હોળી પર ટ્રેનની ટિકિટ ન મળતાં ચિંતા ન કરો, હજુ પણ બુક કરી શકો છો કન્ફર્મ ટિકિટ

News18 Gujarati
Updated: March 17, 2019, 1:13 PM IST
હોળી પર ટ્રેનની ટિકિટ ન મળતાં ચિંતા ન કરો, હજુ પણ બુક કરી શકો છો કન્ફર્મ ટિકિટ
તમે પ્રીમિયમ તત્કાલની મદદથી ટિકિટ બુક કરી શકો છો

આવી સ્થિતિમાં તમે પ્રીમિયમ તત્કાલની મદદ લઇ શકો છો અને ટિકિટ બુક કરી શકો છો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: હોળીના તહેવાર પર જો તમે ઘરે જોવાની તૈયારી કરી રહ્યાં છો અને ઓફિસના કામની વચ્ચે ટ્રેનની ટિકિટ બુક કરવાનું ભૂલી ગયા છો તો તમારી પાસે એક વધુ વિકલ્પ છે. આવી સ્થિતિમાં તમે પ્રીમિયમ તત્કાલની મદદ લઇ શકો છો અને ટિકિટ બુક કરી શકો છો. પ્રીમિયમ તત્કાલ મુસાફરીના લગભગ 24 કલાક પહેલાં બુક કરાવી શકાય છે. તત્કાલની સરખામણીએ આમાં સીટ મળવાની સંભાવના વધુ છે. જાણીએ આના વિશે....

પ્રીમિયમ તત્કાલ ટિકિટ

(1) તત્કાલની જેમ એસી ક્લાસ માટે સવારે 10 વાગ્યે આનું બુકિંગ શરૂ થાય છે. આવી રીતે નોન-એસી ટિકિટ માટે સવારે 11 વાગ્યે બુકિંગ કરવામાં આવે છે.

(2) આઇઆરસીટીસીના નિયમ પ્રમાણે, એજન્ટ્સને પ્રીમિયમ તત્કાલની બુકિંગ કરવાની પરવાનગી નથી.

(3) આ હેઠળ ડાયનેમિક ફેર વસૂલવામાં આવે છે. એટલે કે, આની કિંમતમાં વધારો-ઘટાડો થાય છે.

(4) આ હેઠળ માત્ર કન્ફોર્મ ટિકિટ જ મળે છે. એટલે કે વેટિંગ લિસ્ટ અથવા આરએસી શ્રેણીની ટિકિટ બુક કરી શકાતી નથી.(5) માત્ર ઓનલાઇન જ પ્રીમિયમ તત્કાલ ટિકિટ બુક કરી શકાય છે.

(6) આ હેઠળ ટિકિટ બુક કરાવનારને કોઇ પણ પ્રકારની છૂટ મળતી નથી. બાળકો માટે પણ પૂરી નાણાં ચૂકવવા પડશે.

આ પણ વાંચો: ધો-5 ફેલ આ વ્યક્તિએ ઊભી કરી 2 હજાર કરોડની કંપની, 95 વર્ષે પદ્મ ભૂષણથી સન્માનિત

(7) પ્રીમિયમ તત્કાલ બુક કરાવતી વખતે ઓળખ કાર્ડની જરૂર પડે છે. જો બે અથવા બેથી વધુ લોકોએ એક સાથે ટિકિટ બુક કરાવી હોય તો ઓછામાં ઓછા એક પાસે ઓળખ કાર્ડ સાથે રખવું પડશે.

(8) ટિકિટ કેન્સલ કરાવતાં નાણાં પરત નહીં મળે. એટલે કે રિફંડની કોઇ વ્યવસ્થા નથી.

(9) તત્કાલ ટિકિક બુક કરતી વખતે જે નિયમ છે તે બધા નિયમ પ્રીમિયમ તત્કાલ પર પણ લાગુ પડે છે.
First published: March 17, 2019, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading