દેશના મોટા ગ્રૂપમાંથી એક આ કંપની ખરીદશે Jet Airways

 • Share this:
  એવિએશન કંપની જેટ એરવેઝ અંતે ખરીદનાર મળી ગયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જેટ એરવેઝને ખરીદવા માટે ટૂંક સમયમાં જ હિન્દુજા ગ્રૂપ બોલી લગાવશે. આ માટે હિન્દુજા ગ્રૂપના નરેશ ગોયલ અને સ્ટ્રેટેજિક નિવેશક એતિહાદ એરવેઝ પાસેથી સહમતી લઇ લીધી છે. હિન્દુજા બંધુ જીપી હિન્દુજા અને અશોક હિન્દુજાએ એસબીઆઇ કેપિટલ માર્કેટની આગેવાનીવાળી બેંકના કંશોર્સિયમ સાથે આ અંગે વાતચીત શરૂ કરી દીધી છે.

  ન્યૂઝ એજન્સી રોયટર્સના સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે હિન્દુજા ગ્રૂપે ડ્યૂ ડેલિજેન્સ માટે એસબીઆઇ કેપિટલ માર્કેટ્સના નેતૃત્વવાળા ઇન્વેસ્ટર્સ બેન્કર્સ સાથે વાતચીત કરી લીધી છે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

  અહીં ક્લિક કરી વાંચોઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બની દેશની સૌથી મોટી રિફાઇનરી કંપની

  ઉલ્લેખનીય છે કે દેશના અનેક અમીર ગ્રૂપે જેટને સંકટમાંથી ઉગારવા માટે તેના લેણદારો તથા ગોયલની અપીલને ઠુકરાવી દીધી છે. ટાટા ગ્રૂપે શરૂઆતમાં ઇચ્છા દર્શાવી હતી, પરંતુ બાદમાં મનાઇ કરી. આ પહેલા હિન્દુજા ગ્રૂપની નજર દેણામાં ડૂબેલા એર ઇન્ડિયાને ખરીદવાની હતી, જ્યારે તેના ખાનગીકરણની વાત વહેતી થઇ હતી.

  કોણ છે હિન્દુજા બ્રધર્સ - હિન્દુજા બંધુ ચાર ભાઇ છે. જેમાં લંડન નિવાસી શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજા દુનિયાભરમાં હિન્દુજા ગ્રૂપ હેઠળ તેલ તથા ગેસ, બેંકિંગ, આઇટી તથા પ્રોપર્ટીનો કારોબાર કરે છે. બંને ભાઇ ઇમ્પોર્ટ વેપારને વધારવા માટે વર્ષ 1979માં લંડન આવ્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: