home loan લેવાનું વિચારી રહ્યા છો? આ ચાર જરૂરી બાબતો પર ધ્યાન આપવું આવશ્યક છે
home loan લેવાનું વિચારી રહ્યા છો? આ ચાર જરૂરી બાબતો પર ધ્યાન આપવું આવશ્યક છે
હોમલોન પ્રતિકાત્મક તસવીર
જે લોકો હોમ લોન ( Home loan) લેવાનો વિચાર કરી રહ્યાં છે, જે લોકો લોન લેવાનું આયોજન કરી રહ્યાં છે તેમણે લાંબા ગાળાના નાણાકીય કમિટમેન્ટ (Financial commitment) માટે તૈયાર રહેવું જોઈએ. ધિરાણ લેનારની ધિરાણપાત્રતાનું મૂલ્યાંકન કરતી વખતે ધિરાણકર્તાઓ પણ વિવિધ પરિબળોને ધ્યાનમાં લે છે.
Home loan news: હોમ લોન 15 વર્ષ કે તેથી વધુ સમયની મુદતવાળી બિગ-ટિકિટ લોન (Big ticket Loan) છે. જે લોકો હોમ લોન ( Home loan) લેવાનો વિચાર કરી રહ્યાં છે, જે લોકો લોન લેવાનું આયોજન કરી રહ્યાં છે તેમણે લાંબા ગાળાના નાણાકીય કમિટમેન્ટ માટે તૈયાર રહેવું જોઈએ. ધિરાણ લેનારની ધિરાણપાત્રતાનું મૂલ્યાંકન કરતી વખતે ધિરાણકર્તાઓ પણ વિવિધ પરિબળોને ધ્યાનમાં લે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ લોનની મુદ્દત નક્કી કરવામાં આવે છે. અહીં અમે તમને એવા ચાર મુદ્દા વિશે જણાવીશું જેનું લોનની અરજી કરનાર લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
અરજીકરતાપહેલાડાઉનપેમેન્ટનીરકમએકઠીકરવી
આરબીઆઈ દ્વારા ધિરાણકર્તાઓને પ્રોપર્ટીની કિંમતના 75-90 ટકા હોમ લોન લેવાની મંજૂરી આપવામાં આવે છે. ડાઉન-પેમેન્ટ અથવા માર્જિન કોન્ટ્રીબ્યૂશન તરીકે બાકીની રકમની વ્યવસ્થા અરજદારોએ જાતે જ કરવાની રહે છે. જે લોકો લોન દ્વારા પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છે, તેઓએ લોન માટે અરજી કરતા પહેલા લોનની કુલ રકમના 10-25 ટકા જાતે જ ભેગી કરવાની રહે છે.
લોન લેનાર વ્યક્તિએ લોનની રકમમાં ડાઉન-પેમેન્ટ વધુ ભરવાનું ધ્યેય રાખવું જોઈએ. આવું કરવાથી હોમ લોનના વ્યાજની કિંમતમાં ઘટાડો થશે. આ ઉપરાંત, ઉચ્ચ ડાઉન પેમેન્ટ ક્રેડિટ જોખમ ઘટાડે છે. વધુ ડાઉન પેમેન્ટ ભરનાર લોકોને લોન સરળતાથી મળી રહે છે.
ક્રેડિટસ્કોરરિવ્યૂ
ધિરાણકર્તાઓ લોન અરજીઓનું મૂલ્યાંકન કરતી વખતે લોન અરજદારોના ક્રેડિટ સ્કોરને ધ્યાનમાં લે છે. જેઓ 750 અને તેથી વધુ એટલે કે ઉચ્ચ ક્રેડિટ સ્કોર ધરાવતા હોય, તેમને સામાન્ય રીતે લોન અપ્રુવલ જલ્દી મળી જતું હોય છે. કેટલાક ધિરાણકર્તાઓએ સારા ક્રેડિટ સ્કોર્સ ધરાવતા અરજદારોને ઓછા વ્યાજ દરની ઓફર કરવાનું પણ શરૂ કર્યું છે.
જે લોકો હોમ લોન લેવાનું આયોજન કરે છે તેઓએ લોન માટે અરજી કરતા પહેલા નિયમિત સમયાંતરે તેમનો ક્રેડિટ સ્કોર ચેક કરવો જોઈએ. વ્યક્તિ ક્રેડિટ બ્યુરોમાંથી મફત ક્રેડિટ રિપોર્ટ્સ ઍક્સેસ કરી શકે છે અથવા માસિક અપડેટ્સ ફાઈનાન્શિયલ માર્કેટ પ્લેસની મુલાકાત લઈ શકે છે. આવું કરવાથી લોન લેનાર જરૂર જણાય તો તેમના ક્રેડિટ રિપોર્ટ માટે સુધારાત્મક પગલાં લેવામાં સક્ષમ બને છે.
અફોર્ડેબલિટીચકાસો
ધિરાણકર્તાઓ તેમની માસિક આવકના 50-60 ટકાની અંદર નવી હોમ લોન માટે EMI સહિતની માસિક લોનની ચુકવણીની જવાબદારી ધરાવતા અરજદારોને પસંદ કરે છે. જેઓ આ લિમીટ બહાર જાય છે તો તેમણે તેમની અન્ય લોનને પ્રીપે કરી 50 ટકાની લિમિટમાં લાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. જો આમ કરવું શક્ય ન હોય તો, અરજદારો તેમની હોમ લોન EMI ની ચુકવણીની જવાબદારી ઘટાડવા માટે લાંબી મુદત પસંદ કરવી જોઈએ.
ક્રુશયલ ફાઈનાન્શિયલ ગોલ પૂરા કરવા માટે ઈએમઆઈ કેલ્ક્યુલેટરની મદદથી રીપેમેન્ટ કેપેસિટી અને માસિક રોકાણની જરૂરીયાતનો ક્યાસ મેળવી લેવો જરૂરી છે.
અણધારી નાણાકીય કટોકટી અથવા આવકની ખોટ વ્યક્તિની લોનની ચુકવણીની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. નિયત તારીખ સુધીમાં હોમ લોન EMI ની ચુકવણી ન કરવાથી લોન લેનારે દંડ ચૂકવવો પડી શકે છે. જેના કારણે ક્રેડિટ સ્કોરમાં ઘટાડો થઈ શકે છે. લોન EMIની ચુકવણી માટે હાલના રોકાણોને લિક્વિડેટ કરવાથી તમારી લાંબા ગાળાના ફાઈનાન્શિયલ હેલ્થ પર નકારાત્મક અસર પડી શકે છે. ઇક્વિટી રોકાણોને રિડીમ કરવાથી પણ બુક લોસ થઈ શકે છે.
ઇમરજન્સી ફંડને અલગ રાખવાથી આવી પરિસ્થિતિઓને ટાળવામાં મદદ મળી શકે છે. આ કોર્પસમાં ઓછામાં ઓછા છ મહિના માટે અપેક્ષિત લોન EMIનો સમાવેશ થવો જોઈએ. આમ કરવાથી લોન લેનાર તેની EMIની ચુકવણી યથાવત રાખી શકશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર