વધી શકે છે હોમ લોન અને કાર લોનનાં EMI, જાણો નવા અને જૂના ગ્રાહકોએ શું કરવું જોઈએ

પ્રતિકાત્મક તસવીર

દેશની સૌથી મોટી સરકારી બેંકે હોમલોનના વ્યાજ દરમાં વધારો કરતા અન્ય બેંકો પણ અનુસરણ કરે તેવી વકી, જાણો શું છે સમગ્ર મામલો

  • Share this:
મોટાભાગના લોકો કાર (Car) અને ઘર ખરીદવા (Home) માટે લોન લે છે. જેમાં વ્યાજદર મહત્વનો હોય છે. જેના આધારે જ EMI નક્કી થાય છે. જો કોઈ કારણે EMI મિસ થઇ જાય તો આગામી ઇન્સ્ટોલમેન્ટ (Loan Installment) ભરતી વખતે પેનલ્ટી પણ આપવી પડે છે. ત્યારે હવે માહિતી મળી રહી છે કે લોનના વ્યાજદર વધી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ SBIના હોમ લોનના વ્યાજદરમાં ચોથા ભાગનો વધારો કર્યો છે. SBIએ હોમ લોનના વ્યાજમાં વધારો કરતા જ વ્યાજ દર પહેલાના સ્તરે આવી ગયો છે.

અન્ય બેંકો પણ વધારી શકે છે વ્યાજદર

ઇકોનોમિક ટાઈમ્સના સમાચાર મુજબ, SBI બાદ અન્ય બેન્કો પણ વ્યાજદરમાં વધારો કરી શકે છે. પૈસા બાઝારના CEO અને સહ-સંસ્થાપક નવીન કુકરેજા મુજબ, હોમ લોનની વિશેષ સ્કીમ પરત લેવાથી વ્યાજ દરમાં માત્ર 25 બેસીસ પોઈન્ટનું અંતર હશે, પરંતુ તેની અસર વ્યાપક પડશે. કારણ કે અન્ય બેંકો પણ આ પ્રકારનું પગલું ભરી શકે છે. મહત્વનું છે કે, હોમ લોન આપતી મોટી કંપની HDFCએ 29 મહિના બાદ પોતાની ફિક્સ્ડ ડિપોઝીટ FD સ્કીમ પર વ્યાજ દર 10-25 બેસીસ પોઇન્ટ વધારી દીધું છે. જેની સીધી અસર લોનના વ્યાજદર પણ પડશે અને સાથે જ તમારી EMI પર પણ પડશે.

નવા ગ્રાહકોએ શું કરવું?

જ્યારે વ્યાજ દરમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ફિક્સ્ડ રેટ પર લોન લેવી હિતાવહ છે. બેન્ક બજારના CEO આદિલ શેટ્ટીના મુજબ, વ્યાજ દર વધી રહ્યો છે, જેથી ફિક્સ્ડ રેટ પર કર, હોમ અથવા બીજી લોન લેવી ફાયદાકારક છે. જેનાથી તમારો વ્યાજદર ઓછો રહે છે. હોમ લોન માટે ગ્રાહકો પાસે આ મામલે વધુ ઓપ્શન્સ નથી હોતા, કારણ કે અમુક જ બેંકો ફિક્સ્ડ રેટ પર લોન આપે છે.

જાણો, જુના ગ્રાહકોએ શું કરવું જોઈએ

વ્યાજદરો વધતા જ બેન્ક સામાન્ય રીતે ગ્રાહકોને લોનની અવધિ અથવા EMI વધારવાનો વિકલ્પ આપે છે. જોકે,લોનનો સમય વધારવા માટેનો વિકલ્પ બધા ગ્રાહકોને નથી મળતો. મળતી માહિતી મુજબ, બેન્ક સામાન્ય રીતે લોનની અસલ અવધિ અથવા ગ્રાહકના રિટાયરમેન્ટની અવધિથી વધારવાની પરવાનગી નથી આપતી. જેથી મોટાભાગના ગ્રાહકો પાસે અપફ્રન્ટ પર પેમેન્ટ કરીને EMIની અવધિ સ્થિર રાખવા સિવાય અન્ય વિકલ્પ નથી હોતો. તમારે બેન્કને EMI વધારવા માટે કહેવું જોઈએ. જેથી તમારા વ્યાજની ટોટલ રકમ પણ નહીં વધે.
First published: