BUDGET 2018 : 1991થી જાણો બજેટનો પૂરો ઈતિહાસ

પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી (ફાઇલ ફોટો)

  • Share this:
કેન્દ્રીય બજેટ 2018 સરકાર રજૂ કરી રહી છે, તે પહેલા જ જાણો કે, 1991થી લઈને 2016 સુધી બજેટોમાં શું-શુ ફેરફાર આવ્યા છે. તે સાથે કોને રજૂ કર્યા છે

1991

ભારતમાં આર્થિક ઉદારતાની શરૂઆત થઈ, આયાત-નિકાસના નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યા અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો. સરકારે કસ્ટમ ડ્યુટીને 220%થી ઘટાડીને 150% કરી દીધી હતી. ઈન્ડ્રસ્ટ્રીમાં કોમ્પિટિશન શરૂ થઈ, જેનાથી ભાવોમાં ઘટાડો થયો હતો.

વૈશ્વિકરણ બાદ 1991નું બજેટ દેશ માટે ખુબ જ ખાસ હતો. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ બજેટ રજૂ કર્યો હતો. આર્થિક ઉદારતાની શરૂઆત માટે નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા.

1992

1992ના બજેટમાં 10 વર્ષમાં બધા માટે રોજગાર પૂરો પાડવાનો ટાર્ગેટ બનાવવામાં આવ્યો. સરકારના નુકશાનને ઓછો કરવાની કોશિશ કરવામાં આવી. મનમોહનસિંહે ટેક્સ અને નોન ટેક્સ રેવેન્યૂ વધારવા પર જોર આપ્યું. આ વર્ષે જ ડિફેન્સ બજેટ 7 ટકા વધારીને 16,350 કરોડ રૂપિયાથી 17,500 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું.

1991 બાદ આવતા વર્ષે ભૂતપૂર્વ નાણામંત્રી મનમોહનસિંહે રોજગારને ટાર્ગેટ કર્યો હતો. તે સાથે સરક્ષણ બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

1993

ગ્રામીણ વિકાસ માટે કૃષિ લોન વધારવા પર ખુબ જ ચર્ચા થઈ. પોતાની બજેટ સ્પીચમાં મનમોહન સિંહે કહ્યું હતું કે, અમારા પ્રયત્નોથી ધીમે-ધીમે ભારતીય ઉદ્યોગનું સંરક્ષણ ઓછું થશે. આનાથી ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈસ ઓછી થશે, જેનો ભાર આપણા ખેડૂતોને ઉઠાવવો પડે છે. વર્ષ 1993માં મનમોહનસિંહે ખેડૂતોના જીવન ધોરણને ઉંચુ લાવવા માટે નવા નિર્ણયો લેવાની જાહેરાત કરી હતી.

1994

જીડીપીમાં સર્વિસ ટેક્સની ભાગીદારી 40% સુધી થયા બાદ પહેલી વખત સર્વિસ ટેક્સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આની દર 5 ટકા હતી. આનો હેતુ ઈનડાયેરક ટેક્સને વધારવાનો હતો. સૌથી પહેલા સર્વિસ ટેક્સ ટેલિફોન, જનરલ ઈન્શયોરન્સ અને સ્ટોકબ્રોક્સ પર લગાવવામાં આવ્યો. 1994માં પ્રથમ વખત સર્વિસ ટેક્સને વધારવામાં આવ્યો હતો. અપ્રત્યક્ષ રીતે કર વધારવાની કોશિશ કરવામાં આવી હતી. આ બજેટને પણ મનમોહનસિંહે રજૂ કર્યો હતો.

1995

આ બજેટમાં સોફ્ટવેર એક્સપર્ટ્સને આપવામાં આવી રહેલ ઈન્સેટિવ્સ ધીમે-ધીમે પાછા લેવાનો નિર્ણય થયો હતો. જીડીપીની તુલનામાં કરનો રેશિયો સુધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દુનિયાના અન્ય દેશોની જેમ ભારતને પણ સોફ્ટવેર ડેવલપમેન્ટનું કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સતત પાંચમા વર્ષ 1995માં મનમોહનસિંહે બજેટ રજૂ કર્યો. આનાથી ભારતે દુનિયામાં સોફ્ટવેર ડેવલપમેન્ટનું કેન્દ્ર બનાવાની કોશિશો પર ભાર આપ્યું.

1996

આ બજેટ પર ફોકસ સાફ પાણી, પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાઓ, પ્રાથમિક શિક્ષાને વર્લ્ડ કલાસ બનાવવા, ગરીબ પરિવારોને ઘર, બધા જ ગાંમડાઓને રસ્તાઓ સાથે જોડવાનો અને ગરીબી રેખા નીચે રહેલા લોકો માટે રાશનની બેસ્ટ વ્યવસ્થા પર હતો. આ બજેટ પણ મનમોહનસિંહે જ રજૂ કર્યો હતો.

1997

આ વર્ષમાં બજેટમાં સામાન્ય લોકો અને કંપનિઓ માટે ટેક્સ રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો. આમાં કંપનીઓને પહેલાથી જ MAT (મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ) જમા કરાવવાનું પ્રાવધાન કરવામાં આવ્યું. બ્લેકમનીના ખુલાસા માટે વોલેન્ટ્રી ડિસ્ક્લોઝર ઓફ ઈન્કમ સ્કીમ (VDIS) શરૂ કરવામાં આવ્યું. 1997નું બજેટ સામાન્ય લોકો માટે બેસ્ટ હતું. આ બજેટમાં સામાન્ય લોકો માટે ટેક્સ રેટ ઓછા કરવામાં આવ્યા. બ્લેકમની પર પંજો પાડવા માટે નવી સ્કીમની શરૂઆત કરવામાં આવી.

1998

પર્સનલ ઈન્કમ ટેક્સ ક્લેક્શનમાં મોટો વધારો થયો અને VDISથી 10,000 કરોડ રૂપિયા જમા થયા. કરદાતાઓ પાસે ખર્ચ કરવા લાયક રકમ વધવાથી માંગમાં તેજી આવી. ટેક્સ રેવેન્યૂમાં સતત વધારાથી સામાજિક કલ્યાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધ્યો. 1998નું બજેટ પી. ચિદમ્બરમે રજૂ કર્યું. દેશમાં ટેક્સ રેવેન્યૂ વધાવાથી વેલફેર સ્કીમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધ્યો.

1999

રેવેન્યૂ અને ફિસ્કલ ડેફેસિવ ઘટાડીને અર્થવ્યવસ્થાને સારી બનાવવા માટે કોશિશ શરૂ કરવામાં આવી. માનવ સંસાધન મંત્રાલયે કેટલાક એવા કાર્યક્રમ શરૂ કર્યા જેમાં ગરીબોના જીવન ધોરણમાં સુધારો થાય. 1999માં એનડીએની સરકાર બની અને યશવંત સિંહે બજેટ રજૂ કર્યો. ગરીબોના ફાયદા માટે સરકારે કેટલાક કાર્યક્રમ શરૂ કર્યા.

2000

સોફ્ટવેર કંપનીઓની સગવડતાઓને ઓછી કરવામાં આવી. ટ્રાન્સફર પ્રાઈસિંગ રેગ્યુલેશન્સ રજૂ કરવામાં આવ્યો. એસોસિએટેડ કંપનીઓ માટે લેવડદેવડને પારદર્શક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ 2000માં યશવંત સિંહે બીજો બજેટ રજૂ કર્યો હતો. લેવડદેવડને પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.

2001

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધવાની સાથે ફાઈનાન્શિયલ સેક્ટર એન્ડ કેપિટલ માર્કેટમાં રિફોર્મ્સ પર ભાર આપવામાં આવ્યો. વધારાના ખર્ચાઓ અને સબસીડિ ઓછી કરવાનું કામ શરૂ કર્યું. આની સાથે જ બિમાર સરકારી કંપનીઓને ખાનગીકરણ અથવા તેમની તબિયતને સુધારવા સાથે ટેક્સ વધારવા પર ફોકસ રહ્યું.

2002

2 ટકા ભૂકંપ કર ખત્મ કરી દેવામાં આવ્યો. નકલી પેન કાર્ડનો ઉપયોદ કરવા પર 10,000 રૂપિયા દંડની જોગવાઈ. ગેર મેટ્રો શહેરોના મલ્ટીપ્લેક્સ પર કરનો બોજો ઓછો કરવામાં આવ્યો. સેલ્યુલર અને કાર્ડલેસ ફોન પણ સસ્તા થયા.

2003

હેલ્થ ઈન્શોયરન્સ સ્ક્રિમ શરૂ થઈ, જેમાં પ્રતિ દિવસે 1 રૂપિયો પ્રીમિયમ પર વર્ષભરનો વિમો લઈ શકતા હતા. પાંચ સભ્યોના પરિવારને આ હેલ્થ વીમો લેવા માટે 1.50 રૂપિયા અને 7 સભ્યોના પરિવાર માટે 2 રૂપિયા પ્રતિદિન પ્રીમિયમ નક્કી કરવામાં આવ્યો હતો. બિમાર થવા પર 30,000 રૂપિયા અને મૃત્યુ પર 25,000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 2003માં બજેટ જસવંતસિંહે રજૂ કર્યો હતો.

2004

દેશમાં વધતી ગરીબીના કારણે ગરીબી રેખાની નીચે રહેનાર 2 કરોડ પરિવારોને સબ્સાઈડ્ઝ રાશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ ખત્મ અને શોર્ટ કેપિટલ ગેન ટેક્સ ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો હતો. એડ્સ સામે લડવા માટે 259 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. 2004માં પણ એનડીએ તરફથી બજેટ જસવંતસિંહે રજૂ કર્યો હતો.

2005

આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સેશન પર વધારે ફોકસ કરવામાં આવ્યું હતું. 1 લાખ રૂપિયા સુધીની ઈન્કમ ટેક્સ ફ્રિ થઈ હતી. 1થી 1.50 લાખ રૂપિયા પર 10 ટકા 1.50થી 2.50 લાખ રૂપિયા 20 ટકા અને 2.50 લાખ રૂપિયાથી વધારે આવક પર 30 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો હતો. હાઈવે નિર્માણ માટે ડિઝલ અને પ્રેટ્રોલ પર 50 પૈસા પ્રતિલિટર સેસ લગાવવામાં આવ્યો હતો.

2006

યૂપીએ-2ના ફાઈનાન્સ મિનિસ્ટર ચિદમ્બરમે પહેલી વાર નક્કી કર્યું હતું કે, 1 એપ્રિલ 2010થી જીએસટી લાગૂ કરવામાં આવશે.

2007

મહિલાઓ માટે ઈન્કમ ટેક્સની મર્યાદા વધારીને 1.45 લાખ રૂપિયા અને વરિષ્ઠ નાગરિકો માટે આ લિમિટ 1.95 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. ડિવિડેન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ 12.50 ટકાથી વધીને 15 ટકા કરી દેવામાં આવી. આ બજેટ પી. ચિદમ્બરમે રજૂ કર્યું હતું.

2008

2008માં યોજનાગત ખર્ચ 2.40 લાખ કરોડ રૂપિયા રહ્યું, જ્યારે ગેરયોજના ખર્ચ 5.07 લાખ કરોડ રૂપિયા હતો. સરકારે નાના ખેડૂતોનું દેવું માફ કરી દીધું હતું, જેના પર 600 અરબ રૂપિયા ખર્ચ થયા હતા.

2009

જવાહરલાલ નેહરૂ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન (JNNURM) 87 ટકા વધીને 12,887 કરોડ રૂપિયા રહ્યું. હાઉસિંગ અને શહેરી ગરીબીની સુવિધાઓ માટે પ્રોવિઝન વધારી દેવામાં આવ્યું. આમાં રાજીવ ગાંધી આવાસ યોજનાનું પણ સમાવેશ કરવામાં આવ્યું. 2009માં યૂપીએ સરકારનું બજેટ પ્રણવ મુખર્જીએ રજૂ કર્યું હતું.

2010

નાણાકિય વર્ષ 2010-11ના બજેટમાં કૃષિ ક્ષેત્રને રિવાઈન કરવા પર ભાર આપવામાં આવ્યું હતું. પરંતુ ઓર્ગેનિક ફર્ટિલાઈજર્સને કોઈ ઈન્સેન્ટિવ આપવામાં આવ્યું નહતું. 2010નું બજેટ પણ પ્રણવ મુખર્જીએ કર્યું હતું.

2011

સામાજિક ક્ષેત્ર માટે ફાળવણી 17 ટકા વધારીને 1,60,887 કરોડ રૂપિયા અને ભારત નિર્માણ પ્રોગ્રામ માટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી થઈ. શિક્ષા માટે યોજનાગત ફાળવણી 24 ટકા અને હેલ્થમાં 20 ટકા વધારવામાં આવી. પેન્શન મેળવવાની મર્યાદાને 65 વર્ષથી ઘટાડીને 60 વર્ષ કરી દેવામાં આવી. આ બજેટ યૂપીએ તરફથી પ્રણવ મુખર્જીએ રજૂ કર્યું હતું.

2012

આ બજેટમાં ગરીબોને લોક આપવાની સુવિધાનું વિસ્તરણ કરવામાં આવ્યું. એગ્રીકલ્ચર લોનનું ટાર્ગેટ 1 લાખ કરોડ રૂપિયાથી વધારીને 5.57 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું હતું. આ બજેટ પણ પ્રણવ મુખર્જીએ રજુ કર્યું

2013

યુવાઓના સ્કિલ ડેવલપમેન્ટ માટે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. નેશનલ ફ્રૂડ સિક્યોરિટી બિલ પાસ થવાની આશાથી 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. 2012ની ગેંગરેપની ઘટના બાદ નિર્ભયા ફંડના નામ પર 1 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

2014

હેલ્થ સેક્ટર માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી. મોટાભાગની જાહેરાતોમાં ફોકસ મેડિકલ, એજ્યુકેશન અને સંસ્થાઓ શરૂ કરવા પર રહી હતી. 2014માં ગંગાની યોજના બનાવવામાં આવી, તે અલગ વાત છે કે, ગંગા અત્યાર સુધી સાફ થઈ નથી. નમામી ગંગા માટે 2,037 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એનડીએ તરફથી આ બજેટ અરૂણ જેટલીએ રજૂ કર્યું હતું.

2015

એનડીએ સરકારનું આ પ્રથમ પૂર્ણ બજેટ હતું. જોકે, સોશિયલ સેક્ટરને કંઈ ખાસ મળ્યું નહતું. એક્સપર્ટનું માનવું હતું કે, સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવા માટે કંઈ ખાસ ઉપાય કર્યા નહતા. આ બજેટ અરૂણ જેટલીએ રજૂ કર્યું હતું.

2016

કેન્દ્ર સરકારે ગ્રામીણ વિસ્તારો માટે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 9,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. અરૂણ જેટલીએ ત્યારે વાયદો કર્યો હતો કે, 2022 સુધી ખેડૂતોની આવક ડબલ થઈ જશે. પરંતુ તે જણાવવાનું ભૂલી ગયા હતા કે, કેવી રીતે થશે.
Published by:Mujahid Tunvar
First published: