આ ખાનગી બેંકના વ્યાજ દરોમાં ઘટાડો, સસ્તો થયો હોમ-ઓટો લોનનો EMI

એચડીએફસી બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘટાડાની જાહેરાત કરી છે

News18 Gujarati
Updated: April 8, 2019, 5:48 PM IST
આ ખાનગી બેંકના વ્યાજ દરોમાં ઘટાડો, સસ્તો થયો હોમ-ઓટો લોનનો EMI
આ ખાનગી બેંકના વ્યાજ દરોમાં ઘટાડો
News18 Gujarati
Updated: April 8, 2019, 5:48 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના વ્યાજ દરમાં ઘટાડા બાદ હવે ખાનગી બેંક એચડીએફસી બેંક (HDFC Bank)એ પણ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘટાડાની જાહેરાત કરી છે. નવા દરો આજથી લાગુ થશે. જે બાદ બેંકની હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સસ્તી થશે.

0.10 ટકાનો ઘટાડો

HDFC બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. HDFC બેંકે એક વર્ષના દેવા પર એમસીએલઆર 8.75 ટકાથી ઘટાડીને 8.65 ટકા કર્યું છે. બેંકનું મોટાભાગનું દેવુ આ સમયમર્યાદાના વ્યાજ દરથી જોડાયેલું હોય છે. ઉપરાંત બેંકે છ મહિના, ત્રણ મહિના અને એક મહિનાના એમસીએલઆરને ઘટાડીને 8.45 ટકા, 8.35 ટકા અને 8.30 ટકા કર્યો છે.

MCLRને માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ પણ કહેવાય છે. આમાં બેંક તેના ફંડના ખર્ચ પ્રમાણે લોનના દર નક્કી કરે છે. આ બેંચમાર્ક દર હોય છે. તે વધતાં તમે લીધેલી લોન મોંઘી થાય છે.

 આ પણ વાંચો: સોનુ ખરીદવું થયું મોંઘુ, જાણો 10 ગ્રામના નવા ભાવ

એમસીએલઆરમાં ઘટાડો થાય તો સામાન્ય લોકોએ સૌથી મોટો લાભ એ થાય છે કે, તેની હાલમાં ચાલી રહેલી લોન સસ્તી થાય છે અને તેને પહેલાંની સરખામણીમાં ઓછું ઇએમઆઇ આપવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, RBI દ્વારા રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. રેપોમાં ઘટાડા બાદ તે 6 ટકા પર આવી ગયું છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ ઘટીને 5.75 ટકા પર આવી ગયું છે.
First published: April 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...