ઘર ખરીદનારાઓ માટે મોટી ખબર! GSTને લઈને બદલાયો આ નિયમ

CBICના મતે બિલ્ડર્સ ચાલી રહેલા પ્રોજેક્ટસ માટે જો સામાન્ય ઘરો માટે 5 ટકા અને સસ્તા ઘરો માટે 1 ટકાના દરે જીએસટી વસુલે છે તો તે ક્રેડિટ એડજસ્ટમેન્ટનો ફાયદો લઈ શકશે નહીં

News18 Gujarati
Updated: May 16, 2019, 6:43 PM IST
ઘર ખરીદનારાઓ માટે મોટી ખબર! GSTને લઈને બદલાયો આ નિયમ
CBICના મતે બિલ્ડર્સ ચાલી રહેલા પ્રોજેક્ટસ માટે જો સામાન્ય ઘરો માટે 5 ટકા અને સસ્તા ઘરો માટે 1 ટકાના દરે જીએસટી વસુલે છે તો તે ક્રેડિટ એડજસ્ટમેન્ટનો ફાયદો લઈ શકશે નહીં
News18 Gujarati
Updated: May 16, 2019, 6:43 PM IST
જો બિલ્ડરને હાઉસિંગ પ્રોજેક્ટ માટે કંપ્લીશન સર્ટિફિકેટ 31 માર્ચ 2019 મળ્યું છે તો તે પ્રોજેક્ટમાં ઘર ખરીદનારને બાકી રકમ પર 12% GST આપવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સે (CBIC)આ વાત સ્પષ્ટ કરી છે. સીબીઆઈસીએ કહ્યું છે કે જો કોઈ પરિયોજનાને એક એપ્રિલ 2019 પહેલા પૂરા થવાનું પ્રમાણપત્ર મળી ગયું છે તો આ પરિયોજનાના બિલ્ડરને બાકી રકમ પર ઘર ખરીદદારો પાસેથી 12 ટકા જીએસટી વસૂલવો પડશે. CBICના મતે બિલ્ડર્સ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ માટે જો સામાન્ય ઘરો માટે 5 ટકા અને સસ્તા ઘરો માટે 1 ટકાના દરે જીએસટી વસુલે છે તો તે ક્રેડિટ એડજસ્ટમેન્ટનો ફાયદો લઈ શકશે નહીં.

આ પહેલા CBICએ FAQના પ્રથમ સેટને પાછલા સપ્તાહે જાહેર કર્યો હતો. જેમાં 1 એપ્રિલથી પ્રભાવી થનાર નવા જીએસટી રેટને લઈને મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરાયો હતો. જેમાં સીબીઆઈસીએ કહ્યું હતું કે માઇગ્રેશન નિયમ પ્રમાણે 1 એપ્રિલ 2019થી બિલ્ડરોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ(ITC)સુવિધાનો લાભ ઉઠાવ્યા વિના સસ્તી આવાસીય પરિયોજના ઉપર 1 ટકા અને અન્ય શ્રેણીની આવાસીય પરિયોજના ઉપર 5 ટકાના દરથી જીએસટી વસુલવાની મંજૂરી આપવામાં આવી છે.

માર્ચમાં ઘટ્યા હતા GST દર

વિત્ત મંત્રી અરુણ જેટલીની આગેવાનીમાં જીએસટી પરિષદે માર્ચમાં 1 એપ્રિલ 2019થી આવાસીય ઘરો ઉપર 5 ટકા અને સસ્તા ઘરો ઉપર 1 ટકાના દરથી જીએસટી નિર્ધારિત કરી હતી. આ સિવાય એ પણ નક્કી કર્યું હતું કે તેના ઉપર બિલ્ડર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)નો ફાયદો મળશે નહીં.

બિલ્ડર્સ પાસે GST વિકલ્પ પસંદ કરવાનો અધિકાર
ચાલું હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે બિલ્ડર્સને જૂની અને નવી જીએસટી વ્યવસ્થામાં પોતાના હિસાબથી પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જોકે નવા પ્રોજેક્ટ્સ માટે તેમને નવી વ્યવસ્થા પ્રમાણે જીએસટી વસુલવી પડશે.
First published: May 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...