Home /News /business /હવે વધુ કિંમતે વેચી શકશો પોતાના જૂના ટુ-વ્હીલર, Heroએ લોન્ચ કર્યું રિસેલ પ્લેટફોર્મ
હવે વધુ કિંમતે વેચી શકશો પોતાના જૂના ટુ-વ્હીલર, Heroએ લોન્ચ કર્યું રિસેલ પ્લેટફોર્મ
હીરો મોટોકોર્પે લોન્ચ કર્યું કોઈપણ જૂના ટૂ વ્હીલર્સ વેચવા માટેનું ખાસ પોર્ટલ મળશે સૌથી વધુ કિંમત.
Hero MotoCorp: વ્હીલ્સ ઓફ ટ્રસ્ટને એક ડૂ ઈટ યોરસેલ્ફ સ્વરુપે બનાવવામાં આવ્યું છે. જેને ગ્રાહકો પોતાના મોબાઈલ ફોન અથવા પર્સનલ કોમ્પ્યુટર પર ખોલી શકે છે. દેશની અગ્રણી ટૂ વ્હીલર નિર્માતા કંપનીએ 900થી વધુ ચેનલ સાથે આ માટે ભાગીદારી કરી છે.
નવી દિલ્હીઃ હીરો મોટોકોર્પ્સે વ્હીલ્સ ઓફ ટ્ર્સ્ટ નામથી એક નવું ટૂ-વ્હીલર રીસેલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. નવા પ્લેટપોર્મને ફિજિટલ અવતારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે પ્લેટફોર્મ ડિજિટલ અને ઓનગ્રાઉન્ડ બંને રીતે કામ કરસે. આ માટે એક ઓમની ચેનલ પણ સ્થાપવામાં આવશે. હીરો મોટોકોર્પનું લક્ષ્ય કોઈપણ બ્રાન્ડના હાલના ટૂ-વ્હીલર્સને એક્સચેન્જ કરવા માટે પોતાને વન સ્ટોપ ઓપ્શન તરીકે મજબૂત કરવાનું છે. કંપનીનો દાવો છે કે આ પ્લેટફોર્મ પર તમારા જૂના ટૂ-વ્હીલર માટે સૌથી સારી કિંમત મળશે.
તમને આ પ્લેટફોર્મ અંગે વધુ માહિતી આપીએ તો વ્હીલ્સ ઓફ ટ્રસ્ટ એક ડૂ ઇટ યોર સેલ્ફ સ્વરુપનું માળખુ ધરાવે છે. જેને ગ્રાહકો પોતાના મોબાઈલ ફોન અથવા પર્સનલ કોમ્પ્યુટર પર ખોલી શકે છે. નિર્માતાએ આ માટે 900થી વધુ ચેનલ ભાગીદારો સાથે હાથ મેળવ્યા છે, જે ગ્રાહકોને દરેક તબક્કે સહાયક બની રહેશે. પ્લેટફોર્મ અત્યાર સુધીમાં 5 લાખતી વધુ ગ્રાહકોને સુવિધા આપી ચૂક્યું છે. હવે ફિજિટલ અવતાર સાથે ગ્રાહકો માટ નવી વેબસાઈટ https://www.wheelsoftrust.com મારફત પોતાના જૂના ટૂ-વ્હીલરને વેચવાનું હજુ પણ સહેલું બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
આ રીતે વેચી શકો છો તમારું જૂનું ટૂ વ્હીલર
ગ્રાહક આ વેબસાઈટ પર જઈને પોતાના રાજ્ય, પોતાનું શહેર અને ટૂ-વ્હીલરનો પ્રકાર, નિર્માતાનું નામ, મોડેલ નંબર અને રજિસ્ટ્રેશન ડેટ અને તેનું વર્ષ જેવી માહિતી ભરવી પડશે. પછી વેબસાઈટ તમારા ટૂ-વ્હીલર સાથે જોડાયેલી કેટલીક માહિતી પૂછશે. આખરે ગ્રાહકે પોતાની જાણકારી પણ ભરવી પડશે. જે બાદ તેને ઉત્તમ રિસેલ કિંમત મળી શકે તે માટે પ્લેટફોર્મ જુદી જુદી સુવિધા પૂરી પાડી શકે છે.
હીરો મોટોકોર્પે હાલમાં જ ભારતીય ઓટો માર્કેટમાં પોતાની નવી સુપર સ્પ્લેંડર કેનવાસ બ્લેક એડિશન બાઈક લોન્ચ કરી છે. સુપર સ્પ્લેંડરનું નવું બ્લેક એડિશન બે વેરિયન્ટ ડ્રમ અને ડિસ્કમાં ઉપલબ્ધ છે. આ બાઈકની કિંમત ક્રમશઃ રુ.77,430 અને રુ.81,330 છે. ગ્રાહક હીરો મોટોકોર્પ ઈશોપ પર નવી બાઈક માટે ઓનલાઈન પ્રી બુકિંગ પણ કરી શકે છે.
નવા હીરો સુપર સ્પ્લેન્ડર કેનવાસ બ્લેક એડિશનમાં રેગ્યુલર મોડેલ કરતા કેટલીક વિશેષ ખાસિયતો આપવામાં આવી છે. આ બાઈક ઓલ બ્લેક કલર સાથે આવે છે. તેના ફ્યૂઅલ ટેંક પર ક્રોમ સુપર સ્પ્લેન્ડર બેજ આપવામાં આવ્યો છે. કંપનીએ હેડલાઈટ પાસે અને એગ્ઝોસ્ટ હીટ શીલ્ડ પર ક્રોમ એલિમેન્ટ્સ પણ આપ્યા છે. આ ફેરફાર એન્ટ્રી લેવલ મોટરસાઈકલના કલર ઓપ્શન સુધી જ સિમિત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર