અડધી કિંમતમાં ખરીદો નવું સ્કૂટર, આ કંપનીએ લોન્ચ કરી નવી સ્કીમ

દેશની જાણીતી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પે બાયબેક સ્કીમ લોન્ચ કરી છે

News18 Gujarati
Updated: May 6, 2019, 4:05 PM IST
અડધી કિંમતમાં ખરીદો નવું સ્કૂટર, આ કંપનીએ લોન્ચ કરી નવી સ્કીમ
હીરો મોટોકોર્પે બાયબેક સ્કીમ લોન્ચ કરી છે
News18 Gujarati
Updated: May 6, 2019, 4:05 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: દેશની જાણીતી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ (Hero Motocorp)એ બાયબેક (Buyback) સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ તમે 5 વર્ષમાં તમારું સ્કૂટર કંપનીને પાછું વેચી શકશો અને તમને એક્સ-શોરૂમ કિંમતના લગભગ 57થી 65 ટકાની વચ્ચે મળી શકશે. આ સ્કીમ અંગે વધુ માહિતી માટે નજીકમાં આવેલા હીરો મોટોકોર્પ ડીલરશિપ સ્ટોરની મુલાકાત લેવી પડશે.

ગેરન્ટીડ બાયબેક સર્ટિફિકેટ મળશે

ગ્રાહકોને નવા સ્કૂટર અને બાઇકની ખરીદીની સાથે CredR તરફથી એક ગેરન્ટીડ બાયબેક સર્ટિફિકેટ આપવામાં આવશે. જે હેઠળ આ સ્કીમ વાહનની ખરીદીના 6 મહિનાથી માંડીને 5 વર્ષ સુધી લાગુ થશે. આ દરમિયાન જો ગ્રાહક કંપનીને પાછું તેનું ટૂ વ્હીલર આપશે તો તે 57થી 65 ટકાની વચ્ચે કિંમત મેળવી શકશે.

આ પણ વાંચો: આ મોટી બેંકે ગ્રાહકોને કર્યા સાવચેત, નાની ભૂલ કરી દેશે ખાતું સાફ!

આવી રીતે મળશે લાભ

5 વર્ષ જૂના ટૂ વ્હીલર પર આ સ્કીમ લાગુ પડશે. જો તમારે 50 હજાર રૂપિયા એક્સ શો રૂમ કિંમત વાળું એક બ્રાન્ડ ન્યૂ સ્કૂટર ખરીદવું છે અને તેને 3 વર્ષ બાદ કંપનીને પાછું વેચશો તો એક્સ શો રૂમાના 60 ટકા પ્રમાણે 30 હજાર રૂપિયા પાછા મળશે. આવામાં ગ્રાહકને બ્રાન્ડ ન્યૂ સ્કૂટરની કિંમત માત્ર 20 હજાર રૂપિયા પડશે. એટલે કે ગ્રાહકે આમાં 6,666 રૂપિયા વાર્ષિક ખર્ચ કર્યો, જે મહિને 555 રૂપિયા અને રોજના 18.50 રૂપિયા થશે.
First published: May 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...