Home /News /business /Long Weekend 2023: નવા વર્ષમાં મિત્રો અને પરિવાર સાથે રજાઓ માણવાનો ભરપૂર મોકો, લોંગ વીકેન્ડ માટે આ રીતે અત્યારથી જ કરો પ્લાન
Long Weekend 2023: નવા વર્ષમાં મિત્રો અને પરિવાર સાથે રજાઓ માણવાનો ભરપૂર મોકો, લોંગ વીકેન્ડ માટે આ રીતે અત્યારથી જ કરો પ્લાન
નવા વર્ષની ઉજવણીથી લઈને ક્રિસમસ 2023 સુધી આ વર્ષે દર મહિને લોકોને પિકનિક માટે રજાઓની ઘણી તકો મળશે.
Weekend: નવા વર્ષની ઉજવણીથી લઈને ક્રિસમસ 2023 સુધી આ વર્ષે દર મહિને લોકોને પિકનિક માટે રજાઓની ઘણી તકો મળશે. જો તમે પણ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રજાઓની સંપૂર્ણ યાદી જાણીલો.
Weekend Holidays: ભારતમાં છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાના સંકટને કારણે રજાઓ દરમિયાન મુસાફરી પર પ્રતિબંધ હતો. કારણ કે કોવિડ-19 સમયે પ્રતિબંધને કારણે પ્રવાશની બહુ સ્વતંત્રતા હતી નહિ. જો કે હવે ધીમે ધીમે કોરોનાનું સંકટ સમાપ્ત થઈ રહ્યું છે તેથી લોકો નવા વર્ષ 2023માં મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા છે. નવા ઉત્સાહ સાથે લોકો નવી જગ્યાએ જવા માટે ઉત્સુક છે. આ જોઈને એવું લાગે છે કે છેલ્લા બે વર્ષથી લોકો છૂટથી નથી ફરી શક્યા એટલા માટે આ વર્ષે લોકો વધુ હરશે-ફરશે.
નવા વર્ષની ઉજવણીથી લઈને ક્રિસમસ 2023 સુધી આ વર્ષે દર મહિને લોકોને પિકનિક માટે રજાઓની ઘણી તકો મળશે. જો તમે પણ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો મુસાફરીને વધુ યાદગાર બનાવવા માટે અમે તમારા માટે 2023ની ટ્રાવેલ ગાઈડ અને દર મહિને વીકએન્ડની રજાઓની સંપૂર્ણ યાદી લઈને આવ્યા છીએ.
જાન્યુઆરીમાં 4 દિવસની રજા સાથે પ્રારંભ
1 જાન્યુઆરીએ નવા વર્ષનો દિવસ રવિવાર છે, તેથી જો તમે 30 ડિસેમ્બર શુક્રવાર અને 2 જાન્યુઆરી સોમવારના રોજ રજા લો છો, તો તમને આ સમય દરમિયાન પ્લાન બનાવવા માટે ચાર દિવસ મળે છે.
મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી શનિવાર અને 15 જાન્યુઆરી રવિવારના રોજ છે. જો તમે 13મી જાન્યુઆરી શુક્રવાર અને 16મી જાન્યુઆરી સોમવારની રજા લો છો તો પણ તમે એક સારી ટૂર કરી શકો છો.
આ રજાએ પર તમે શ્રીનગર જઈ શકો છો અને કાશ્મીરમાં થીજી ગયેલા તળાવો અને ધોધથી લઈને બગીચાઓના નયનરમ્ય દૃશ્યોનો આનંદ લઈ શકો છો.
ફેબ્રુઆરીમાં પણ 4 દિવસની રજા
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી ગુરુવારે આવી રહ્યો છે. જો તમે 27 જાન્યુઆરી શુક્રવારની રજા લો છો તો તમે શનિવાર અને રવિવાર એમ કુલ ચાર દિવસનો લાભ ઉઠાવી શકો છો.
મહાશિવરાત્રી શનિવારે 18 ફેબ્રુઆરી પર આવી રહી છે અને 19 તારીખે રવિવાર છે. પરંતુ એક દિવસ અગાઉ રજા લઇ લો છો તો અહીં પણ ત્રણ દિવસ માટે ફરવાનું આયોજન શક્ય બને એમ છે.
માર્ચમાં 5 દિવસની રજાઓ
હોળી 8 માર્ચ બુધવારના રોજ છે. જો તમે તમારા બોસને 9 અને 10 માર્ચ (ગુરુવાર અને શુક્રવાર) ના રોજ બે દિવસની રજા લેવા માટે મનાવી શકો તો લાંબા સપ્તાહના અંતનો આનંદ માણી શકાશે. આમ તમને રજાની ઉજવણી કરવા માટે 8મી થી 12મી માર્ચ (બુધવારથી રવિવાર) સુધીના સંપૂર્ણ પાંચ દિવસ મળે છે.
તમને એપ્રિલમાં 6 દિવસની રજા
મહાવીર જયંતિ 4થી એપ્રિલ મંગળવારના રોજ છે અને ગુડ ફ્રાઈડે 7મી એપ્રિલ શુક્રવારના રોજ છે. જો તમે 5મી અને 6ઠ્ઠી એપ્રિલ બુધવાર અને ગુરુવારના રોજ રાજા લો છો તો કુલ 6 દિવસની એક લાંબી ટ્રીપ શક્ય બનશે.
મે મહિનામાં રજા સાથે સપ્તાહાંત
બુદ્ધ પૂર્ણિમા 5 મે શુક્રવારના રોજ છે. 6 અને 7 મે સાથે લાંબો સપ્તાહાંત છે. અહીં તમારે વધારાની રજા લેવાની જરૂર રહેશે નહીં.
રથયાત્રા 20મી જૂન મંગળવારે છે. જેમને આ દિવસે રજા હોય તેઓ અગાઉના દિવસે 19મી જૂન સોમવાર અને 17મી જૂન શનિવારે રાજા લઈને ચાર દિવસ માટે ફરી શકે છે. આ મહિનામાં બકરી ઈદ 29 જૂન ગુરુવારે છે. શુક્રવારે એક દિવસની રજા લઈને સપ્તાહાંતનો આનંદ ઉઠાવી શકશો.
માત્ર જુલાઈ નિરાશ
કમનસીબે જુલાઈ મહિનામાં કોઈ જાહેર રજા કે તહેવાર નથી. તેથી આ મહિનામાં લાંબા વીકએન્ડને કોઈ અવકાશ નથી.
ઓગસ્ટમાં રજા સાથે લોંગ વીકએન્ડની ઉજવણી કરો
15 ઓગસ્ટ મંગળવારે સ્વતંત્રતા દિવસ છે. આગલા દિવસે સોમવારે રજા લેવાથી તમને 12મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધીનો લાંબો વીકએન્ડ મળી શકે છે. આ સિવાય જેમની પાસે પારસી નવા વર્ષ માટે 16 ઓગસ્ટ બુધવારના રોજ રજા હોય છે, તેઓને તેમની રજાઓનું આયોજન કરવા માટે એક વધારાનો દિવસ મળે છે.
ઓગસ્ટમાં આગામી સંભવિત લાંબા સપ્તાહમાં ઓણમ 29 ઓગસ્ટ મંગળવાર છે. ત્યારબાદ બીજા દિવસે 30 ઓગસ્ટ બુધવારના રોજ રક્ષા બંધન છે. જો તમે સોમવારની રજા લો છો તો તમને 26મી ઓગસ્ટથી 30મી ઓગસ્ટ સુધી 5 દિવસનો લાંબો વીકએન્ડ મળી શકે છે.
જન્માષ્ટમી 7 સપ્ટેમ્બર ગુરુવારના રોજ છે. શુક્રવારે એક દિવસની રજા તમને 7મી સપ્ટેમ્બરથી 10મી સપ્ટેમ્બર સુધીના ચાર દિવસના લાંબા સપ્તાહાંતનો આનંદ આપી શકે છે.
જ્યારે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર મંગળવારના રોજ છે. છેલ્લા દિવસે કામ પરથી રજા એટલે કે સોમવાર તમને 16મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી લાંબો વીકએન્ડ રહેશે.
ઓક્ટોબરમાં રજા સાથે લોંગ વીકએન્ડ મળશે
2જી ઑક્ટોબરે ગાંધી જયંતિ સોમવારના દિવસે આવતી હોવાથી 30મી સપ્ટેમ્બર અને 1લી ઑક્ટોબરના પાછલા સપ્તાહમાં લાંબા વીકએન્ડ માટે પ્લાન કરવાનો યોગ્ય સમય હશે.
લગભગ ત્રણ અઠવાડિયા પછી દશેરા 24 ઓક્ટોબર મંગળવારે આવે છે. છેલ્લા દિવસે કામ પરથી રજા એટલે કે સોમવાર તમને 21 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી લાંબો સપ્તાહાંત રહેશે.
નવેમ્બરમાં દિવાળી પર આ રીતે રજાઓનું આયોજન કરો
દીપાવલી 12 નવેમ્બર રવિવારના રોજ છે. બીજા દિવસે 13 નવેમ્બર સોમવારના રોજ ગોવર્ધન પૂજા છે. 10 નવેમ્બર શુક્રવાર અને નવેમ્બર 13 સોમવારના રોજ રજા લઈને ચાર દિવસની સપ્તાહાંત યોજના બનાવી શકે છે.
ગુરુ નાનક જયંતિ 27મી નવેમ્બર સોમવારના રોજ છે, જે તમને 25મી નવેમ્બર અને 26મી નવેમ્બરના અગાઉના સપ્તાહાંત સાથે લાંબો સમય આપે છે.
ડિસેમ્બરમાં ક્રિસમસથી નવા વર્ષ સુધીની રજાઓ
2023માં ક્રિસમસ 25 ડિસેમ્બર સોમવારના રોજ આવશે. 23 થી 25 ડિસેમ્બર સુધી રજા પર જવા માટે આ સારો સમય છે. નવા વર્ષની પૂર્વ સંધ્યા 31મી ડિસેમ્બરે રવિવારે આવે છે. જો તમે 29 ડિસેમ્બર શુક્રવાર અને 1 જાન્યુઆરી 2024 સોમવારના રોજ રજા લો છો, તો તમને ચાર દિવસ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર