નવી દિલ્હીઃ હીરોની નવી બાઇક એક્સટ્રીમ 200એસ (Hero Xtreme 200S)નું ન્યૂ જનરેશન મોડલ ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આ બાઇકને નવા અવતારની સાથે નવા કલર વેરિયન્ટ પર્લ ફેડલેસ વાઇડમાં પણ લૉન્ચ કરવામાં આવી છે. આ બાઇક oil cooled એન્જિન અને LED હેડલેમ્પ્સ અને Auto Sail જેવા ફીચર્સથી સજ્જ છે. BS6 ઉત્સર્જન માપદંડોથી સજ્જ આ બાઇક ઘણી આકર્ષક દેખાય છે. કંપનીનો દાવો છે કે આ બાઇક સ્ટાઇલ અને પર્ફોમન્સના મામલામાં યુવાઓને આકર્ષિત કરશે, તેથી તેની ડિઝાઇન ખૂબ સ્પોર્ટી રાખવામાં આવી છે.
જાણો બાઇકની કિંમત
હીરો મોટોકોર્પે ગયા વર્ષે Hero Xtreme 200Sને 1.02 લાખ રૂપિયામાં લૉન્ચ કરી હતી. પરંતુ BS6 વેરિયન્ટની કિંમત 14 હજાર રૂપિયા વધુ છે. ભારતમાં આ બાઇકની કિંમત લગભગ 1.16 લાખ રૂપિયા રાખવામાં આવી છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1,15,715 રૂપિયા છે. Hero Xtreme 200S બાઇક સ્પોર્ટ્સ રેડ, પેન્થર બ્લેક અને નવા પર્લ ફેડલેસ વાઇડ કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે.
Hero Xtreme 200S બાઇકની ખાસિયત એ છે કે તેમાં ડિજિટલ એલસીડી ઇન્ટ્રૂમેન્ટ કન્સોલ આપવામાં આવ્યું છે જે બ્લૂટૂથ કનેક્ટિવિટીથી સજ્જ છે. આ ફીચરની મદદથી બાઇક સવાર તેને પોતાના મોબાઇલ સાથે નેવિગેશન સિસ્ટમને કનેક્ટ કરી શકે છે અને અનેક અન્ય ફીચર્સનો લાભ ઉઠાવી શકે છે. આ ઉપરાંત આ બાઇકમાં ટ્વીન એલઇડી હેડલેમ્પ, એલઇડી ટેલ લાઇટ, ટર્ન બાય ટર્ન નેવિગેશન, ઓટો સેલ ટેક્નોલોજી, એન્ટી સ્લિપ સીટ જેવી ખૂબીઓ છે. હીરોની આ ધાંસૂ બાઇકમાં પૂરી રીતે ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર છે. જેમાં સર્વિસ રિમાઇન્ડર અને ગિયર ઇન્ડિકેટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Hero Xtreme 200Sના આ નવા અવતારમાં સ્ટેપ એડજેસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યા છે. તેની સાથે જ સિંગલ ચેનલ એબીએસ અને 276 એમએમ ફ્રન્ટ ડિસ્ક અને 220 એમએમ રિયર ડિસ્ક બ્રેક પણ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર