Home Loan : પુરુષની સરખામણીમાં મહિલાઓને કેમ મળે છે સસ્તી હોમ લોન, જાણો અહીં
Home Loan : પુરુષની સરખામણીમાં મહિલાઓને કેમ મળે છે સસ્તી હોમ લોન, જાણો અહીં
મહિલાઓ માટે ઘર ખરીદવું સરળ
સીઆરઆઈએફએફ હાઈમાર્ક રિપોર્ટ અનુસાર, મહિલા ઋણધારકોમાં ડિફોલ્ટ દર 0.63 ટકા છે, જે પુરૂષ ઉધાર લેનારાઓની સરખામણીમાં 15 બેસિસ પોઈન્ટ્સ ઓછો છે. બેંકો મહિલા ઋણધારકો પર વધુ વિશ્વાસ રાખે છે.
આજના સમયમાં નાણાકીય સ્વતંત્રતા જરૂરી છે. ઘણી સ્ત્રીઓ પોતાની માલિકીનું ઘર બનાવવાની દિશામાં પગલાં લઈ રહી છે, જે નાણાકીય આયોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘર ખરીદવાનું સપનું પૂરું કરવા માટે મહિલાઓને હોમ લોન પુરૂષો કરતાં વધુ સરળતાથી મળી રહે છે.
સીઆરઆઈએફએફ હાઈમાર્ક રિપોર્ટ અનુસાર, મહિલા ઋણધારકોમાં ડિફોલ્ટ દર 0.63 ટકા છે, જે પુરૂષ ઉધાર લેનારાઓની સરખામણીમાં 15 બેસિસ પોઈન્ટ્સ ઓછો છે. બેંકો મહિલા ઋણધારકો પર વધુ વિશ્વાસ રાખે છે. ધિરાણ આપતી સંસ્થાઓ મહિલાઓને હોમ લોન લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઉત્તમ પેકેજ, ઓછા પ્રોસેસિંગ ચાર્જ અને અન્ય ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે છે. ઇઝીલોન ના સ્થાપક અને સીઈઓ પ્રમોદ કથુરિયા સમજાવે છે કે, એક મહિલા તરીકે હોમ લોન સાથે તમને શું લાભ મળે છે.
સરકારની 'હાઉઝિંગ ફોર ઓલ' પહેલને કારણે પોસાય તેવી હોમ લોન માટે અરજી કરતી મહિલાઓને મળતા લાભોમાં વધારો થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)ની શરૂઆત સાથે હોમ લોન માટે અરજી કરતી મહિલાઓની સંખ્યામાં 6%નો ઉછાળો આવ્યો છે. આનો લાભ લેવા માટે મહિલાઓએ પ્રોપર્ટીની સહ-માલિક હોવી જરૂરી છે અને તેમને 2.67 લાખ રૂપિયાની વ્યાજ સબસિડી પણ મળે છે. લોનમાં મહિલાઓને સામેલ કરવાથી પ્રક્રિયા સરળ અને ઝડપી બને છે.
મહિલા અરજદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ
સરકાર દરેક મિલકત વ્યવહાર પર સ્ટેમ્પ ડ્યુટી વસૂલે છે. વસૂલવામાં આવતા ચાર્જની રકમ ઘરની ખરીદ કિંમતની ટકાવારી પર આધારિત છે. બેંકો પણ આ રકમ ચૂકવે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓને સ્ટેમ્પ ડ્યુટી પર 1-2% ડિસ્કાઉન્ટ મળે છે.
ટેક્સમાં વધુ છૂટછાટ
મહિલાઓને તેમની હોમ લોનની ચુકવણી પર વધુ આવકવેરા લાભો પણ મળે છે. મહિલાઓને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની છૂટ સાથે વ્યાજ પર રૂ. 2 લાખની કપાત મળે છે, તે મહિલાઓ માટે વધુ અસરકારક છે. તેમને આવકવેરા કાયદા હેઠળ 3 લાખ રૂપિયાની સીધી કરમુક્તિ આપવામાં આવી છે, જે પુરુષો માટે 2.5 લાખ છે.
મોટાભાગની બેંકો મહિલાઓને સારા ક્રેડિટ ઇતિહાસને કારણે ઓછા વ્યાજ દરો ઓફર કરે છે. SBI મહિલાઓને પુરૂષો કરતા 0.05% - 0.1% ઓછા વ્યાજે હોમ લોન પણ આપી રહી છે.
લોન ચૂકવવા માટે લાંબી અવધિ
હોમ લોન ની સામાન્ય મુદત 25 વર્ષ છે, પરંતુ મહિલાઓ માટે તે 30 વર્ષ રાખવામાં આવી છે. હોમ લોન 70 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી ચૂકવી શકાય છે. તે મહિલાઓ માટે માસિક EMI બોજ ઘટાડે છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર