Home /News /business /પોસ્ટ ઓફિસની સૌથી વધુ વ્યાજ આપતી સ્કીમ, મળશે બમ્પર વળતર, જાણો કેવી રીતે લેશો લાભ
પોસ્ટ ઓફિસની સૌથી વધુ વ્યાજ આપતી સ્કીમ, મળશે બમ્પર વળતર, જાણો કેવી રીતે લેશો લાભ
પોસ્ટ ઓફિસની આ યોજના તમને આપશે દમદાર વળતર
Post Office Scheme: સિનિયર સિટીઝનો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (વરિષ્ઠ નાગરિક બચત સ્કીમ – SCSS)નો લાભ લઈ શકે છે. આ પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાથી તમારા પૈસા આમાં સુરક્ષિત રહે છે. આ યોજના સિનિયર સીટીઝન માટે છે.
નવી દિલ્હીઃ સિનિયર સિટીઝનો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (વરિષ્ઠ નાગરિક બચત સ્કીમ – SCSS)નો લાભ લઈ શકે છે. આ પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાથી તમારા પૈસા આમાં સુરક્ષિત રહે છે. આ યોજના સિનિયર સીટીઝન માટે છે. અલબત્ત, આ યોજનામાં વીઆરએસ લેતા સિવિલ સેક્ટરના સરકારી કર્મચારીઓ અને સંરક્ષણમાંથી નિવૃત્ત થયેલા લોકોને અમુક શરતો સાથે વયમાં છૂટ આપવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબર 2022થી આ યોજનાના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. પહેલા 7.4 ટકા વ્યાજ મળતું હતું. હવે તે વધીને 7.6 ટકા થઈ ગયું છે. આ યોજનામાં સારું વળતર મળી રહ્યું છે.
કોણ રોકાણ કરી શકે ?
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવનાર કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. સાથોસાથ સિવિલ સેક્ટર કે રાજ્યમાં સરકારી હોદ્દા પરથી VRS લીધેલ 55 થી 60 વર્ષની વચ્ચેના નિવૃત કર્મચારીઓઅને તેઓ સંરક્ષણ ક્ષેત્ર એટલે કે આર્મી, એરફોર્સ, આર્મી નેવી અને અન્ય સુરક્ષા દળોમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ આ યોજના હેઠળ સિંગલ કે સયુંકત ખાતા ખોલાવી શકે છે. આ યોજનાની મેચ્યોરિટી 5 વર્ષની છે અને આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાના રોકાણ પર ટેક્સમાંથી મુક્તિ મળે છે.
સિનિયર સિટીઝન આ યોજનામાં ઓછામાં ઓછા રૂ. 1,000નું અને વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આ યોજનામાં રોકાણકારોને 7.6 ટકા વ્યાજ મળે છે. સામાન્ય રીતે મોટાભાગની બેંકો સિનયર સિટીઝન માટે 6 ટકાથી 7 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસ બેંકોની એફડી કરતાં ઘણું વધારે વ્યાજ આપે છે. બીજી તરફ ભારતમાં મોંઘવારીના દરની વાત કરીએ તો હાલમાં તે 7 ટકા છે. આવી સ્થિતિમાં, ફુગાવાના સંદર્ભમાં વધુ સારું વળતર મળવાની સંભાવના છે. પોસ્ટ ઓફિસમાં કરેલા રોકાણમાં કોઈ જોખમ હોતા નથી.
સિનિયોર સિટીઝન બચત યોજનામાં ખાતું ખોલાવ્યા પછી કોઈપણ સમયે બંધ કરાવી શકે છો. પરંતુ જો ખાતું એક વર્ષથી ઓછા સમયગાળામાં બંધ કરવામાં આવે તો રોકાણ કરેલી રકમ પર કોઈ વ્યાજ આપવામાં આવશે નહીં. આ સાથે જો તમે 1 થી 2 વર્ષની વચ્ચે ખાતું બંધ કરાવો તો તમને ચૂકવવામાં આવતી વ્યાજની રકમમાંથી 1.5 ટકા કાપવામાં આવશે. જો તમે 2 થી 5 વર્ષની વચ્ચે ખાતું બંધ કરાવો તો તમારી રકમમાંથી 1 ટકા કાપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર