિંગ લોનની વૃદ્ધિ સાધારણ ઘટાડો થયો હોવાનું આરબીઆઇનું કહેવું છે. જાન્યુઆરી 2020માં હોમ લોનની વૃદ્ધિ 17.5% હતી, જે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ઘટીને 7.7% થઈ ગઈ છે. હાલની સ્થિતિ મુજબ હાઉસિંગ લોન સૌથી સલામત છે. જેમાં નદારીનું જોખમ ઓછું છે.

  શું અત્યારનો સમય હોમલોન લેવા શ્રેષ્ઠ છે?

  અત્યારે હોમ લોનમાં વ્યાજદર 15 વર્ષની સૌથી નીચી સપાટીએ છે. જેથી આ સમય હોમલોન માટે શ્રેષ્ઠ ગણી શકાય. અત્યારે હોમલોન લેવાથી ભવિષ્યમાં હપ્તા નીચો રહેશે. હજુ વ્યાજદર ક્યાં જશે તેનું કાઈ નક્કી નથી. જોકે, આર્થિક રિકવરીના કારણે હવે હોમલોન લેવામાં તેજી આવશે તેવી બેન્કોને અપેક્ષા છે. મે મહિનામાં રેપો રેટ 40 બેસીસ પોઇન્ટ ઘટાડયા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દરમાં ફેરફાર કર્યો નથી.

  આ પણ વાંચો: અમદાવાદ: પકવાન ચાર રસ્તા પાસે ધરાર પ્રેમીએ યુવતીને જાહેરમાં ફેંટ મારી, જાણો શું કિસ્સો

  હાઉસિંગ લોન ઉપર બેંકોનું ધ્યાન કેમ કેન્દ્રીત છે?

  બેંકો માટે હાઉસિંગ લોન અન્ય લોનની સરખામણીએ સૌથી સુરક્ષિત છે. મકાન બેન્ક પાસે રહે છે. નાદાર થવાના કિસ્સામ બેન્ક મકાન સિઝ કરી નિલામી કરી પોતાના પૈસા વસૂલી શકે છે. જેઓ સમયસર હપ્તા ભરી શકે તેવા સેલેરાઈડ અને સેલ્ફ ઇમ્પ્લોય ઉપર બેંકો વધુ ધ્યાન આપે છે.

  હોમ લોનના દર હજુ ઘટશે?

  હોમ લોનના વ્યાજદર 15 વર્ષની સૌથી નીચી સપાટીએ છે. બોન્ડ યીલ્ડ વધી રહ્યું છે જેના કારણે નજીકના ભવિષ્યમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હવે રેપો રેટ ઘટાડે તેવી શકયતા ઓછી છે. વ્યાજદર સૌથી તળિયે હોવાના સંકેત બેન્કોએ આપી દીધા છે.

  આ પણ વાંચો: RTOના ધક્કાઓમાંથી મુક્તિ: હવે આધાર ઑથેન્ટિકેસનથી ડ્રાઇવિંગ લાઇન્સ રિન્યૂ કરી શકાશે

  કોટક મહિન્દ્રા અને એસબીઆઈ દ્વારા નવા જાહેર કરાયેલા હોમ લોન દરમાં ઘટાડો ફક્ત 31 માર્ચ સુધીનો છે. વધુ ઘટાડાથી બેન્કોના માર્જિનને અસર થઈ શકે છે. હોમ લોનના દરોમાં વધુ ઘટાડાનો અર્થ થાપણ દરોમાં વધુ ઘટાડો થશે, જે અસંભવિત છે. જો કે, ગ્રાહકો પ્રોસેસિંગ ચાર્જની માફી અને એક કે બે મહિનાના ચોક્કસ સમયગાળા માટેના દરોમાં ઘટાડા જેવી અપેક્ષા રાખી શકે છે.

  હોમલોનમાં અત્યારનો ટ્રેન્ડ શું છે?

  2020ના નવેમ્બર મહિનામાં હોમલોનનું આઉટસ્ટેન્ડિંગ 14.17 લાખ કરોડ જેટલું હતું. જે પર્સનલ લોનની સરખામણીએ માત્ર 50 ટકા છે. હોમલોન આ સેકટરમાં શ્વાસ ફૂંકી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:March 05, 2021, 13:02 pm

  ટૉપ ન્યૂઝ