આ સેવિંગ સ્કિમમાં મળી રહ્યું 8.3 ટકા વ્યાજ, દર મહિને ખાતામાં આવશે 10 હજાર રૂપિયા

News18 Gujarati
Updated: April 12, 2020, 3:23 PM IST
આ સેવિંગ સ્કિમમાં મળી રહ્યું 8.3 ટકા વ્યાજ, દર મહિને ખાતામાં આવશે 10 હજાર રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

આરબીઆઈએ આ પગલું એટલા માટે ભર્યું કારણ કે, કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લાગેલા લોકડાઉન વચ્ચે લોકોના હાથમાં પર્યાપ્ત રોકડ રકમ હોય

  • Share this:
નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નીતિગત વ્યાજદરમાં ઘટાડો ક્યા બાદ બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ પણ વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 0.75નો ઘટાડો કર્યો છે. ત્યારબાદ 4.4 ટકાના સ્તર પર આવી ગયો છે. તો રિવર્સ રેપો રેટમાં 0.90 નો ઘટાડો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ ત્યારબાદ ઘટીને 4 ટકાના સ્તર પર આવી ગયો છે. આરબીઆઈએ આ પગલું એટલા માટે ભર્યું કારણ કે, કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લાગેલા લોકડાઉન વચ્ચે લોકોના હાથમાં પર્યાપ્ત રોકડ રકમ હોય.

સ્મોલ સેવિંગ સ્કીમ પર પણ ઘટ્યું વ્યાજ

ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા લેન્ડિંગ રેટમાં ઘટાડો કર્યા બાદ કેન્દ્ર સરકારે પણ સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર મળતા વ્યાજને ઘટાડી દીધુ છે. તેમાં 1.2 ટકાનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ હવે સિનીયર સિટિઝન સેવિંગ્સ સ્કિમ પર વાર્ષિક 7.4 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.

મળી શકે છે 8.3 ટકાનું વ્યાજ

પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ વરિષ્ઠ નાગરીકોને 10 વર્ષ માટે 8.3 ટકાના દરે વ્યાજ મળી શકે છે. આ સ્કીમમાં રકાર તરફથી ગેરન્ટી મળે છે. આ સ્કીમ હેઠળ રોકાણકારોને વાર્ષિક, છ માસિક, ત્રીમાસિક અથવા માસિક પેઆઉટનો વિકલ્પ પણ મળે છે. માસિક સ્તર પર તેના માટે વ્યાજદર 8 ટકા, ત્રિમાસિક માટે 8.5 ટકા, 6 માસિક માટે 8.13 ટકા અને વાર્ષિક માટે 8.3 ટકાના દરે વ્યાજ મળે છે.

મળી શકે છે દર મહિને 10 હજાર રૂપિયાએવામાં કોઈ પણ વરિષ્ઠ વ્યક્તિએ દર મહિને 10 હજાર રૂપિયાનું પેન્શન જોઈતું હોય તો, તે મિનિમમ 1,44,578 રૂપિયા ઈન્વેસ્ટ કરી શકે છે. આ સ્કિમ હેઠળ વધારેમાં વધારે 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. 15 લાખ રૂપિયાના ઈન્વેસ્ટ પર વધારેમાં વધારે 10 હજાર રૂપિયાનું પેન્શન મળતું રહેશે. પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો લાભ ભારતીય જીવન વિમા નિગમ દ્વારા લઈ શકાય છે.
First published: April 12, 2020, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading