Heroએ લોન્ચ કરી નવી Super Splendor BS-6 બાઇક, સાથે બંધ કર્યા આ મોડલ

Heroએ લોન્ચ કરી નવી Super Splendor BS-6 બાઇક, સાથે બંધ કર્યા આ મોડલ
Heroએ લોન્ચ કરી નવી Super Splendor BS-6 બાઇક, સાથે બંધ કર્યા આ મોડલ

દિલ્હીમાં આ બાઈકની એક્સ-શો રુમ કિંમત 67,300 રુપિયાથી શરુ થશે

  • Share this:
    નવી દિલ્હી : દેશની સૌથી મોટી ટુ-વ્હિલર કંપની હીરો મોટોકોર્પે (Hero Motocorp)ગુરુવારે પોતાની સુપર સ્પ્લેંડર (Super Splendor)નું બીએસ-6 (BS-6) મોડલ લોન્ચ કર્યું છે. દિલ્હીમાં આ બાઈકની એક્સ-શો રુમ કિંમત 67,300 રુપિયાથી શરુ થશે. સાથે કંપનીએ જાણકારી આપી છે કે તેણે પોતાના બધા બીએસ-4 વાહનોનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

    કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે બીએસ-6 ઉત્સર્જન માનક અનુકુળ સુપર સ્પ્લેંડરમાં 125 સીસીનું એન્જીન છે. જે 10.73 હોર્સ પાવરની તાકાત ઉત્પન કરે છે. નવી બાઇક પોતાના બીએસ-4 મોડલથી પાવરના મામલે લગભગ 19 ટકા વધારે છે. કંપનીએ સુપર સ્પ્લેંડર બીએસ-6ના બે વેરિએંટ્સ- નોર્મલ બ્રેક અને ડિસ્ક બ્રેકમાં ઉતાર્યા છે. જેની કિંમત અનુક્રમે 67,000 રુપિયા અને 70,800 રુપિયા છે. આ સિવાય બાઇકમાં સેલ્ફ સ્ટાર્ટ અને અલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે.



    આ પણ વાંચો - દિલ્હી હિંસા : AAPના કાઉન્સિલર તાહિર હુસૈન સામે હત્યાનો મામલો નોંધાયો



    આ પ્રસંગે કંપનીના વૈશ્વિક ઉત્પાદ યોજના પ્રમુખ માલો લા મૈસને કહ્યું હતું કે સુપર સ્પ્લેંડર દેશમાં સૌથી લોકપ્રિય મોટરસાઇકલ તરીકે યથાવત્ છે. અમને આશા છે કે બીએસ-6 માનકવાળી સુપર સ્પ્લેંડર સાથે આ વલણ વધારે મજબૂત થશે. આ સાથે જ અમારો લગભગ બધો પોર્ટફોલિયો BS-6 પર ટ્રાન્સફર થઈ ગયો છે.

    કંપની પહેલા જ બીએસ-4 ઉત્પાદોના નિર્માણ અટકાવી ચૂકી છે. કંપનીએ હાલમાં જ બીએસ-6 માનકવાળી એકસ્ટ્રીમ 160 આર (Xtrme 160R), Passion Pro BS-6 અને Glamour BS-6 રજુ કરી હતી.
    Published by:News18 Gujarati
    First published:February 27, 2020, 22:13 pm