નવી દિલ્હીઃ દેશની સૌથી વધુ ટુ-વ્હીલર વાહન કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) માટે વર્ષ 2020નો છેલ્લો મહિનો ઘણો સારો રહ્યો. Heroએ ડિસેમ્બર 2020માં ભારતીય બજારમાં કુલ 4,47,335 વાહનોનું વેચાણ કર્યું. તેની તુલના જો ડિસેમ્બર 2019થી કરવામાં આવે તો આ મહિને કંપનીએ કુલ 4,24,845 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન હીરીના 5.29 ટકા વધુ વાહનોનું વેચાણ થયું.
નિકાસ (Export)ની વાત કરીએ તો ડિસેમ્બર 2020માં હીરોએ પોતાના કુલ 22,030 વાહનોને એક્સપોર્ટ કર્યા. જ્યારે ડિસેમ્બર 2019માં કંપનીએ કુલ 12,836 યૂનિટ્સને નિકાસ કર્યા હતા. ડિસેમ્બર 2019ની તુલનામાં ડિસેમ્બર 2020માં કંપનીએ 71.64 ટકા વધુ નિકાસ કરી.
ડિસેમ્બરમાં આટલા વેચાયા બાઇક
હીરોએ ડિસેમ્બર 2020માં ભારતીય બજારમાં કુલ 4,15,099 મોટરસાઇકલોનું વેચાણ થયું. તેની તુલના જો ડિસેમ્બર 2019થી કરવામાં આવે તો આ મહિને કંપનીએ કુલ 4,03,625 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન હીરોની 2.84 ટકા વધુ મોટરસાઇકલોનું સ્થાનિક બજારમાં વેચાણ થયું.
હીરોએ ડિસેમ્બર 2020માં કુલ 32,236 સ્કૂટરોને ભારતીય બજારમાં વેચ્યા. જ્યારે ડિસેમ્બર 2019માં કંપનીએ કુલ 21,220 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન હીરોના સ્કૂટના વેચાણમાં 51.91 ટકાનો વધારો નોંધાયો.
નવા વર્ષથી ભાવમાં થશે વધારો
કંપનીએ હાલમાં જ 1 જાન્યુઆરી 2021થી પોતાના વાહનોની કિંમતમાં 1.500 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે કયા મોડલના ભાવ કેટલા વધશે, તેના વિશે હજુ ખુલાસો નથી કરવામાં આવ્યો. કંપનીએ કહ્યું કે ઉત્પાદન ખર્ચ વધવાના કારણે તેઓ આ પગલું ભરી રહ્યા છે. હીરો મોટોકોર્પે બુધવારે નિવેદનમાં કહ્યું કે લોખંડ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને અન્ય ધાતુઓના ભાવ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.