Home /News /business /ટૂંકાગાળે સુરક્ષિત રોકાણ અને ધાકડ રિટર્ન માટે ટી-બિલ બેસ્ટ ઓપ્શન, કઈ રીતે કરશો રોકાણ?
ટૂંકાગાળે સુરક્ષિત રોકાણ અને ધાકડ રિટર્ન માટે ટી-બિલ બેસ્ટ ઓપ્શન, કઈ રીતે કરશો રોકાણ?
બિલ સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય છે. જેમાં 91, 182 અને 364 દિવસનો સમાવેશ કરવામાં આવે છે.
સરકાર જયારે આરબીઆઇ પાસેથી લોન મેળવે છે ત્યારે બેન્ક તે લોનને બોન્ડ અથવા ટ્રેઝરી બિલના રૂપમાં હરાજી કરે છે. તમે તેને ખરીદી શકો છો. જેમાં ઓછા દિવસના રોકાણમાં સારું વ્યાજ મળે છે.
Money Investment: જો તમે ટૂંકા સમયમાં સારું રિટર્ન મેળવવા માગો છો તો ટ્રેઝરી બીલ તમારા માટે એક સારો ઓપ્શન છે. તે ફિક્સ ડિપોઝીટ કરતા પણ સારો ઓપ્શન માનવામાં આવે છે. એફડી પર 1-2 વર્ષના સમયમાં તમને 6.1% જેટલું વ્યાજ મળવા પાત્ર હોય છે તેની સામે 364 દિવસના ટ્રેઝરી બિલમાં 6.94% હોય છે. સામાન્ય રીતે ટી-બિલમાં બેંકો અથવા મોટી નાણાકીય સંસ્થાઓજ રોકાણ કરી શક્તિ હતી પરંતુ હવે રિટેલ રોકાણકારો પણ તેમાં રોકાણ કરી શકે છે.
જયારે સરકાર કોઈ મુસીબતના સમયે આરબીઆઈ પાસેથી લોન લેતી હોય છે ત્યારે સેન્ટ્રલ બેંક આ લોનને બોન્ડ અથવા ટ્રેઝરી બિલના રૂપમાં હરાજી કરી દે છે. જેને તમે ખરીદીને સરકારને લોન આપી શકો છો. જેવી રીતે લોન લીધા પછી આપણે વ્યાજ ચૂકવીએ છીએ તેવી રીતે લોન આપવા પર વ્યાજ પ્રાપ્ત થાય છે. તેમાં સરકાર જેટલી રકમ 1 વર્ષમાં પરત કરે છે તેને ટ્રેઝરી બિલ કહેવામાં આવે છે.
કઈ રીતે થાય છે ગણતરી
એમાં નક્કી કરેલી ફોર્મ્યુલા છે. ખરીદ કિંમત 100 રૂપિયા હોય તો (365 દિવસ/91 દિવસ)*100. એક ઉદાહરણથી સમજીએ. ખરીદ કિંમત જ કટઓફ પ્રાઈઝ છે જે આરબીઆઇ નક્કી કરે છે. 91 દિવસના ટ્રેઝરી બિલની ફેઝ વેલ્યુ 100 રૂપિયા છે અને કટઓફ કિંમત 98.4178 છે. હવે તેના માટે ફોર્મ્યુલા વાપરીએ. [(100-98.4178) ÷ 98.4178]* (365/91)×100. જે 6.45% થશે.
બિલ સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય છે. જેમાં 91, 182 અને 364 દિવસનો સમાવેશ કરવામાં આવે છે. ત્રણેય પ્રકારના બિલમાં લઘુત્તમ 25,000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તેમાં રોકાણ માટે તમારે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે.
સારું વળતર આપશે
91 દિવસના ટીબિલમાં તમને આસાનીથી 6% થી વધુનું વ્યાજ મળશે. આ પ્રકારે એફડીમાં શક્ય નથી. કોઈ પણ ઓછા સમય માટેના રોકાણમાં આટલું વ્યાજ મળવું મુશ્કેલ છે. પણ અહીં તમને કોઈ ટેક્સમાં રાહત મળવા પાત્ર નથી.
તમે ટીબિલને આરબીઆઇની ઓફિશ્યિલ વેબસાઈટ પર આરબીઆઇ રિટેલ ડાઇરેક્ટ પરથી ખરીદી શકો છો. આ સિવાય તમે તેને સ્ટોક બ્રોકર પાસેથી ખરીદી શકશો. જેના માટે તમારે બ્રોકરેજ ચાર્જ આપવો પડશે. ટીબીલ તમારા ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર