મુંબઇ: ફેસ્ટિવલ ટાઇમ નજીક આવી રહ્યો છે અને તેનો ભરપૂર ફાયદોએરલાઇન્સ કંપનીઓ ગ્રાહકોને આપી રહી છે. તેમની ખાસ ઓફર્સ દ્વારા. હાલમાં જ એક એરલાઇન દ્વારા ફક્ત 991 રૂપિયામાં હવાઇ સફરની તક આપી હતી. ગો એરલાઇન્સ દ્વારા હોલી સ્પેશલ વીકએન્ડ સ્કમીમ શરૂ કરી છે. જે હેઠળ તે કેટલાક રૂટ્સ પર 991 રૂપિયમાં હવાઇ સફરની તક આપી રહ્યાં છે. એટલું જ નહીં જો તમે hdfcનાં કાર્ડથી બુકિંગ કરાવો છો તો તમને વધુ 10 ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે.
ગોએરની વેબસાઇટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, 991 રૂપિયામાં આપ બાગડોગરાથી ગુવાહાટીનો સફર પણ કરી શકો છો. આ ઉપરાંત ચેન્નઇથી કોચ્ચી 1,120 રૂપિયા. ગુવાહાટીથી બાગડોગરા 1291 રૂપિયામાં અને બેંગલુરૂથી કોચ્ચી 1390 રૂપિયા અને કોચ્ચિથી બેંગલુરૂ 1390 રૂપિયા સહિતની ટિકિટ્સ આપી રહ્યાં છે. આ ઉપરાંત અન્ય ઘણાં રૂટ્સ પણ શામેલ છે.
જોકે આ ઓફર્સનો લાભ ઉઠાવવા માટે આપે કેટલાંક નિયમ તેમજ શરત પૂર્ણ કરવાની રહેશે. આ નિયમ અને શરતની માહિતી આપને GoAir.in પરથી મળી રહેશે.
હાલમાં એર એશિયા ઇન્ડિયા તેમનાં ડોમેસ્ટિક યાત્રીઓને 20 ટકાની છૂટ આપી રહ્યું છે. આંતરરાષ્ટ્રિય યાત્રાઓ માટે એર એશિયા ઇન્ડિયાનાં પ્રવાસ માટે 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપે ચે જોકે આ ઓફર 25 ફેબ્રુઆરી સુધી જ સિમિત છે.
એર એશિયાની આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે આપે આ ઓફર હેઠળ શામેલ રૂટની પસંદગી કરવાની રહેશે. હાલમાં દરેક રૂટ માટે પ્રવાસનો સમય નક્કી છે. એટલે ટિકિટ બૂક કરાવતા પહેલાં એરલાઇનની વેબસાઇટ પર માહિતી મેળવી શકાશે. હાલમાં આ ઓફર મેળવવા માટે આફની પાસે 23 ફેબ્રુઆરી સુધીનો સમય છે આ દરમિયાન આપ 24 ફેબ્રુઆરીથી 24 માર્ચની વચ્ચે ક્યાંય પણ સફર કરી શકો છો. આ વિશેની વધુ માહિતી આપને jetairways.com પરથી મળશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર