સરકારી બેન્કોમાં આવશે ઢગલાબંધ Jobs! આ વર્ષે ખુબ મળશે નોકરીઓને મોકો

News18 Gujarati
Updated: January 9, 2019, 7:30 AM IST
સરકારી બેન્કોમાં આવશે ઢગલાબંધ Jobs! આ વર્ષે ખુબ મળશે નોકરીઓને મોકો
પ્રતિકાત્મક તસવીર

તમે સરકારી બેન્કમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. સરકારી બેન્કોમાં ટુંક સમયમાં મોટી સંખ્યામાં કર્મચારી રિટાયર થવાના છે.

  • Share this:
જો તમે સરકારી બેન્કમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. સરકારી બેન્કોમાં ટુંક સમયમાં મોટી સંખ્યામાં કર્મચારી રિટાયર થવાના છે. એવામાં કર્મચારીઓની અછતને પહોંચી વળવા માટે જૂનિયાર અને મિડલ લેવલના પદો માટે ઝડપથી નવી નોકરીઓની ભરતી કરવી પડશે. આ વાત સાંસદની એક સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સરકારી બેન્કોમાં જનરલ મેનેજર સ્તર પર 95 ટકા, ડે. જનરલ મેનેજર સ્તરની 75 ટકા અને એડિશનલ જનરલ મેનેજર સ્તર પર 58 ટકા કર્મચારી 2019-20માં રિટાયર થવાના છે.

અરજી કરનારા લોકોની સંખ્યા ઘટી
નાણાકીય મામલાની સ્થાયી સમિતિએ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે, IBPSના આંકડાના આધાર પર જોયું કે, સરકારી બેન્કોમાં ક્લાર્ક, પ્રોબેશનરી ઓફિસર અને વિશિષ્ટ ઓફિસરોના પદ પર નવા લોકોની નિયુક્તિ માટે ઉમેદવારોની સંખ્યામાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળી સમિતિએ ગત અઠવાડીએ સાંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે, સમિતિનું માનવું છે કે, બેન્કો દ્વારા નિયુક્તિઓમાં ઘટાડો કરવાનું પણ એક કારણ છે, પરંતુ કોઈ પણ પ્રોત્સાહનની વિપરિત પરિસ્થિતિમાં લાંબા સમય સુધી કામ કરવાની ફરજથી પણ ઉમેદવાર હતોત્સાહી થઈ રહ્યા છે. સમિતિએ આશંકા વ્યક્ત કરી છે કે, સરકારી બેન્કોમાં નજીકના ભવિષ્યમાં મોટી સંખ્યામાં લોકો રિટાયર થવાથી વિભિન્ન સ્તર પર અચાનક લોકોનો ઘટાડો જોવા મળી શકે છે.
First published: January 8, 2019
વધુ વાંચો
अगली ख़बर