Home /News /business /

કરોડોની સંપત્તિ લડાઇ રહેલા હિંદુજા ગ્રુપના ભાઇઓન કૌટુંબિક ઇતિહાસ કરો એક નજર

કરોડોની સંપત્તિ લડાઇ રહેલા હિંદુજા ગ્રુપના ભાઇઓન કૌટુંબિક ઇતિહાસ કરો એક નજર

હિંદુજા ભાઇઓ (ફોટો-રૉઇટર)

ઉલ્લેખનીય છે કે 2014માં એક લેટર મળ્યો હતો જે મુજબ પરિવારની આ સંપત્તિ એક ભાઇ પાસે ન રાખવાની વાત કરવામાં આવી હતી.

  વર્ષ 1914માં પરમાનંદ હિંદુજાએ હિંદુજા ગ્રુપથની શરૂઆત કરી હતી. હાલ આ હિંદુજા પરિવાર પાસે 11.2 બિલિયન ડૉલરની સંપત્તિ છે. પણ 2014માં સામે આવેલા એક પત્રના કારણે આ પરિવારના ચારેય ભાઇઓ વચ્ચે જોરદાર કાનૂની લડાઇ ચાલી રહી છે. મંગળવારે જ લંડનમાં એક જજે આ પર નિર્ણય સંભળાવ્યો છે. નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે શ્રીકાંતના અન્ય ત્રણ ભાઇઓ ગોપીચંદ, પ્રકાશ અને અશોકે હિંદુજા બેંક પર નિયંત્રણ મેળવવા માટે આ પત્રનો ઉપયોગ કરવાનો પર્યાસ કર્યું છે. અને આ સંપત્તિ ખાલી શ્રીચંદ એટલે કે પરિવારના સૌથી મોટા પુત્રની જ છે. જજે કહ્યું કે શ્રીચંદ અને વીનૂ ઇચ્છે છે કે કોર્ટ નક્કી કરે કે આ પત્રથી કોઇ કાનૂની અસર ન થી જોઇએ અને તેને વિલના રૂપમાં ન દેખતા તેને બેકાર જાહેર કરાય. જે પર આ વિવાદ શરૂ થયો છે.

  હવે જ્યારે આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એક નજર કરીએ હિંદુજા ગ્રુપ અને તેના કૌટુંબિક માળખા વિષે. પરમાનંદ હિંદુજાએ સિંધ પ્રાંતમાં વર્ષ 1914માં હિંદુજા ગ્રુપની શરૂઆત કરી હતી. પાછળથી કંપનીનું હેડક્વાટર ઇરાનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને પછી તે લોકો યુરોપ જતા રહ્યા હતા. પરમાનંદ હિંદુજા અને તેમની પત્ની જમુનાને ચાર પુત્રો છે - શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ અને અશોક

  શ્રીચંદ હાલ પરિવારનો મુખીયા છે અને તે જ હિંદુજા ગ્રુપના ચેરમેન છે. તેમણે પોતાનું ભણતર પતાવીને 1952માં વેપાર સાંભળ્યો હતો. આ પરિવારના મોટા બે ભાઇઓ શ્રીચંદ અને ગોપીચંદ 1979થી લંડનમાં જ વસેલા છે. અને તે બ્રિટિશ નાગરિક છે. હિંદુજા પરિવાર બ્રિટનના સૌથી પૈસાદાર પરિવારોમાંથી એક છે. શ્રીચંદને તેમની પત્ની મધુથી બે દીકરીઓ છે જેમનું નામ છે શાનુ અને વીનૂ. ગોપીચંદ, 79 ઉમેરે હિંદુજા ગ્રુપના કો ચેરમેન છે. અને તે હિંદુજા ઓટોમોટીવ લિમિટેડ, યુકેના પણ ચેરમેન છે. ગોપીચંદ અને તેમની પત્ની સુનીતાને બે દિકાર સંજય અને ધીરજ છે. સાથે જ તેમને એક રીટા નામની દીકરી પણ છે.

  આ પણ વાંચો : WHOની ચેતવણી- દુનિયાભરમાં ઓક્સિજન સિલિન્ડરની અછતથી વધી શકે છે મૃત્યુદર

  પ્રકાશ યુરોપ હિંદુજા ગ્રુપનો ચેરમેન છે. અને તે 2008થી મોનાકોમાં રહે છે. પ્રકાશને પણ બે પુત્ર અજય અને રામકિષ્ણા છે અને એક પુત્રી છે જેનું નામ છે રેણુકા. સૌથી નાના પુત્ર અશોક પણ હિંદુજા ગ્રુપ કંપની (ભારત)ને સંભાળે છે. અશોક અને તેની પત્નીને બે દીકરીઓ છે અંબિકા અને સત્યા. સાથે જ તેમને એક પુત્ર છે જેનું નામ છે સોમ. અશોક હિંદુજા નેશનલ હેલ્થ અને એજ્યુકેશન સોસાયટીના ફાઉન્ડર મેમ્બર પણ છે. જે મુંબઇમાં PD હિંદુજા નેશનલ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટર પણ ચલાવે છે.

  ઉલ્લેખનીય છે કે 2014માં એક લેટર મળી હતો જે મુજબ પરિવારની આ સંપત્તિ એક ભાઇ પાસે ન રહેતા ચારે ભાઇઓને સમાન રીતે સોંપવાની વાત કરી હતી. આ લેટરને કોર્ટમાં પડકારી શ્રીચંદે 2016માં તે વાત પર જોર આપ્યું હતું કે તેને વિલ તરીકે ન જોવામાં આવે. હિંદુજા ગ્રુપે 40 દેશોમાં ફાઇનાન્સ, મીડિયા અને હેલ્થકેર પોતાનું રોકાણ કર્યું છે. અને બ્લૂમબર્ગના અરબપતિઓના ઇન્ડેક્સ મુજબ તેમની ફેમીલી વેલ્યૂ 11.2 અરબ ડૉલર છે.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Business, Fortune, UK

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन