Home /News /business /

ક્રેડિટ કાર્ડના છૂપા ચાર્જિસ, બેંકો આ વિશે સામેથી નથી આપતી જાણકારી

ક્રેડિટ કાર્ડના છૂપા ચાર્જિસ, બેંકો આ વિશે સામેથી નથી આપતી જાણકારી

જો તમને તમારા ખાતામાં કોઇ સંદિગ્ધ Transaction વિષે જાણ થાય તો તાત્કાલિક તમારા કાર્ડ જાહેરકર્તા બેંકને આ વિષે જણાવો. તમારે બેંકમાં ઔપચારિક રીતે ફરિયાદ નોંધાવો અને કસ્ટમર કેર નંબર પર ફોન કરી તે કાર્ડ કે એકાઉન્ટને તત્કાલ બ્લોક કરવાનું કહો.

    ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો અનેક ફાયદા મળે છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે. ક્રેડિટ કાર્ડ હોવાથી તમે અવાર નવાર બજેટ કરતા વધારે ખરીદી કરી લેતા હોવ છો. બાદમાં બાકી રકમ જમા કરાવવી ક્યારેક મુશ્કેલ બની જતી હોય છે. આ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી તમારા બેંક ખાતામાંથી તાત્કાલિક બેલેન્સ નથી કપાતી, જ્યારે ડેબિટ કાર્ડમાં તાત્કાલિક બેંક ખાતામાંથી બેલેન્સ ઓછી થાય છે. અનેક કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે ક્રેડિટ કાર્ડના ઘણા બધા છૂપા ચાર્જ વિશે બેંક તમને માહિતી નથી આપતી હોતી.


    1) તમે અવાર નવાર જોયું હશે કે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ ઘણી વખત ઓછું થઈ જતું હોય છે ત્યારે તમારા મોબાઇલમાં બેંક તરફથી એક પછી એક એમ અનેક મેસેજ મોકલવામાં આવે છે. પરંતુ ક્રેડિટ કાર્ડનું બિલ જમા કરવા માટે તમને કોઈ મેસેજ નથી મળતો. કારણ કે કંપની નથી ઇચ્છતી કે તમે પહેલા જ મહિને બધુ પેમેન્ટ કરી દો. કંપની તો એવું ઇચ્છે છે કે તમે બીલની ચુકવણી મોડી કરો સાથે લેટ ફી પણ ભરો!


    2) બેંક ક્યારેય તમને સામેથી નથી બતાવતી કે તમારા પોઇન્ટ્સને કેવી રીતે રિડિમ કરવા. એવામાં જાણકારી વગર અનેક પોઇન્ટ્સ પડ્યા રહેતા હોય છે અને ક્રેડિટ કાર્ડની સમયમર્યાદા પૂરી થઈ જતી હોય છે. જ્યારે તમે અમુક ચોક્કસ પોઇન્ટના લેન્ડમાર્ક પર પહોંચી જાવ છો ત્યારે બેંક તમને નથી જણાવતી કે તમારા આટલા પોઇન્ટ્સ થઈ ગયા છે, તમે તેને રિડિમ કરાવીને કેશબેકનો લાભ લઈ શકો છો.


    3) ક્રેડિટ કાર્ડ ધારકોને અવારનવાર ફોન કોલ આવે છે કે તમારી ક્રેડિટ લિમિટને મફતમાં વધારવામાં આવી છે, પરંતુ બેંક તમને ક્યારેય એવું નથી જણાવતી કે આનાથી તમારા કાર્ડનો વાર્ષિક ચાર્જ વધી જશે.


    4) ગ્રાહકોને પોતાના ક્રેડિટ કાર્ડ પર અવારનવાર ફ્રી ઈએમઆઇ અથવા ઝીરો ટકા પર ઇએમઆઈનું વચન આપવામાં આવે છે. પરંતુ આના પાછળ શરતો લાગૂ હોય છે. જો તમે એક પણ શરતનું ઉલ્લંઘન કરશો તો તમને પાંચ કે 10 નહીં પરંતુ 20 ટકાથી પણ વધારે વ્યાજ ચુકવવું પડી શકે છે.


    5) બેંક અવાર નવાર તમને ઓફર આપે છે કે તમે કોઈ પણ ચાર્જ વગર તમારા સિલ્વર કાર્ડને ગોલ્ડમાં, ગોલ્ડ કાર્ડને પ્લેટિમિયમમાં અપગ્રેડ કરી શકો છો. પરંતુ બેંક એવું નથી કહેતી કે આ માટે તમારે રૂ. 500થી રૂ. 700 સુધી ચાર્જ ચુકવવો પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Charges, Penalty, ક્રેડિટ કાર્ડ

    આગામી સમાચાર