Home /News /business /Home Loan Eligibility: હોમ લોન માટે પાત્ર બનવા શું જરૂરી છે? અહીં જાણો ધારાધોરણો

Home Loan Eligibility: હોમ લોન માટે પાત્ર બનવા શું જરૂરી છે? અહીં જાણો ધારાધોરણો

હોમ લોન (પ્રતીકાત્મક તસવીર)

Home Loan: હોમ લોનની પાત્રતાને અરજદારની ઉંમર અસર કરે છે. હોમ લોન લાંબા સમય માટે હોય છે. જેના કારણે યુવાન વ્યક્તિઓ દ્વારા હોમ લોન લેવાય તેવો આગ્રહ વધુ રાખવામાં આવે છે.

    નવી દિલ્હી: હોમ લોન (Home loan) માટેની પાત્રતા એટલે કે એલિજિબિલિટીમાં તમામ બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (Non-Banking financial companies)ના માપદંડો લગભગ સમાન અને સામાન્ય છે. જોકે, અમુક કિસ્સામાં દરેક ધીરાણકર્તા (Lender) માટે તેમની આવશ્યકતાઓ અનુસાર માપદંડો લાગુ પડે છે. હોમ લોનને પાત્ર બનવા માટે દરેક અરજદારે હાઉસિંગ લોન (Housing Loan)ની પાત્રતાના ધારાધોરણો પર ખરું ઉતરવું આવશ્યક છે. જેનાથી લોન લેનાર કોઈ તકલીફ વગર લોન ચૂકવશે તે નક્કી થાય છે. હોમ લોન માટે ક્વોલિફાઇંગ શરતોની પાલન કરવામાં નિષ્ફળતા મળે તો લોન અરજી ફગાવી દેવાય છે. પરિણામે તમારા ક્રેડિટ સ્કોર (Credit score)ને અસર થઈ શકે છે. જેથી સચેત રહેવું જરૂરી છે. અહીં હોમ લોનની પાત્રતા અંગે જાણકારી અને ટિપ્સ આપવામાં આવી છે.

    લોનની પાત્રતા પર અસર કરનાર પરિબળો:


    1) અરજદારની ઉંમર

    હોમ લોનની પાત્રતાને અરજદારની ઉંમર અસર કરે છે. હોમ લોન લાંબા સમય માટે હોય છે. જેના કારણે યુવાન વ્યક્તિઓ દ્વારા હોમ લોન લેવાય તેવો આગ્રહ વધુ રાખવામાં આવે છે. અરજદાર યુવાન હોવા સાથે તેની કમાવાની ક્ષમતા પણ વધુ હોવી જોઈએ. નાની ઉંમરના અરજદારોને યોગ્ય પ્રમાણમાં લોનની રકમ મળી શકે છે. આ સાથે તેમની ચૂકવણી ક્ષમતા મુજબ લોન ચૂકવવાની મુદત 20 વર્ષ સુધી લંબાવવામાં આવી શકે છે. તમારા નિશ્ચિત માસિક આઉટગોનો અંદાજ લગાવવા અને હાઉસિંગ ફાઇનાન્સ માટે અરજી કરતી વખતે હોમ લોન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે.

    2) નોકરી- રોજગારનો પ્રકાર

    નોકરી, વ્યવસાય કે રોજગારનો પ્રકાર પણ હોમ લોનની પાત્રતામાં મહત્વનો ભાગ ભજવે છે. સારી અને નિયમિત આવકના કારણે મહત્તમ હોમ લોન લઈ શકાય છે. લિમિટેડ કંપનીના પગારદાર કર્મચારીઓ માટે હોમ લોન લેવી સરળ થઈ જાય છે.

    3) આવક

    હોમ લોન લીધા બાદ લોન લેનાર હપ્તા ભરી શકશે કે કેમ? તે વાત વ્યક્તિની માસિક આવક પરથી નક્કી થાય છે. માસિક આવક સારી હોય તો લોનના હપ્તા સરળતાથી ભરી શકાતા હોય છે. જેથી અરજી કરવા માટે આગળ વધતા પહેલા પગાર અથવા વ્યવસાયિક આવકના આધારે તમારા હોમ લોન પાત્રતા તપાસી લેવી જોઈએ.

    4) ક્રેડિટ રિપોર્ટ અને સ્કોર

    હોમ લોનના અરજદારની ભૂતકાળની લોન ભરવાની આદતો પરથી ક્રેડિટ રિપોર્ટ તૈયાર થાય છે. તે સમયસર ચૂકવણી માટે વિશ્વસનીયતા તરીકે જોવામાં આવે છે અને તે લોન મંજૂર થવાની શક્યતાઓ પર અસર કરે છે. જો તમારો ક્રેડિટ સ્કોર 750થી વધુ હોય તો લોન મેળવવામાં સરળતા રહે છે.

    5) ચાલુ લોનની રકમ

    હોમ લોન લેનાર અરજદારની ચાલુ લોન કેટલી છે? કેટલો હપ્તો છે? કેટલા સમય સુધીનો છે ? તે બધી બાબતોની તપાસ કરવામાં આવે છે. વ્યક્તિની લોન ચૂકવવાની ક્ષમતા પર આ બાબત આધારિત છે. જેથી લોનની અરજી કર્યા પહેલા ચાલુ લોન ક્લોઝ કરવી અથવા પૈસા કમાવાની ક્ષમતા વધારવી જરૂરી છે.

    6) લોન આપનારની LTV

    લોન ટુ વેલ્યુ રેશિયો અથવા એલટીવી એ મોર્ગેજ પ્રોપર્ટીના વર્તમાન બજાર મૂલ્યની ટકાવારી તરીકે લેન્ડર મંજૂર કરી શકે તે મહત્તમ લોનની રકમનું માપ છે. અલગ અલગ બેંકો કે NBFC હોમ લોન પર અલગ અલગ LTV પૂરું પાડે છે. હોમ લોનનો વ્યાજ દર પણ આ પરિબળો પર આધારિત હોય છે.

    આ પણ વાંચો: એક વર્ષમાં માલામાલ કરનાર આ શેર કરશે બોનસ ઇશ્યૂની જાહેરાત

    7) પ્રોપર્ટી

    હોમ લોનની પાત્રતાનું મૂલ્યાંકન કરતી વખતે ધીરાણકર્તાઓ મિલકત તપાસ કરે છે અને તેની ભૌતિક સ્થિતિ, વિશિષ્ટતાઓ અને બજાર મૂલ્યની તપાસ કરીને તેઓ મિલકત માટે લોનની રકમ ઓફર કરી શકે છે. RBIની માર્ગદર્શિકા મુજબ, ધીરાણકર્તા મિલકત મૂલ્યની સરખામણીએ હાઉસિંગ લોનમાં મહત્તમ 90 ટકા રકમ આપી શકે છે. જેથી તમારે ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ તરીકે ચોક્કસ રકમ ચૂકવવી પડશે. ડાઉન પેમેન્ટમાં વધુ ભરવાથી લોનની રકમ અને લોન-ટુ-વેલ્યુ રેશિયો ઘટાડવામાં મદદ મળે છે. એકંદર હોમ લોન પાત્રતામાં વધારો થાય છે.

    હોન લોન માટે પાત્રતા વધારવાની ટિપ્સ:


    1) કો-એપ્લિકન્ટ સાથે અરજી કરો

    હોમ લોનની અરજીમાં કો-એપ્લિકન્ટ રાખવાથી પાત્રતામાં વધારો થાય છે. તમારો કો-એપ્લિકેન્ટ ઊંચી આવક, વિશ્વસનીય ક્રેડિટ સ્કોર ધરાવતો હોય તે જરુરી છે. આ સાથે અમુક કરલાભ પણ મળે છે.

    2) લોનની એક્સ્ટન્ડેડ મુદત પસંદ કરો

    હોન લોન માટે તમારી યોગ્યતા સુધારવા માટે હોમ લોનની ચૂકવણી માટે વિસ્તૃત મુદત પસંદ કરો. લાંબી મુદત કુલ પુન:ચૂકવણીને વધુ મહિનાઓમાં વિભાજિત કરે છે અને EMIsને નીચે લાવે છે. મર્યાદિત આવક ધરાવતી વ્યક્તિઓ લાંબી મુદત અને નાની EMI થકી સરળતાથી ચૂકવણી કરી શકે છે. જેથી તેમની એકંદર લોન પાત્રતામાં સુધારો થઈ શકે છે.

    આ પણ વાંચો: રેપો રેટમાં 40 પોઇન્ટ્સનો વધારો થતા Home Loan લેનારાઓ પર શું થશે અસર?

    3) ચાલુ લોન ચૂકવવી

    ચાલુ લોનની ચૂકવણી હોમ લોનની મંજૂરીની શક્યતાને વધારે છે. દેવું ચૂકવવાથી કુલ લાયબીલીટી ઘટે છે, જેનાથી તમારી ચૂકવણી કરવાની ક્ષમતા વધે છે. સમયસર ક્રેડિટ કાર્ડની ચૂકવણી કરવી અને વાહન અથવા પર્સનલ લોન પર બાકી રહેલી રકમની ચૂકવણી પણ હોમ લોનની પાત્રતામાં સુધારો કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Personal finance, આરબીઆઇ, હોમ લોન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन